માત્ર 13 વર્ષની પ્રિયંકાએ રોબર્ટ વાડ્રાને કર્યુ હતું પ્રપોઝ – આ રહ્યો પ્રિયંકાનો આખો ખુલાસો

લોકસભા 2019ની ચૂંટણી પહેલા જ કોંગ્રેસે એક મહત્વનો પાસો ફેંકયો છે. ઇન્દિરા ગાંધીની પૌત્રી અને અદલ તેમના જેવી જ દેખાતો પ્રિયંકા ગાંધી પ્રત્યે લોકોની અપહરણ અપેક્ષા છે. આ વાતને સમજી ગયેલી કોંગ્રેસે હવે પ્રિયંકા ગાંધીના રાજકીય પ્રવેશની જાહેરાત કરી છે. પક્ષના જનરલ સેક્રેટરી પદે નિયુક્ત થયેલી પ્રિયંકા ગાંધીની જિંદગી હંમેશા લોકો માટે આકર્ષણનું કારણ બની છે. બહુ જૂજ લોકોને ખબર હશે કે પ્રિયંકા ગાંધીએ તેમના પતિ રોબર્ટ વાડ્રાને 13 વર્ષની ઉંમરે પ્રપોઝ કર્યુ હતું. આજના આ લેખમાં પ્રિયંકા ગાંધી સાથે સંકળાયેલી આ રસપ્રદ વાતો શેર કરીશું.

મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી રોબર્ટ અને પ્રિયંકા એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. બંને રોબર્ટનો બહેન મિશેલ વાડ્રા થકી સંપર્કમાં આવ્યા હતા.
રાજકારણમાં સક્રિય ન હોવા છતાં પ્રિયંકા ગાંધી અંગત જિંદગી ને લઇને અવારનવાર સમાચારોમાં ઝળક્યા રહે છે. ખાસ કરીને પતિ રોબર્ટ વાડ્રા ને લઇને ચર્ચામાં રહેતી પ્રિયંકા ગાંધીની લવ લાઇફ પણ ઘણી રસપ્રદ છે. થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ પોતાની અંગત જિંદગી વિશે ખુલ્લા મને વાત કરી હતી. જેમાં પતિ રોબર્ટ વાડ્રા સાથેની પ્રથમ મુલાકાતથી લઇને લગ્ન સુધીની રોચક વાતો જણાવી હતી.

13 વર્ષની ઉંમરે રોબર્ટ સાથે થઇ હતી પ્રથમ મુલાકાત :

જ્યારે પ્રિયંકા માત્ર 13 વર્ષની હતી ત્યારે રોબર્ટ સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. પ્રિયંકાને પ્રથમ નજરે જ રોબર્ટ સાથે પ્રેમ થઇ ગયો હતો અને પ્રિયંકાએ જ રોબર્ટ સમક્ષ મૈત્રીની દરખાસ્ત મૂકી હતી. જો રોબર્ટે તે સમયે ખાસ રસ દાખવ્યો ન હતો. પરંતુ પ્રિયંકાએ પણ હાર માનવાને બદલે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને રોબર્ટ સાથે વાતચીત કરવાની એક પણ તક જતી કરતી ન હતી. પ્રિયંકાને રોબર્ટ એટલી હદ ગમી ગયો હતો કે તે રોબર્ટ સાથે વાતચીત કરવાના અલગ અલગ બહાના શોધતી રહેતી.

ધીરે ધીરે મુલાકાત પ્રેમમાં પરિણમી:

પ્રિયંકાએ રોબર્ટ સાથે મુલાકાતનો દૌર યથાવત રાખ્યો અને પ્રિયંકાને લઇને રોબર્ટનો દ્રષ્ટિકોણ પણ ધીરે ધીરે બદલાવવા લાગ્યો. મહત્વની વાત તો એ છે કે રોબર્ટ તે સમયે કોઇ પણ યુવતીને ભાવ આપતા ન હતા અને પ્રિયંકાનો પણ આમા સમાવેશ થાય છે. પરંતુ પ્રિયંકાને રોબર્ટનો સ્વભાવ ગમ્યો અને પછી અવારનવાર થતી મુલાકાતેનો સીલસીલો પ્રેમમાં પરિણમ્યો. પ્રિયંકાના જણાવ્યા અનુસાર, રોબર્ટનું દિલ સાફ હતું અને એટલે જ તેમનો સ્વભાવ સ્પર્શી ગયો હતો.

બન્નેના સંબંધ વચ્ચે ‘લંબી જુદાઇ’ પણ આવી :


ઇન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધીની હત્યા થઈ અને આ ઘટના પછી બંને વચ્ચે અંતરનું પ્રમાણ વધી ગયું હતું. આ બંને ઘટનાઓ પછી સુરક્ષાના કારણોસર પ્રિયંકાનો અભ્યાસ ઘરમાં જ શરૂ થયો અને તેને લીધે રોબર્ટે મળવું લગભગ બંધ થઈ ગયું હતું. એવામાં એક દિવસ ખુદ રોબર્ટ એક કોમન મિત્રની મદદથી પ્રિયંકાના ઘરે આવે છે અને આ પછી બંને વચ્ચેના લાંબા અંતરનો પણ અંત આવે છે. રોબર્ટ અને પ્રિયંકાના લગ્ન 1977માં થયા હતા જ્યારે પ્રિયંકાની ઉંમર 20 અને રોબર્ટનો ઉંમર 22 વર્ષની હતી.

Leave a Reply

error: Content is protected !!