બરોડા નજીક ઈમેજીકાને ટક્કર મારતો વન્ડરલેન્ડ થીમ પાર્ક, ક્લિક કરી વાંચો કઈ રીતે સસ્તી ટીકીટ મળશે

મિત્રો વેકેશનના સમયમાં જયારે આપણે ફેમેલી સાથે અને એમાં પણ સાથે નાના બાળકો હોઈ એટલે એકાદ ફનવર્ડમાં તો જવું જ પડે. નાના બાળકોની સાચી મજા ફનવર્ડમાં અને મોટી મોટી રાઇડ્સમાં જ છે. વાત કરીએ જયારે એડવેન્ચર રાઇડ્સની તો પહેલા લગભગ ગુજરાતમાં આ પ્રકારની રાઇડ્સ હતી નહિ એટલે ગુજરાત બહાર જવું પડતું. પણ હવે આવી એડવેન્ચર રાઇડ્સની મજા લેવા બહાર જવાની બિલકુલ જરૂર નથી.

તમને બતાવી દઈએ કે હવે ગુજરાતમાં આ પ્રકારનો એડવેન્ચર પાર્ક તૈયાર થઇ ગયો છે. બરોડા નજીક આવેલ આજવા પાર્કમાં આ પાર્ક તૈયાર થઇ ચુક્યો છે. એક માહિતી મુજબ તેનો અંદાજે ખર્ચ 120 કરોડની આસપાસ થયેલો હોવાનું જાણવા મળે છે.

 

મિત્રો વાત કરીએ પાર્કની વિશાળતાની તો જાણવા મળ્યું છે કે આ પાર્ક લગભગ 75થી 80 એકર જમીનમાં પથરાયેલો છે, જયારે રાઇડ્સ લગભગ 40થી પણ વધુ છે. અને બધી જ રાઇડ્સ ખુબ જ રસપ્રદ છે. એકવાર પાર્કમાં ગયા પછી દરેકને બધી જ રાઇડ્સમાં જવાની ઈચ્છા થાય એટલી જોરદાર રાઇડ્સ છે.

 

 

 

આ પાર્કમાં બાળકોને વધુ ગમે તેવી થીમો વધુ રાખવામાં આવી છે. તમે જાણો જ છો કે આ પ્રકારના પાર્કમાં જવા બાળકો ખુબ જ રસ ધરાવતા હોય છે તેથી બાળકોના સોખને ધ્યાનમાં લઈને અહીં છોટા ભીમ જેવી થીમો પણ મુકવામાં આવી છે. સાથે સાથે ઘણી બધી એડવેન્ચર રાઇડ્સ પણ મુકવામાં આવી છે. તથા નાના બાળકો માટે પણ અલગ જ કિડ્સ રાઇડ્સ પણ છે જેમાં બાળકો વધુ આનંદ માની શકે.

આ પાર્ક કોઈ એક વ્યક્તિનો કે પર્સનલ પાર્ક નથી, આ પાર્કના નિર્માણમાં વડોદરા મહાનગરપાલિકા નો અને  પ્રવાસન નિગમનો પૂરેપૂરો સાથ સહકાર છે અને તેના સહકારથી જ આ પાર્ક બનાવવામાં આવ્યો છે, તેથી આ પાર્કની તમામ આવકો વડોદરા મહાનગર પાલિકા ને આધીન રહેશે.

મહત્વની વાત એ છે કે આ પાર્કની ટીકીટ માત્ર 70થી 1500 સુધી હશે જે બધા એડવેન્ચર પાર્કની સરખામણીએ સૌથી ઓછી કહેવાય. અહિયાં બેટિંગની સુવિધા પણ રાખવામાં આવી છે અને તે પણ સૌથી ઓછા ચાર્જ પર હશે. જેથી વધુમાં વધુ લોકો બોટિંગ કરી શકે અને સરખો આનંદ માણી શકે…

 

Leave a Reply

error: Content is protected !!