સફેદ શર્ટમાં હેન્ડ્સમ લાગે છે, આ ફિલ્મ અભિનેતાઓ – ક્લિક કરી જુવો સલમાન કંઇક અલગ જ લાગે છે

આખી ફિલ્મમાં સૌથી અગત્યનો રોલ હીરોનો હોય છે. ફિલ્મમાં હિરોઈન, વિલેન અને કોમિક કલાકારો બધા હોય છે પણ જો હીરો બરાબર ન હોય તો ફિલ્મ ચાલતી નથી. આપણાં ભારતીય ફિલ્મના એક્ટર્સ રંગબેરંગી કપડાંમાં જોવા મળે છે પરંતુ તેઓ સફેદ શર્ટમાં સૌથી વધુ સ્માર્ટ અને હેન્ડસમ લાગે છે. આમ તો આપણાં બધાનાં ફેવરિટ કલાકારો ગમે તે કપડામાં આકર્ષક લાગે છે પરંતુ કેટલાક બોલીવુડ હીરો એવા છે કે જે સફેદ શર્ટમાં એકદમ અલગ તરી આવે છે. ચાલો જાણીએ આ ખાસ કલાકારો વિશે.

સફેદ શર્ટમાં વધુ હેન્ડસમ લાગે છે:
ભારતીય સિનેમા જગતમાં બૉલીવુડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ એક એવી ઈન્ડસ્ટ્રી છે કે જ્યાં એકથી એક ચઢિયાતી ફિલ્મો બને છે અને અહીંયાનાં કલાકારો પણ દુનિયાભરમાં જાણીતા છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે, એવા ક્યા કલાકારો છે કે જે સફેદ શર્ટમાં સૌથી વધુ હેન્ડસમ લાગે છે.

(1) રણબીર કપૂર:


અભિનેતા રણબીર કપૂર સફેદ શર્ટમાં કમાલ લાગે છે. એમના ડ્રેસિંગ સેન્સ પર લાખો છોકરીઓ ફિદા છે. રણબીર બૉલીવુડનાં બેસ્ટ એક્ટર્સમાંના એક છે. એમણે બર્ફી, રોકસ્ટાર, વેકઅપ સીડ અને સંજુ જેવી ફિલ્મોમાં અલગ-અલગ પ્રકારની એક્ટિંગ કરી છે.

(2) પ્રભાસ :


ફિલ્મ બાહુબલી બાદ પ્રભાસ ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા છે. પ્રભાસ સાઉથ સિનેમાનાં બહેતરીન હીરો છે જેની ફેન ફોલોઈંગ દુનિયાભરમાં છે. ફિલ્મ બાહુબલીએ કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મના પાત્રો પણ અમર થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે પ્રભાસની આવનાર ફિલ્મ ‘શાહો’ માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રભાસ સફેદ શર્ટમાં ઘણા હેન્ડસમ લાગે છે.

(3) જોન અબ્રાહમ


બોલિવૂડનાં હેન્ડસમ હન્ક જોન અબ્રાહમ પણ સફેદ શર્ટમાં ખૂબ હેન્ડસમ લાગે છે. એમણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે તેઓ ફિલ્મ ‘પરમાણુ’ અને ‘સત્યમેવ જયતે’ જેવી દેશભક્તિ ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આ બંને ફિલ્મોએ બોક્સ ઓફીસ પર સારૂ કલેક્શન કર્યુ હતું.

(4) સલમાન ખાન:


બોલિવૂડનાં મશહૂર અભિનેતા દબંગ સલમાન ખાનનાં દુનિયાભરમાં કરોડો ફેન્સ છે. છેલ્લા 8 વર્ષથી સલમાન ખાનની દરેક ફિલ્મ 100 થી 200 કરોડ રૂપિયાની કમાણી કરી રહી છે. એમની દરેક ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવે છે. સલમાન ખાન સફેદ શર્ટમાં ખૂબ જ હેન્ડસમ અને ડેશીંગ લાગે છે. તમને કદાચ ખ્યાલ જ હશે કે, કપિલ શર્માને મદદ કરવા માટે સલમાન ખાન પોતે કપિલ શર્માનાં શોને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

(5) રણવીર સિંહ :


બેક ટુ બેક 100 કરોડી ફિલ્મ આપનાર રણવીર સિંહ બૉલીવુડનાં હેન્ડસમ અભિનેતા છે. રણવીર સિંહ ઉપર સફેદ શર્ટ ખૂબ જ આકર્ષક લાગે છે. સફેદ શર્ટમાં તેઓ વધુ હેન્ડસમ લાગે છે. રણવીર સિંહની પાછલી ફિલ્મ પદ્માવતે બૉક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી હતી. રણવીરની હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મ સિમ્બા બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી રહી છે. ઉપરાંત આગામી ફિલ્મ ગલી બોયની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ફિલ્મી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!