‘વાયેગ્રા’ અને ‘કોકાકોલા’ જેવી વસ્તુંઓને આ કામ માટે બનાવવામાં આવ્યા હતાં. જાણીને તમે દંગ રહી જશો

શું તમે જાણો છો કે જે ચીજવસ્તુઓનો ઉપયોગ આપણે રોજીંદા જીવનમાં કર્યે છીએ, તે ખરેખર કંઈક બીજા કામ માટે બનાવવામાં આવી હતી. જેમ કે વાયેગ્રાનો અસલી ઉપયોગ હૃદય રોગને કન્ટ્રોલ કરવાનો હતો, પરંતુ આજકાલ એનો ઉપયોગ ક્યાં હેતુ માટે થઈ રહ્યો છે, એ તો આપણે બધા જાણીએ જ છીએ. વાયેગ્રાનો અસલી ઉપયોગ જે રીતે આજે બદલાઈ ચુક્યો છે એવી જ રીતે આવી ઘણી વસ્તુઓને કંઈક બીજા ઉદ્દેશ માટે બનાવવામાં આવી હતી, પણ લોકો તેને કંઈક બીજા કામ માટે વાપરવા લાગ્યા. તો ચાલો જોઈએ કે આ લિસ્ટમાં એવી કઈ-કઈ વસ્તુઓ છે કે જેનું સર્જન બીજા કામ માટે થયું હતું અને આજે એનો વપરાશ બદલાઈ ચુક્યો છે.

કોકા કોલા :


આજે કોકા કોલા એક પ્રખ્યાત સોફ્ટ ડ્રિન્ક છે. પણ, તમને જાણીને નવાઈ લાગશે કે કોકા કોલાને બનાવવાનો અસલી ઉદ્દેશ કંઈક અલગ જ હતો. વર્ષ 1886માં ડૉ. જોન પેમ્બર્ટનએ ઘાયલ સૈનિકોનાં ઘાવ પર પેઇન કિલરનાં રૂપમાં ઉપયોગ કરવા માટે કોકા કોલા બનાવી હતી. એ સમયે ‘મોરફીન’ની જગ્યાએ કોકા કોલાનો ઉપયોગ થતો. એ કોકા કોલા ‘કોકાનાં પાંદડા’ અને ‘આલ્કોહોલ’ ભેળવીને બનાવવામાં આવતી, જે આજે સોફ્ટ ડ્રિન્ક બની ગઈ છે.

ઓશીકું :


આપણે બધા આરામથી સુવા માટે ઓશિકાનો ઉપયોગ કર્યે છીએ. પરંતુ, સૂતી વખતે નાક, કાન અને મોઢામાં કીડા-મકોડા ન ઘૂસે એટલે ઓશીકું બનાવવામાં આવ્યું હતું. પ્રાચીન કાળમાં ઇજિપ્તનાં નાગરિકો ઓશિકાનો ઉપયોગ પોતાની જાતને કીડા-મકોડાથી બચાવવા માટે કરતા હતાં. આજકાલ તો ઓશિકાનો વપરાશ પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હોય તો છુટ્ટા ઘા કરવા માટે, ગુસ્સો હોય તો ફાડી નાખવા માટે, આંસુ છુપાવવા માટે અને બાળકોની રમતમાં પણ થવા લાગ્યો છે.

વાયેગ્રા :


વાયેગ્રાનો અસલી ઉપયોગ આજે જે કામ માટે થાય છે એનાથી આપણે સૌ પરિચિત છીએ. પણ, વાયેગ્રાને આ કામ માટે નહીં પરંતુ કંઇક બીજા કામ માટે બનાવવામાં આવ્યું હતું. વાયેગ્રાને સૌથી પહેલા હૃદયની બીમારીનો ઈલાજ અને બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. આજકાલ તો લોકો આડેધડ ઉપયોગ કરવા લાગ્યા છે, જે બિલકુલ ખોટું છે. ખરેખર તો આનાં ઉપયોગ માટે ડોકટરની સલાહ લેવી જોઈએ.

ટાઈ :


ટાઈ કે જે આજકાલ એક ફેશન બની ગઈ છે, ખરેખર પ્રાચીન સમયમાં આનો ઉપયોગ મફલર તરીકે કરવામાં આવતો હતો. પહેલાનાં લોકો ઠંડીથી બચવા માટે ગળામાં ટાઈ પહેરતા. તે સમયમાં રૂમાલની જેમ એનો ઉપયોગ થતો. તો વળી કેટલાક દેશના સૈનિકો પોતાની ઓળખાણ માટે ટાઈ પહેરતા.

ટી શર્ટ :


પહેલાનાં સમયમાં ટી-શર્ટ એક ઈનર ગારમેન્ટ હતું, જેનો ઉપયોગ અમેરિકન આર્મીનાં નેવી સોલ્જર્સ કરતા હતાં. કમ્ફર્ટેબલ હોવાને લીધે ધીરે-ધીરે એનો ઉપયોગ વધ્યો અને લોકો શર્ટની જગ્યાએ ટી-શર્ટ પહેરવા લાગ્યા.

હાઈ હિલ્સ :


હાઈ હિલ્સ આજે એક ફેશન છે. પણ, પહેલા હાઈ હિલ્સનો ઉપયોગ માત્ર સૈનિકો દ્વારા જ કરવામાં આવતો. હાઈ હિલ્સ પહેરીને તેઓ એક જગ્યા પર સ્ટેબલ (સ્થિર) થવાની ટ્રેનિંગ લેતા. આમ કરવાથી તેઓ ઘોડા પર બેસીને નિશાનો સાધવામાં સક્ષમ થતા. મતલબ, બેલેન્સ પ્રેક્ટિસ માટે ઉંચી એડીનાં પગરખાનો ઉપયોગ થતો. આજે તો હાઈ હિલ્સને કારણે બહેનોનું બેલેન્સ જ બગડી ગયું છે.

ટી બેગ્સ :


ટી બેગ્સનો ઉપયોગ આજકાલ સામાન્ય થઈ ગયો છે. ટી બેગ્સનાં ઉપયોગથી કોઈપણ જગ્યાએ સરળતાથી ચા બનાવી શકાય. પણ, ન્યુયોર્કનાં થોમસ સુલીવનએ ચા ને અલગ રીતે વેચવા માટે ટી બેગ્સ બનાવ્યા હતાં. એમનું માનવું એવું હતું કે, લોકોને એક કપ ચા માટે એક ટી બેગ આપવી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ મજેદાર પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!