આ છે દુનિયાની 10 સૌથી ખૂબસૂરત મહિલાઓ, તસવીરો જોઈને ચકિત થઈ જ જશો

કહેવાય છે ને કે સુંદરતાની કોઈ વ્યાખ્યા નથી હોતી, એ તો એવી વસ્તું છે કે જેને આપણે મહેસૂસ કરી શકીએ અથવા કહો કે જેને જોતા જ એવું લાગે કે આનાથી વધુ સુંદર તો કશું હોય જ ન શકે. તમે પેલી કહેવત તો સાંભળી હશે કે, એવા કોઈ માપક-સાધનો નથી કે જેનાથી સુંદરતા માપી શકાય. અલગ-અલગ વ્યક્તિ અલગ-અલગ રીતે સુંદરતાની વ્યાખ્યા કરતા હોય છે. આજે અમે તમને 10 એવી મહિલાઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ કે જેને દુનિયાના મોટાભાગના લોકોએ સૌથી સુંદર મહિલાનું બિરૂદ આપ્યું છે. આ મહિલાઓને વર્ષ 2016ની સૌથી ખૂબસૂરત મહિલાઓ માનવામાં આવે છે.

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલાઓ :

આમ તો દુનિયામાં ખૂબસૂરતીની કોઈ કમી નથી. જો વાત કરીએ ખૂબસૂરત છોકરીઓ અથવા મહિલાઓની તો આજે અમે તમને દુનિયાની ટોપ-10 ખૂબસૂરત મહિલાઓનાં નામ જણાવીશું. તો ચાલો જાણીએ…

(1) મોનિકા બલૂચી :


મોનિકા બલુચી એક હોલીવુડ અભિનેત્રી છે, જે ખૂબસૂરતીની બાબતમાં અવ્વલ નંબરે છે. તેણીને તમે જેમ્સ બોન્ડ સીરીઝની ફિલ્મોમાં ઘણી વખત જોઈ હશે. મોનિકા પોતાની કામણગારી અદાઓને લીધે ફક્ત હોલીવુડમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકપ્રિય છે.

(2) મિલા કુનિસ :


સુંદરતાની દ્રષ્ટિએ મિલા કુનિસે આખી દુનિયામાં બીજો નંબર મેળવ્યો છે. મિલાએ હોલીવુડમાં પોતાની એક્ટિંગ અને ખૂબસૂરતીને કારણે ખૂબ સારી ઓળખાણ ઉભી કરી છે. તેણી એક અમેરિકન એક્ટ્રેસ છે. ‘ધી બુક્સ ઓફ એલી’ અને ‘બેડ મોમ’ જેવી ફિલ્મોમાં તેણી જોવા મળી હતી.

(3) એન્જેલીના જોલી :


હોલીવુડની એન્જેલીના જોલી ભારતમાં સૌથી વધુ ફેમસ અભિનેત્રી છે. જોકે એન્જેલીના હવે ફિલ્મોથી દૂર છે પરંતુ જ્યારે પણ સુંદરતાની વાત કરવામાં આવે ત્યારે તેણીનું નામ ચોક્કસ આવે છે. તેણી ખૂબસૂરત હોવાની સાથોસાથ ફિલ્મ ડાયરેક્ટર પણ છે. ફિલ્મ ‘ગોન ઇન 60 સેકન્ડ’માં તમે એને જોઈ હશે.

(4) લિમા વિક્ટોરિયા :


બ્રાઝીલની રહેવાસી એડરીઆના લિમા વિક્ટોરિયા સિક્રેટ એન્જલ રોલ માટે જાણીતી છે. તમને જણાવી દઈએ કે લિમા સૌથી વધુ ફી લેનાર મોડલ્સમાંની એક છે.

(5) એમિલિયા ક્લાર્કે :


29 વર્ષીય એમિલિયા ક્લાર્કે દુનિયાભરમાં પોતાની કાતિલ અદાઓને લીધે મશહૂર છે. તેણીની ફેન્સ ફોલોઈંગ ખૂબ વધારે છે. એમિલિયાને તમે ‘ગેમ ઓફ થ્રોન્સ’ નામની હોલીવુડ ફિલ્મમાં જોઈ હશે.

(6) એશ્વર્યા રાય બચ્ચન :


જ્યારે વાત આવે આખી દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલાઓની, તો ભારતની એશ્વર્યા રાય બચ્ચન કેમ ભુલાય? ભારતની ખૂબસૂરત અભિનેત્રીઓમાં એશ્વર્યાનું નામ સૌથી મોખરે છે.

(7) પ્રિયંકા ચોપડા :


પ્રિયંકા ચોપડાએ ભારત ઉપરાંત આખી દુનિયામાં પોતાની સુંદરતા અને અભિનયનો જાદુ કર્યો છે. પ્રિયંકા ચોપડાને વિશ્વ સુંદરીનો ખિતાબ મળી ચુક્યો છે.

(8) પીનેલોપે ક્રુઝ :


પીનેલોપે ક્રુઝ પોતાની સુંદરતાને લીધે જાણીતી છે, જે તમે એના ફોટોમાં જોઈ શકો છો. તેણી એક સ્પેનિશ એક્ટ્રેસ છે. ‘પાઈરેટ્સ ઓફ કેરેબિયન’ ફિલ્મમાં તમે એને જોઈ હશે.

(9) કિવી સ્ટેલા મેક્સવેલ :


હોલિવુડ મોડલ કિવી સ્ટેલા મેક્સવેલને દુનિયામાં સૌથી ખૂબસૂરત માનવામાં આવે છે. પરંતુ આ ખૂબસૂરત દુનિયામાં કોઈ એકને સુંદર કે હોટ કહેવું મુશ્કેલ હોય છે. મેક્સીમ મેગેઝીન પ્રમાણે સ્ટેલા દુનિયાની સૌથી હોટેસ્ટ લેડી છે.

(10) કૈલી હેજલ :

મનમોહક હુસ્નની મલિકા અને હોલીવુડ એક્ટ્રેસ કૈલી હેજલના હુસ્નને જોઈને આંખો હટતી જ નથી. અચાનક ફિલ્મોમાંથી ગાયબ થઈ ગયેલ કૈલી હેજલ હોટ હસીના છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!