બોલીવુડ ફિલ્મોથી અભિનયના શ્રીગણેશ કરનાર આ સિતારાઓ આજે નાના પડદે રાજ કરે છે

એક્ટિંગ ની દુનિયામાં પગ મુકનાર નો મુખ્ય ગોલ બોલીવૂડ જ હોઈ છે. તેઓ બોલીવૂડ માં જગ્યા બનાવવા માટે વર્ષો સુધી ઘણી મહેનત કરે છે. તે ઇન્ડસ્ટ્રીઝમાં આવવા માટે દરેક શક્ય રસ્તા અપનાવે છે. જોકે, લોકો નાના પરદા પરથી મોટા મોટા પરદા પર જતા હોઈ છે જેમ કે, સુશાંત સિંહ રાજપૂત અને મોની રોય. પરંતુ ઘણા એક્ટર એવા છે જેમને ઉલટું કર્યું છે આ એક્ટરોએ શરૂઆત તો મોટા પરદા પર કરી પરંતુ સમયે તેમને નાના પરદા ના સ્ટાર બનાવી દીધા. આ લીસ્ટ માં ટી.વી ઇન્ડસ્ટ્રીઝ ના ઘણા પ્રખ્યાત નામ છે. ફિલ્મો થી તેમના ભવિષ્ય ની શરૂઆત કરનાર આ સિતારા આજે ટીવી પર રાજ કરે છે. આજે અમે તમને આવા જ સિતારાઓ વિષે બતાવા જઈ રહ્યા છીએ જેમને શરૂઆત તો મોટા પરદા પર કરી પરંતુ તેમને નામના નાના પરદા થી મળી.

આસિફ શેખ

આસિફ શેખે તેમના કરીઅરની શરૂઆત ફિલ્મ ‘યારા દિલદારા’ થી કરી હતી. ત્યાર પછી તેઓ ‘કરણ અર્જુન’, ‘હસીના માન જાયેગી’ જેવી ફિલ્મોમાં નજરે ચડ્યા હતા. પરંતુ પહેચાન તેમને ટીવી ચેનલ ની સીરીઅલ ‘ભાભીજી ઘર પર હૈ’ માં ‘વિભૂતિ નારાયણ મિશ્રા’ થી જ મળી.

અપૂર્વ અગ્નિહોત્રી

અપૂર્વ અગ્નિહોત્રી નાના-પરદા નું જાણીતું નામ છે. જોકે, ‘પરદેશ’, ‘પ્યાર કોઈ ખેલ નહી’ અને ”કસુર’ જેવી ફિલ્મોમાં કામ કરવા છતાં તેમનો સિક્કો ના હાલ્યો. તેમને નામના તો ‘જસ્સી જેસી કોઈ નહી’ માં રીડ રોલ કરીને જ મળી.

નકુલ મેહતા

ફ્લોપ ફિલ્મ ‘હાલ એ દિલ’ થી તેમના કરીઅરની શરૂઆત કરનાર નકુલ મેહતા ને પહેચાન ટીવી શો ‘પ્યાર કા દર્દ હે મીઠા-મીઠા પ્યારા પ્યારા’ થી મળી. આ સીરીઅલ ના સહારે આજે ઘરે ઘરે ફેમસ છે.

રોનિત રોય

રોનિત રોયનું નામ આજે ટીવી ના સૌથી વધુ જાણીતા સિતારામાં થી એક છે. તેમને શરૂઆતમાં એક જ નહિ પણ ઘણીબધી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેમને સફળતા ન મળવાથી ટીવી તરફ વળી ગયો. ત્યાર બાદ તેમને ‘કસોટી જીંદગી કી’ માં ‘મિસ્ટર બજાજ’ નો રોલ મળ્યો જેથી તેમની જિંદગી બદલી ગઈ. આજ રોનિત ટીવી ઇન્ડસ્ટ્રીઝ નો અમિતાભ બચ્ચન કહેવાય છે.

વત્સલ સેઢ

‘ટાર્જન ધ વન્ડર કાર’ થી પોતાના કરિયર ની શરૂઆત કરનાર વત્સલ શેઠ આજે ટીવી ના સ્ટાર છે. ફિલ્મ ફ્લોપ હોવાથી તેમને ટીવી સીરીઅલ ‘એક હસીના થી’ માં કામ કર્યું. આ સીરીઅલ હીટ થઇ અને તે બધાના ફેવરેટ બની ગયા.

દિલીપ જોશી

દિલીપ જોશીને આજ ઘરે ઘરે લોકો ‘જેઠાલાલ’ ના નામથી ઓળખે છે. શરૂઆતના દિવસોમાં તે સલમાન ખાન સાથે ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’ અને થોડી બીજી નાની મોટી ફિલ્મોમાં નજર આવ્યા હતા પરંતુ ઓળખાણ તો તેમને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ થી જ મળી.

રૂપાલી ગાંગુલી

‘અંગારા’ અને ‘દો આંખે બહાર હાથ’ જેવી ફિલ્મોમાં કામ કરનાર રૂપાલી ગાંગુલી ને ઓળખાણ ટીવી શો ‘સારાભાઇ વર્સેસ સારાભાઇ’ થી મળી.

શેખર સુમન

શેખર સુમને તેમના શરૂઆતના દિવસોમાં અમુક ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ સફળતા ન મળવાથી તે નાના પરદા પર તેમની કિસ્મત અજમાવવા આવ્યા. સીરીઅલ ‘દેખ ભાઈ દેખ’ એ તેમને ઘર ઘરમાં ઓળખાણ અપાવી દીધી. તે ફિલ્મ સ્ટાર માંથી ટીવી સ્ટાર બની ગયા.

રૂસલાન મુમતાજ

આ લીસ્ટમાં આગલું નામ આવે છે રૂસલાન મુમતાજ  નું ફિલ્મ ‘MP3- મેરા પહેલા પ્યાર’ થી પોતાના ફિલ્મ કરિયર ની શરૂઆત કરનાર રૂસલાન ને પહેચાન ટીવી શો ‘કહતા હૈ દિલ જીલે જરા’ થી મળી.

સનાયા ઈરાની

અમે તમને જણાવી દઈએ કે ૨૦૦૬ માં ‘ફના’ ફિલ્મ થી મોટા પડદે પોતાનું કેરિયર ચાલુ કરનાર સયાના ૨૦૦૭ થી ટીવી સીરીયલ ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’ માં નજરે ચડી અને ફેમસ બની ગઈ.

રોહન મેહરા

૨૦૧૩ માં આવેલી ફિલ્મ ‘સિક્સટીન’ માં રોહન ને લોકોએ જોયેલો. ત્યાર પછી એક બે ફિલ્મ માં આવેલો પણ કઈ ખાસ લોકોએ નોંધ લીધેલી નહિ. ૨૦૧૫ માં ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં કામ કરવાનું થયું અને એ સીરીયલ થી એ નાના પડદે સ્ટાર બની ગયો.

રશ્મી દેસાઈ

વર્ષ ૨૦૦૬ માં ‘યે લમ્હે જુદાઈ કે’ નામથી સાવ ફ્લોપ ફિલ્મ થી કેરિયર ની શરૂઆત કરનાર રશ્મી દેસાઈ આજે ટીવી માં ખુબ જ લોકપ્રિય એક્ટ્રેસ છે. કલર્સ ના ટીવી શો ‘ઉતરણ’ મળ્યો અને જેમાં ‘તપસ્યા’ નો લોકપ્રિય કિરદાર નીભાવેલો.

તો મિત્રો, આ બધામાં તમારા ફેવરીટ કોણ હતા એ કોમેન્ટ કરવાનું ચૂકશો નહિ.

Leave a Reply

error: Content is protected !!