આખી દુનિયાનાં પ્રખ્યાત લગ્ન વિષે વાંચો – સુલતાને પોતાની દિકરીનાં લગ્નમાં આટલા કરોડ ખર્ચ્યા હતા

આ દુનિયા ખૂબ મોટી અને અદભૂત છે. આ દુનિયામાં ઘણા પ્રકારના લોકો રહે છે. બધાની પોતપોતાની ખાસિયત છે. એમાંથી જ કેટલાક લોકો પોતાની જીવનશૈલીને લીધે આખી દુનિયામાં જાણીતા છે. અહીંયા અલગ-અલગ લોકો છે અને બધાની સ્ટાઈલ પણ અલગ-અલગ છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકો પાસે તો એટલા બધા પૈસા છે કે, તેઓ એક આખા દેશની આબાદીનું ભરણપોષણ કરી શકે. જો કે આવા લોકો ખૂબ ઓછા છે.

એ વાત તો બધા જાણે જ છે કે પહેલાના જમાનામાં રાજા-મહારાજા રહેતા હતાં. પરંતુ હવે ધીરે-ધીરે આ રાજાની પરંપરા બંધ થઈ ગઈ છે. ભારતમાં પણ રાજા-રજવાડાઓનો સમય પૂરો થઈ ગયો છે. સમય પૂરો થઈ ગયો મતલબ, હવે તેઓ લોકો પર રાજ નથી કરતા. પરંતુ અમુક દેશમાં હજુ પણ રાજા-મહારાજા છે અને એમની અપાર ધન-દોલત જ એમને દુનિયામાં સૌથી ખાસ બનાવે છે. આજે અમે તમને એક એવા જ સુલતાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાની જીવનશૈલીને કારણે આખી દુનિયામાં જાણીતા છે.

આ વખતે ગણતંત્ર દિવસે બ્રુનેઇનાં સુલતાન હસનલ બોલકિયા ભારતના ખાસ મહેમાન બનીને આવ્યા હતા. તમને જણાવી દઈએ કે હસનલ પોતાની રાજાશાહી ઠાઠ-બાઠ અને શાનો-શૌકત માટે આખી દુનિયામાં મશહૂર છે. લોકો એમની રોયલ લાઈફ સ્ટાઈલ જોઈને દંગ રહી જાય છે. એમની દિકરીનાં લગ્ન પણ ખૂબ જ ભવ્ય રહ્યા હતા. આ લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઈ હતી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે સુલતાને પોતાની દિકરીનાં લગ્નમાં 126 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ શાહી લગ્નમાં હાજરી આપવા દુનિયાભરમાંથી 2000 હાઈ પ્રોફાઈલ મહેમાનો આવ્યા હતાં.

તમને જણાવી દઈએ કે, હસનલની દિકરી હઝહ હફીઝાનાં લગ્ન વર્ષ 2012માં થયા હતા. આ ભવ્ય લગ્ન સુલતાનનાં સોનાથી મઢેલા પેલેસ ઈસ્તાના નુરુલ ઇમાનમાં યોજાયા હતા. આ લગ્નમાં સામેલ થવા પડોશી દેશના મુખ્યપ્રધાન અને દુનિયાના શક્તિશાળી લોકો પહોંચ્યા હતા. લગ્નમાં મલેશિયાનાં પૂર્વ પીએમ નજીબ રજક અને થાઇલેન્ડનાં પીએમ શ્રીમતી યિંગલક શિનાવાત્રા પણ સામેલ થયા હતા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, હઝહ હફીઝા સુલતાન અને એમની પત્ની સહેલાનું પાંચમું સંતાન છે. હઝહ હફીઝા અને એનો પતિ બન્ને બ્રુનેઇ સરકારમાં ઘણા મહત્વના પદ પર નિયુક્ત છે. એક ફાઈનાન્સ મિનિસ્ટ્રીમાં અને એક સિવિલ સર્વન્ટ છે. સુલતાને પોતાની લાડલી દિકરીનાં લગ્નમાં પાણીની જેમ પૈસા વાપર્યા હતા. લગ્નમાં 126 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, આ વાતનો ખુલાસો એમના વેડિંગ પ્લાનરે કર્યો હતો. હઝહનાં લગ્નનાં વેડિંગ પ્લાનર માયા કલમાન હતા, જે સ્વાન્ક પ્રોડક્શનનાં ફાઉન્ડર છે. તેઓ ન્યુયોર્કમાં રહે છે. કલમાનનાં કહ્યા મુજબ, લગ્નમાં સામેલ દરેક મહેમાન ઉપર 1000 ડોલર ખર્ચ થયો હતો. લગ્નમાં 20 મિલિયન ડોલર ખર્ચ થયો હતો. આ ફક્ત લગ્નનો ખર્ચ છે. આખા અઠવાડિયા દરમિયાન થયેલ સેલિબ્રેશનમાં અલગથી 15 મિલિયન ડોલર ખર્ચ થયા હતા.

દિકરીનાં પપ્પા ગમે એટલા પૈસાદાર હોય કે રાજા હોય, દિકરીની વિદાય વખતે તો ધ્રુસકેને ધ્રુસકે રડી જ પડે…જે રીતે આપણાં જિયો કિંગ મુકેશભાઈ અંબાણી રડી પડ્યા હતાં. એટલે જ વ્હાલી દિકરીની વિદાય માટે કવિ શ્રી અફઝલે લખ્યું છે કે:

‘દિકરી હવે તું ચાલતી થઈ

જ્યારે તું આવી હતી, ખુશીઓના વાદળો જેમ પથરાણી હતી.

તારુ પહેલું રૂદન અને હસીને બોવ હોંશથી માણી હતી,

હવે આ દુનિયાના નિયમો વચ્ચે જવાબદારી મારી ઉતાવળી થઈ.

દિકરી હવે તો તું ચાલતી થઈ.’

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!