ગુજરાતના વાહનચાલકો આનંદો – આવી ગઈ છે ખુશખબર; આ મુદત હવે સરકારે વધારી દીધી છે

રાજ્યમાં રસ્તા પર ફરતા જૂના વાહનોમાં હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા નવી નંબર પ્લેટ લગાવવા માટે હવે છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2018 જાહેર કરવામાં આવી છે. આરટીઓ ખાતે વાહન ચાલકોના ધરાસાને ધ્યાનમાં રાખીને સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ છે કે, હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ લગાવવા માટે સરકારે 700થી વધુ એજન્સીઓને આ કામ સોંપ્યું છે.

જૂના હજ્જારો વાહનોમાં હજુ નંબર પ્લેટ બદલવાની બાકી

જો કે રાજ્યમાં હજુ હજ્જારો વાહનોમાં જુની નંબર પ્લેટો જ લાગેલી છે. બીજી તરફ નંબર પ્લેટ બદલવાની ઝડપી વ્યવસ્થાના અભાવે મુદ્દત સુધીમાં તમામ વાહનોની નંબર પ્લેટ બદલી જશે કે કેમ ? તેને લઇને સવાલ પેદા થયો છે. આમ તો રાજ્યમાં HSRP નંબર પ્લેટની ઘણા સમયથી અમલવારી કરી દેવામાં આવી છે. નવા વાહનોની નોંધણીમાં તો 2012 હાઇ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ જ લગાવવામાં આવે છે. ૫રંતુ જૂના હજ્જારો વાહનોમાં હજુ નંબર પ્લેટ બદલવાની બાકી છે. ખુબ જ ધીમી ગતિએ ચાલતી આ કાર્યવાહી વચ્ચે રાજ્યમાં આગામી તા.15 જાન્યુઆરી, 2018 થી HSRP ફરજીયાત કરી દેવામાં આવી છે.

HSRP નંબર પ્લેટ લગાવવી કરાવવી ફરજીયાત

વાહન વ્યવહાર કમિશ્નરના જણાવ્યા અનુસાર ‘સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવી કરાવવી ફરજીયાત છે. સુપ્રીમ કોર્ટે ૨૩ નવેમ્બર 2017ના રોજ ગુજરાત સહિત અન્ય પાંચ રાજ્યોને નોટિસ આપી છે અને આદેશનો અમલ કરવા માટે રાજ્યો દ્વારા કયા પગલાં લેવામાં આવ્યા તેની વિગતો માગવામાં આવી છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ પોલીસ કમિશ્નરો, પોલીસ અધિક્ષકને અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. HSRP નંબર પ્લેટ ફિટ કરાવવા માટે વાહનોના ડીલરો પાસે પણ આ વ્યવસ્થા ઊભી કરાઇ છે. RTO કચેરી ઉપરાંત નજીકના કોઇપણ વાહન ડીલરને ત્યાં રાજ્ય સરકાર દ્વારા માન્ય સર્વિસચાર્જથી HSRP નંબર પ્લેટ ફિટ કરાવી શકાય છે.

Leave a Reply

error: Content is protected !!