દ્વારિકા સ્થિત ભડકેશ્વર મહાદેવ – મધદરિયે જયારે બહારવટિયાએ લીધેલો આશરો – વાંચો પૂરી કથા

ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની દ્વારિકા આજે વિશ્વભરના ધાર્મિક આસ્તિકો માટે પુણ્યસલીલા તીર્થધામ છે. લોકો દ્વારકા જાય ત્યારે ત્યાના મુખ્ય મંદિર સિવાય પણ ઘણા મંદિરો આવેલા છે ત્યાં અચૂકપણે જતા હોય છે.

દ્વારકાના જગતમંદિરથી એકાદ બે કિલોમીટર ના અંતરે દરિયામાં એક મંદિર આવેલું છે. આમ તો મંદિર નાનું છે પણ તેનો મહિમા ઘણો છે અને તેનું નામ છે ભડકેશ્વર મહાદેવનું મંદિર. દરિયાની વચ્ચોવચ એક વિશાળ શીલા પર આવેલ હોય એવું ભાસતું આ મહાદેવનું મંદિર ભક્તો માટે અનન્ય શ્રધાનો વિષય છે. મંદિર સુધી પહોંચવા દરિયાઈ માર્ગ પરથી પસાર થવું પડે છે થોડી મુશ્કેલી તો પડે છે પણ સિંધુ મધ્યે બિરાજેલા ધુર્જટીના દર્શન આગલ તેની કાંઈ વિસાત નથી!

મહાદેવના આ નાનકડા મંદિર પાસેથી અફાટ સમુદ્ર ભણી, પશ્ચિમકાઠે દ્વારકાના મુખ્ય મંદિરની બાવન ગજની ફરકતી ધજા જોવાનો આનંદ જ કાંઈક અલગ જ છે. એવું કહેવાય છે કે આ મંદિર હજારો વર્ષ જુનું છે અને મંદિરમાંનું શિવલિંગ સ્વયંભુ રીતે પ્રગટ થયેલું છે.

મિત્રો તમને જણાવી દઈએ કે વાઘેરવીર માણેક અને મુળુ માણેક સાથે પણ આ મંદિર જોડાયેલું છે. અંગ્રેજ સરકાર અને એની નીચેના ગુજરાતી રજવાડાઓ સામે બહારવટે ચડેલા જોધા-મુળુ માણેકની વાત ઓખામંડળની સાથે પુરા રાજ્યમાં પ્રચલિત છે. (વાઘેરોના બહારવટાની વધુ વિગતો માટે ઝવેરચંદ મેઘાણીનું “સોરઠી બહારવટીયા” પુસ્તક વાંચવું) વાત તે સમયની છે ત્યારે આ વાઘેરબંધુઓએ ભડકેશ્વર મહાદેવ પાસે ઘણો સમય આશરો  લીધો અને મરણ સુધી હથિયાર ના મુકવાનીપ્રતિજ્ઞા પણ તેમને ભડકેશ્વરદાદાના સાનિધ્યમાં જ લીધેલી. ભડકેશ્વર મહાદેવના આશીર્વાદથી જ તો અમરેલીની કોર્ટમાં મુળુ માણેક એવો ફેંકી શકેલ કે, “મારો એક હાથ તલવારની મૂઠ પર છે અને એક મુછ પર, અને કદાચ  ત્રીજો હાથ હોત તો પણ ખદડા અંગ્રેજ હું તને સલામ નો ભરત”.

શ્રાવણ માસમાં અહી ભક્તોની ખુબ ભીડ જામે છે અને શિવરાત્રી ના દિવશે પણ અહી મેળા જેવો માહોલ જોવા મળે છે. જો તમે દ્વારકાના દર્શને જતા હોઈ તો દરિયામાં આવેલ ભડકેશ્વર મહાદેવ ના દર્શન નો લ્હાવો લેવો જોઈએ. જય ભડકેશ્વરદાદા

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત”નો આર્ટીકલ ગમ્યો હોઈ તો આગળ શેર જરૂર કરજો…

ધન્યવાદ…!!

ઝવેરચંદ મેઘાણીની અન્ય બુક ઘરે બેઠા મેળવવા અહીં ક્લિક કરો . અથવા વોટ્સેપ કરો 7405479678.

Leave a Reply

error: Content is protected !!