‘ભારત રત્ન એવોર્ડ’ મેળવનાર વ્યક્તિને મળે છે આ બધી સુવિધાઓ – જય હિન્દ

ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર 2011માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને ‘કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ’ બદલ આપવામાં આવે છે.

આ પુરસ્કારની સ્થાપના 2 જાન્યુઆરી 1954નાં રોજ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે. આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે.

આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે. જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી. પરંતુ આ સર્વોચ્ચ સન્માન મેળવનારને બીજી અનેક સુવિધાઓ મળે છે. ચાલો જાણીએ..આ સુવિધાઓ વિશે….

● ભારતભરમાં વિમાનની પ્રથમ વર્ગની મુસાફરી મફત કરી શકાય છે.

● ભારતભરમાં ટ્રેનની પ્રથમ વર્ગની મુસાફરી મફત કરી શકાય છે.


● ભારતનાં વડાપ્રધાનનાં પગારના 50% રકમ પેન્શન પેટે મળે છે.

● સંસદની બેઠક કે કાર્યવાહી દરમિયાન હાજર રહી શકે છે.

● આ સન્માન મેળવનાર વ્યક્તિને કેબિનેટ કક્ષાનો ક્રમાંક પ્રાપ્ત થાય છે.

● જો વ્યક્તિ ઈચ્છે તો એમને ઝેડ કેટેગરીની સુરક્ષા પણ મળે છે.

● રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પૂર્વ રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન, રાજ્યપાલ, લોકસભાનાં અધ્યક્ષ તથા રાજસભાનાં સભાપતિ, સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશ પછી 7માં ક્રમની દેશનાં અતિ મહત્વની વ્યક્તિ તરીકે ભારત રત્ન મેળવનારની ગણના થાય છે.

● દેશનાં સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે ખાસ મહેમાન તરીકે આમંત્રણ મળે છે.

● VVIP સમકક્ષ દરજ્જો મળે છે.

‘ભારત રત્ન’ એવોર્ડની સ્થાપના 1954માં કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ એવોર્ડ મેળવનાર 45 મહાનુભાવોની યાદી….

(1) ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1954)


(2) ડો. ચંદ્રશેખર વેંકટરામન (1954)


(3) ચક્રવર્તી રાજગોપાલાચારી (1954)


(4) એમ. વિશ્વેસ્વરૈયા (1955)


(5) જવાહરલાલ નેહરુ (1955)


(6) ડો. ભગવાન દાસ (1955)


(7) પંડિત ગોવિંદ વલ્લભ પંત (1957)


(8) ધોંડુ કેશવ કર્વે (1958)


(9) પુરુષોત્તમદાસ ટંડન (1961)


(10) ડો. બિધાનચંદ્ર રૉય (1961)


(11) ડો. રાજેન્દ્ર પ્રસાદ (1962)


(12) ડો. ઝાકિર હુસેન (1963)


(13) પાંડુરંગ વામન કાણે (1963)


(14) લાલબહાદુર શાસ્ત્રી (1966)


(15) ઈન્દિરા ગાંધી (1971)


(16) વરાહગિરી વેંકટગિરી (1975)


(17) કુમારસ્વામી કામરાજ (1976)


(18) મધર ટેરેસા (1980)


(19) આચાર્ય વિનોબા ભાવે (1983)


(20) ખાન અબ્દુલ ગફાર ખાન (1987)


(21) સિલ્વિયા મરદુર રામચંદ્રન (1988)


(22) નેલ્સન મંડેલા (1990)


(23) ડો. ભીમરાવ આંબેડકર (1990)


(24) સરદાર વલ્લભભાઈ પટેલ (1991)


(25) રાજીવ ગાંધી (1991)


(26) મોરારજી દેસાઈ (1991)


(27) સત્યજીત રે (1992)


(28) મૌલાના અબ્દુલ કલામ આઝાદ (1992)


(29) જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (1992)


(30) ગુલઝારીલાલ નંદા (1997)


(31) અરૂણા અસફ અલી (1997)


(32) ડો. અબ્દુલ કલામ (1997)


(33) એસ. સુબ્બુલક્ષ્મી (1998)


(34) ચિદમ્બરમ સુબ્રમણ્યમ (1998)


(35) પંડિત રવિશંકર (1999)


(36) જયપ્રકાશ નારાયણ (1999)


(37) ગોપીનાથ બોરડોલોઈ (1999)


(38) પ્રો. અમર્ત્ય સેન (1999)


(39) ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન (2001)


(40) લતા મંગેશકર (2001)


(41) પંડિત ભીમસેન જોશી (2009)


(42) પ્રો. સીએનઆર રાવ (2013)


(43) સચીન તેંડુલકર (2014)


(44) મદન મોહન માલવીયા (2015)


(45) અટલ બિહારી વાજપેયી (2015)

તાજા કલમ: આજે ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે પણ ભારત રત્ન માટે નીચેના નામોની જાહેરાત થયેલ છે.

પ્રણવ મુખર્જી,


ડો.ભુપેન હજારીકા


અને નાનાજી દેશમુખને મળશે ભારત રત્ન એવોર્ડ

Social activist Nanaji Deshmukh. *** Local Caption *** Social activist Nanaji Deshmukh. Express archive photo

આ પૈકી 13 વ્યક્તિઓને આ સન્માન મરણોપરાંત મળેલ છે. આ સન્માન મરણોપરાંત આપવાની પહેલાં કોઇ જોગવાઇ ન હતી. પણ 1955ના સુધારા અનુસાર આ સન્માન મરણોપરાંત આપવાની છૂટ આપવામાં આવી. ઈ.સ. 1966માં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું. જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકરે ફક્ત 40 વર્ષની ઉંમરમાં આ સન્માન મેળવ્યું. આ સન્માન મેળવનાર સૌથી યુવા વ્યક્તિ સચિન છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!