બોલિવૂડના આ 5 અભિનેતા 45 ની ઉંમરે પણ કુંવારા છે, નંબર 4 માટે તો 6000 માંગા આવી ચુક્યા છે

‘સલમાન લગ્ન ક્યારે કરશે?’ કદાચ આ પ્રશ્ન બોલીવુડ જગતમાં સૌથી વધુ પુછાતો પ્રશ્ન છે, પણ આજ સુધી કોઈને આ પ્રશ્નનો સચોટ જવાબ નથી મળ્યો. આ પ્રશ્ન એક રહસ્ય બની ગયો છે. પણ શું તમને ખબર છે કે સલમાન સિવાય આપણાં બોલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ પણ છે કે જે 45 ની ઉંમર વટાવી ચુક્યા છતાં આજે પણ કુંવારા છે? આજે અમે એવા જ એક્ટર વિશે વાત કરવાના છીએ કે જેઓની ઉંમર થવા છતાં હજુ ઠેકાણે નથી પડ્યાં. ચાલો જાણીએ સિંગલ સ્ટાર્સ વિશે……

(1) રણદીપ હુડ્ડા:


રણદીપ હુડ્ડા બોલિવૂડમાં ઘણું જાણીતું નામ છે. જેણે બોલિવૂડની કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવા છતાં રણદીપ હુડ્ડા હજી સુધી કુંવારા છે. એશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ સરબજીતમાં સરબજીતનું રીયલ લાઈફ પાત્ર ભજવવા બદલ ખૂબ પ્રશંસા પ્રાપ્ત થઈ હતી. રણદીપ હુડ્ડાની ઉંમર અત્યારે 42 વર્ષની થઈ ગઈ છે, પરંતુ રણદીપ હુડ્ડા હમણાં તો લગ્ન કરવાના મૂડમાં નથી…

(2) અક્ષય ખન્ના :


પ્રખ્યાત કલાકાર વિનોદ ખન્નાનો દિકરો અક્ષય ખન્ના પણ અત્યાર સુધી કુંવારો છે. અક્ષય ખન્નાએ પણ બોલિવૂડની કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની આગવી છાપ છોડી છે. જોકે ફિલ્મોને લઈને એમણે ઘણો સંઘર્ષ કર્યો છે. અક્ષય ખન્નાની પહેલી ફિલ્મ ‘હિમાલય પુત્ર’ હતી. પરંતુ અક્ષય ખન્નાએ હજી સુધી લગ્ન કર્યા નથી. અક્ષય ખન્નાની ઉંમર આ સમયે 43 વર્ષની થઈ ગઈ છે.

(3) સલમાન ખાન :


બોલીવુડમાં જ્યારે પણ કોઈ કુંવારાની વાત નીકળે ત્યારે સૌથી પહેલું નામ સલમાન ખાનનું લેવામાં આવે છે. તે બોલીવુડમાં મોસ્ટ એલિજિબલ બેચલરનાં લિસ્ટમાં સૌથી ટોપ પર છે. બોલીવુડમાં સૌથી વધુ ચર્ચા સલમાન ખાનનાં લગ્ન વિશે થાય છે. ઘણી વખત રિપોર્ટ્સમાં પણ સલમાન ખાનનાં લગ્ન વિશે સવાલો પુછાયા પણ કોઈ નક્કર જવાબ ન મળવાને કારણે હવે તો તેઓએ પણ સવાલ પૂછવાનું જ બંધ કરી દીધું. સલમાન ખાનનાં ફેન્સ એના લગ્નની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં ભાઈની ઉંમર 53 વર્ષ છે, ખબર નહીં હવે એમને કોઈ છોકરી મળશે કે મહિલા !!!

(4) પ્રભાસ:


મળતા અહેવાલ મુજબ બાહુબલીની સુપર સક્સેસ બાદ પ્રભાસને લગ્ન માટે 6000 જેટલા માગાં આવ્યાં હતાં. જેને બાહુબલીએ ઠુકરાવી દીધાં છે. બાહુબલીના ચાહકોને પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવી હતી. થોડા સમય પહેલા જ પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીના અફેરની ચર્ચા અને અફવાઓ પણ આવી હતી. તે સમયે પ્રભાસે કહ્યુ હતું કે, તે હાલમાં લગ્ન નહી કરે. તેથી જ ભાઈ હજુ કુંવારા છે. હાલમાં પ્રભાસની ઉંમર 39 વર્ષ છે.

(5) કરણ જૌહર :


કરણ બોલીવુડનાં પ્રખ્યાત નિર્દેશક અને ધર્મા પ્રોડક્શનનાં માલિક છે. તેમણે ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. સલમાન ખાન સિવાય જો કોઈ એક્ટરની વાત કરીએ તો કરણ જૌહરને પણ લોકો પ્રશ્ન પૂછે છે કે ભાઈ, પેંડા ક્યારે ખવરાવો છો? કોફી વિથ કરણમાં ઘણી વખત એના લગ્ન વિશે ચર્ચા થઈ છે, પણ કરણ જૌહર દરેક વખતે લગ્નની વાત ટાળી દે છે. હાલમાં કરણ જૌહરની ઉંમર 46 વર્ષ છે.

મિત્રો, દુવા કરો કે આ બધા થાળે પડી જાય…બીજું શું !!

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!