બાજીગર ફિલ્મને 25 વર્ષ પુરા, શાહરૂખ ખાનને નહિ પણ આ એક્ટરને મળ્યો હતો રોલ

શારૂખ ખાનને લોકોનો ઘણો પ્રેમ મળ્યો અને તેમજ લોકોએ તેમને ઘણા નામ પણ આપ્યા છે જેમ કે, કિંગ ખાન, રોમાંસ કિંગ, બાદશાહ અને બાજીગર. આ બે નામ શાહરૂખના ફિલ્મોના નામ પરથી મળ્યા હતા જેમાં ફિલ્મ બજીગરને આજે 25  વર્ષ પુરા થાય ચુક્યા છે. આ એવી પહેલી ફિલ્મ છે જેમાં કોઈ હીરો જ વિલનના રોલમાં હતો. કાજોલ, શિલ્પા, અને શાહરૂખ ની થ્રીલર એક્શન ફિલ્મ ખાલી ભારતમાં જ નહિ પ્રાંતિ પૂરી દુનિયાને ખુબ જ પસંદ આવી હતી. આ ફિલ્મને આજે 25 વર્ષ પુરા થઇ ગયા છે. તો ચાલોજનીયે આ ફિલ્મ સાથે જોડાયેલ અમુક ખાસ કિસ્સાઓ.

શાહરૂખ ખાને બદલી હીરોની પરિભાષા

ડર અને બાજીગર જેવી ફિલ્મોએ જ શાહરૂખ ખાનને શોહરત ની બુલંદીઓ પર પહોચાડ્યો હતો. અને આ ફિલ્મોમાં કામ કરીને શાહરૂખ ખાને હીરોની પરિભાષા બદલી હતી. ફિલ્મ બાજીગર દ્રારા લોકોને એવો હીરો મળ્યો તો જે વિલન થી ઓછો નહોતો. તે ક્યારેક હિરોઈન સાથે પ્રેમ કરે અને ક્યારેક હિરોઈનની હત્યા પણ કરી નાખતો હતો. તે સમય સુધી લોકો માત્ર નાયક સમજતા હતા એ જ હીરો જે છોકરીયોને ગુંડા થી બચાવે અને તેમની રક્ષા કરે.

બાજીગરમાં શાહરૂખ ખાનનો રોલ ગ્રે સેડ માં હતો તેનો રોલ કદાચ બધાના સમજવામાં નહિ આવ્યો હોઈ અને કદાચ આ કારણથી જ અનીલ કપૂર અને સલમાન ખાન જેવા સિતારા પણ આ ફિલ્મ કરવાની ના પાડી હશે. આ ફિલ્મના નિર્દેશક અબ્બાસ મસ્તાન હતા. તેમને જયારે કોઈ વિકલ્પ ના મળ્યો ત્યારે તેમને આ ફિલ્મ શાહરુખને ઓફર કરી અને હા એ કહેવું પણ ખોટું નથી કે શાહરૂખે તેમને જરાય નિરાશ ન કર્યા અને રોલ નિભાવ્યો.

રોકાઈ ગઈ હતી ફિલ્મ

અબ્બાસ મસ્તાને આ ફિલ્મ સાથે જોડાયેલ ખુબ ખાસ વાત જણાવી હતી. અને જણાવ્યું હતું કે બાજીગર ફિલ્મ બનાવવી સહેલું નોતુ. ખરેખર આ ફિલ્મનું મુહુર્ત 1992માં નીકળ્યું હતું અને શૂટિંગ શરુ થવાનું જ હતું પરંતુ શૂટિંગ પહેલા 6 ડીસેમ્બરે બાબરી મસ્જીદ વિધ્વંશ પછી દેશના ઘણા ભાગોમાં તોફાનો થયા અને તોફાનો ચાલતા હોવાથી ફિલ્મનું કામ રોકાય ગયું હતું.

તો બદલી જાત અંત

થોડોક સમય રોકાયા બાદ માર્ચ મહિનામાં એવ વાર ફરી શરૂઆત થઇ જુન સુધીમાં કામ પૂર્ણ થયું અને દિવાળી ના સમયે આ ફિલ્મ રીલીઝ કરવાનો નિર્ણય કર્યો. આ ફિલ્મમાં રોચક વાત એ પણ છે કે શાહરૂખ ખાનની માં બનનાર વ્યક્તિ રાખી ફિલ્મના અંતમાં કાંઈક અલગ જ ચાહતી હતી.

આ અંત ઈચ્છતી હતી રાખી

ખરેખરમાં ફિલ્મના અંતે શાહરુખના કિરદારનું મૃત્યુ થઇ જાય છે. રાખીનું એવું કહેવું હતુ કે ફિલ્મ નો અંત આવો ન હોવો જોઈએ. દર્શકો તેમને પસંદ નહિ કરે. ઘણા બધા લોકોનું પણ એવું માનવું હતું કે નાયક નું જ મૃત્યુ ન થવું જોઈએ. તેના બદલે પોલીસ આવે અને તેને ગિરફ્તાર કરીને લઇ જાય.

બેસ્ટ થ્રીલર બની બાજીગર

ત્યારે અબ્બાસ મસ્તાને ફિલ્મના બે અંત અજમાવ્યા. જયારે તે ગિરફ્તાર વાળો સીન કરતા હતા ત્યારે તેમને એવું લાગ્યું કે તેમનું હીરોનું કરેક્ટર એવું નથી આવતું જેવું હોવું જોઈએ ત્યારબાદ તેમને એ જ સીન રાખ્યો જે તેમને સારો લાગ્યો. અહી અબ્બાસ મસ્તાન નો અંદાજ સાચો પડ્યો અને શાહરૂખ ખાનના કીરદારના મોતે આ ફિલ્મને જબરદસ્ત હિત બનાવ્યું.આ ફિલ્મને 25 વર્ષ થઇ ચુક્યા છે પરંતુ આજે પણ આ ફિલ્મ બોલીવૂડની બેસ્ટ થ્રીલર ફિલ્મોમાંથી એક છે.

Leave a Reply

error: Content is protected !!