20 દિવસ પહેલા જ આ ડ્રાઈવરની નોકરી મળી અને…. – ક્લિક કરી જુવો વિડીયો

પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે સાંજે નવસારીથી અમલસાડ જતી બસ નંબર GJ18Y6575 નવસારી બસ ડેપોમાં આવી રહી હતી. આ જ સમયે બસ ડેપોના સ્ટેન્ડ નજીક પહોંચતા અચાનક જ બસની સ્પીડ વધી અને ત્યાં ઊભા રહેલા 4 મુસાફરોને અડફેટે લીધા હતા. જેમાંથી બે મહિલાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એક પુરૂષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. અન્ય એક મુસાફર ઈજાગ્રસ્ત છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટનાને કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ બસ ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બસ ચાલકે ભૂલથી એક્સીલેટર પર પગ મૂકી દીધો હોય અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.

કહેવાય છે કે, પ્રવીણ ધાંધલ નામનાં આ ડ્રાઈવરને હજૂ 20 દિવસ પહેલા જ એસ.ટી.માં નોકરી મળી હતી. પોલીસે બસ ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને નજરે જોનારા અન્ય મુસાફરોનું કહેવું છે કે, ડ્રાઈવરે બેદરકારી પૂર્વક બસ હંકારતા આ ગંભીર ઘટના બની હતી. તો કોઈક કહી રહ્યું છે કે ડ્રાઇવર નશામાં હતો.

ઘટના બાદ એસટી તંત્ર અને પોલીસની હાજરીમાં બસનું સંપૂર્ણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન માલુમ પડ્યું છે કે, મિકેનિકલ રીતે બસ એકદમ યોગ્ય સ્થિતિમાં છે. બસની બ્રેક પણ યોગ્ય છે. જેથી બસ ડ્રાઇવરનો ડર અથવા ગભરામણ અથવા અનુભવનાં અભાવને કારણે આ અકસ્માત સર્જાયો હોય એવું લાગી રહ્યું છે.

મજૂરી કામ કરીને ઘરે જવા માટે બસની રાહ :

નવસારીનાં આજુબાજુનાં ગામના લોકો અહીંયા મજૂરી કામ માટે આવે છે. જે દિવસભર કામ કરીને સોમવારે સાંજે 6:10 કલાકે અહીંયા પ્લેટફોર્મ નંબર-4 ઉપર બસની રાહ જોઈ રહ્યા હતા.

એ સમયે યમરાજની જેમ બસ દોડી આવી હતી અને મુસાફરોનાં પ્રાણ પંખેરૂ ઉડાવી લીધા. ઘર-પરિવારનાં લોકો તો એમના સ્વજનોની રાહ જોતા રહ્યા. એમના પરિવારને આ દુઃખભર્યા સમયમાં સ્વસ્થ રહેવાની તાકાત આપજો.

વિડીયો માં જુવો શું થયેલું

ગયા હતા ટુંકા પ્રવાસે નીકળી પડ્યા અનંતકાળની રાહે….હે! ઈશ્વર તમામ મુસાફરોની આત્માને શાંતિ આપો….

Leave a Reply

error: Content is protected !!