પિતાનો શ્વાસ અટકતા જ પુત્રએ કર્યા ‘મહાકાલ’ ને યાદ પછી જે થયું તેના પર કોઈ વિશ્વાસ નહીં કરી શકે

મૃત્યુ મનુષ્યની જિંદગીનું એક કડવું સત્ય છે જેમાં માનો કે ન માનો છતાં એક દિવસ વિશ્વાસ કરવો જ પડે છે. તમે અત્યાર સુધીમાં અનેક ઘટનાઓ અને મોત વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે કોઈ મરેલી વ્યક્તિને ફરીથી જીવતી થતી જોઈ છે ? આજે અમે તમને એક એવી જ સત્ય ઘટના વિશે જણાવીશું, જેને સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.

આ ઘટના એક ખાનગી હોસ્પિટલની છે જ્યાં થોડા દિવસો પહેલા એક બિઝનેસમેન એક ખંડવાની એક હોસ્પિટલના ડોક્ટરે મૃત જાહેર કરી દીધા. તેમનો શ્વાસ બંધ થઈ ગયો હતો અને વેન્ટીલેટર પર પણ તેમના ધબકારા બંધ થઈ ચૂક્યા હતા. જેને લીધે તે વ્યક્તિને મૃત સમજીના મૃતદેહને ખંડવાના સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહયો હતો.

બિઝનેસમેનનું મોતનો આઘાત પરિવાર માટે અસહ્ય હતો. એવામાં જ્યારે પુત્રને પોતાના પિતાના મોતની ખબર પડી તો તે તે પણ આઘાતમાં સરી પડ્યો અને મહાકાલનું સ્મરણ કરવા લાગ્યો. મહાકાલને યાદ કરતાં જ થોડીવારમાં જ તેના પિતાના શ્વાસ ફરી ચાલવા લાગ્યા.આ દ્રશ્ય નિહાળીને પરિવારે ડ્રાઇવરની મદદથી તેમને તુરંત જ ખેડીઘાટની દાદાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

ત્યાંના ડોક્ટરોએ દર્દીની તપાસ કરી તો તેનામાં જીવ હોવાનું માલૂમ પડ્યું અને તેથી તરત જ ફરીથી આઈસીયુમાં દાખલ કરી દીધા. જોત જોતામાં જ સાંજ થઈ ગઈ અને દર્દીની સ્થિતિમાં સુધારો આવવા લાગ્યો. જે પરિવારની ખુશીઓ સવારે માતમમાં પલ્ટાઇ ગઈ હતી ત્યાં સાંજે ફરીથી ખુશીનો માહોલ જોવા મળ્યો.

લંગ ઈન્ફેક્શનથી પીડાતા ઉદ્યોગપતિ અશોક અગ્રવાલને ઇન્દોરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પંદર દિવસ સુધી તેમની હાલતમાં કોઈ સુધારો દેખાતો ન હતો. જ્યારે ડોક્ટરે તેમને વેન્ટિલેટર ઉપર રાખ્યા ત્યારે પલ્સ વારંવાર ગાયબ થતી જોવા મળી. બાદમાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા.

જાણકારી અનુસાર અશોક અગ્રવાલ અગ્રસેન સમિતિના અધ્યક્ષ અને ખંડવા મંડી ક્રેતા વિક્રેતા સંઘના અધ્યક્ષ તથા નયન એગ્રોના સંચાલક છે જ્યારે તેમની પલ્સ જતી દેખાય તો ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા. જેની જાણ થતાં જ સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયું અને તમામ મિત્રો અને સંબંધીઓને તેમની સ્મશાન યાત્રાની જાણ કરી દેવામાં આવી.

પરિવારએ અશોક અગ્રવાલની અંતિમ યાત્રા માટે 13 જાન્યુઆરીને રવિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન શાંતિનિકેતન કોલોની, ઈન્દોર રોડથી રાજા હરિશ્ચંદ્ર મુક્તિધામ લઈ જવાની વાત તમામ સંબંધીઓને જણાવી દીધી. પરંતુ સાંજે અચાનક તેમને તેઓ જીવતા હોવાની જાણ થઈ.

બીજી બાજુ પુત્ર અમિત અગ્રવાલ એક અપીલ કરતા જણાવ્યું કે મારા પિતાની તબિયત હવે એકદમ સ્વસ્થ છે. પરંતુ સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેથી તમામને અનુરોધ કરું છું કે કોઈ ખોટી અફવા ન ફેલાવો.

Leave a Reply

error: Content is protected !!