મોઢામાંથી ગંદી સ્મેલ આવતી હોય ત્યારે ઉપયોગી થશે આ ઘરગથ્થુ ઉપચાર

મોર્ડન જમાનામાં બધા પોતાને પરફેક્ટ જ રાખવા માંગે છે. પરફેક્ટ રહેવા માટે લોકો રાત દિવસ મહેનત કરે છે. સારું સારું ખાય છે સારા સારા કપડા પહેરે છે અને બીજુ ઘણુબધુ કરે છે. એટલે કે પરફેક્ટ રહેવા માટે આપણે નાની નાની બધી વસ્તુ પર ધ્યાન આપવું પડે છે. પરંતુ ઘણીવાર આપણી નાની ભૂલ પણ આપણને શરમિંદા થવા મજબુર કરે છે. ઘણા લોકો ભાગદોડ વાળી આ જિંદગીમાં દાંતોની સફાઈ પર વધુ ધ્યાન આપતા નથી તેથી આપણે કરેલી તમામ મહેનત પાણી માં જાય છે. તો ચાલો જાણી લઈએ અમારા આજના લેખમાં તમારા માટે શું ખાસ છે…

તમને ખબર જ છે દાંતોની સરખી સફાઈ ન કરીએ તો મોઢામાંથી વાસ આવવા લાગે છે અને તેથી તમારે વધુ શરમિંદા થવું પડે છે. મોઢામાંથી વાસ આવવાથી તમે બીજા સાથે વાત કરવામાં શરમિંદા અનુભવશો. એટલું જ નહિ પણ જો લોકોને ખબર પડી જાય તો તમારી સાથે વાત કરવાનું પણ નહિ કરે. એવામાં તમે તમારો આત્મવિશ્વાસ પણ ખોઈ બેસો છો. તેથી આજ અમે તમને મોઢાની વાસ દુર કરવા માટે અમુક ઘરગથ્થું ઉપાયો વિષે જણાવશું. જેની મદદથી તમને આ સમસ્યા થી રાહત મળી રહે છે.

ઘણીવાર વાસ આવવાનું કારણ તમે ખાધેલ ડુંગરી પણ હોઈ શકે છે. પરંતુ ઘણા બીજા કારણ પણ છે. દાંતોની સારી સફાઈ ન કરવાથી ખાવાનું દાંતોમાં ફસાય જાય છે તેના કરને પણ મોઢામાંથી વાસ આવવા લાગે છે. તેના સિવાય દાંતોમાં પાયોરીયા પણ લાગી જાય છે, તો પણ તમારે  મોઢાની વાસનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે મોઢાની વાસ THથી છુટકારો કેવી રીતે મેળવવો

મીઠાની અને તેલની માલીશ કરવી

જો તમારા મોઢામાંથી વાસ આવતી હોય કે પછી દાંતોમાં દુખાવો થતો હોય તો તેના માટે તમે થુદુક મીઠું લઇ તેમાં સર્સોનું તેલ ભેળવીને દાંતોની માલીશ કરો. હા, તમારે આંગળીઓ થી દાંતોની માલીસ કરવાની છે. માલીશ બિલકુલ બ્રશ ની જેમ જ કરવાની છે અને પાંચ મિનીટ પછી તેને ધોઈ નાખો.

ફટકડી અને હળદળ

જો તમને મોઢાની વાસની સમસ્યા છે, તો તમારા માટે ફટકડી અને હળદળ વરદાન સમાન છે. ફટકડી ને આગમાં થોડી ગરમ કરીને તેનો ભુક્કો કરી નાખો જયારે તે ભુક્કો થઇ જાય ત્યારે તેમાં થોડી હળદર નાખીને દાંતોની માલીશ કરો. આ ચૂર્ણનો તમારે રોજ સવાર સાંજ ઉપયોગ કરો. આવું કરવાથી મોઢાની વાસ દુર થશે અને દાંતના અન્ય દુખાવા પણ દુર થશે.

તુલસીના પાંદ

તમે મોઢાની વાસથી સખ્ખત પરેશાન છો તો તમારા માટે તુલસીના પાન ખુબ જ ઉપયોગી છે. હા, તુલસીમાં જે ગુણ હોઈ તે દુર્ગંધ ને દુર કરે છે અને તેનાથી દાંતોની સફાઈ વધુ સારી થાય છે. તેથી તમારે રોજ સમયસર તુલસીના પત્તા ચાવવા જોઈએ જેથી તમે આ સમસ્યા થી દુર રહો.

વધુ પાણી પીવો

મોઢાની દુર્ગંધને વધુ પાણી પીને પણ દુર કરી શકાય છે જી, હા તેના માટે તમારે રોજના 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેથી તમે આ સમસ્યાથી તમને બચાવી શકો.

 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!