ફક્ત 10 રૂપિયા ખર્ચીને સેઈફ રીતે બગલની કાળાશ દૂર કરો – ટ્રાય કરો આ અદ્ભુત ટીપ્સ

આજકાલના સમયમાં જોઈએ તો છોકરીઓની સાથો સાથ છોકરાઓ પણ પોતાની બગલમાં રહેલ કાળાશથી સંકોચ અનુભવે છે. આજના મોડર્ન જમાનામાં ફક્ત છોકરીઓ જ નહીં પણ ઉંમર લાયક મહિલાઓ પણ વેસ્ટર્ન ડ્રેસ પહેરે છે. છોકરીઓ જ્યારે સ્લીવલેસ અથવા ઓફ શોલ્ડર ડ્રેસ પહેરે અને પોતાના હાથ ઉંચા કરે ત્યારે એની કાળી પડી ગયેલ બગલ (અંડરઆર્મ્સ) દેખાવા લાગે છે. જેનાથી એમની પર્સનાલિટીનાં ધજાગરા થઈ જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો અલગ-અલગ સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે. આ બધા કેમિકલ યુક્ત કોસ્મેટિક પ્રસાધનોનાં વધુ પડતા ઉપયોગથી આપણી ત્વચાને નુકશાન થવા લાગે છે.

તમે લોકોએ પોતાના અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે ઘણા બધા ઘરેલુ ઉપાયો વિશે વાંચ્યું હશે. આજે અમે તમને આ લેખનાં માધ્યમથી એવા ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને ફક્ત એક વખત અજમાવવાથી તમારા અંડરઆર્મ્સની કાળાશ ઓછી થવા લાગશે. તમને જણાવી દઈએ કે બગલમાં કાળાશ થવાના ઘણા બધા કારણો હોય શકે. ઘણા બધા લોકો એવા હોય છે કે બગલના ભાગમાં વ્યવસ્થિત સાફ-સફાઈ ન કરતા હોય અને ઘણા લોકો એવા પણ હોય છે કે બગલના વાળ દૂર કરવા માટે ખરાબ કંપનીના સાધનો વાપરતા હોય છે.

આ લેખમાં અમે જે ઘરેલુ નુસ્ખાની વાત કરી રહ્યા છીએ એ વસ્તુ દરેકનાં ઘરમાં સરળતાથી મળી જશે. એ વસ્તુ છે ‘ખાંડ’. જી હાં, અમે ખાંડની વાત કરી રહ્યા છીએ જેને લોકો ચા અને મીઠાઈ બનાવવા માટે વાપરે છે. ખાંડ ફક્ત મીઠાઈ બનાવવા માટે જ નહીં પણ અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે પણ ઉપયોગી છે. બગલની કાળાશ દૂર કરવા માટે ખાંડ વરદાન સમાન છે.

જો તમે આ ઘરેલુ ઉપાયને અપનાવવા માંગતા હો તો એના માટે તમારે ખાંડની સાથે મધની પણ જરૂર પડશે. આ બન્ને વસ્તુનું મિશ્રણ ખૂબ જ ફાયદાકારક છે. સૌથી પહેલા એક કટોરીમાં તમારી જરૂરિયાત મુજબ ખાંડ અને મધને ભેગું લઈને બરાબર મિક્ષ કરો. હવે, બગલના જે ભાગમાં કાળાશ છે ત્યાં હળવા હાથે માલિશ કરો. ત્યારબાદ 15 મિનિટ સુધી રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ધોઈ નાખો.

જ્યારે ઉપરની વિધી પુરી થાય ત્યારબાદ તમારે એક બીજો લેપ પણ લગાડવાનો રહેશે. એના માટે તમારે બજારમાંથી ચારકોલ એટલે કે કોલસો ખરીદવો પડશે. આ બીજો લેપ તૈયાર કરવા માટે જરૂરિયાત પૂરતો કોલસો અને મધને વ્યવસ્થિત મિક્ષ કરી લો. ત્યારબાદ અંડરઆર્મ્સનાં ભાગે હળવા હાથે લગાવી દો. આ લેપને 15 મિનિટ સુધી લગાડી રાખો અને પછી હુંફાળા પાણી વડે ધોઈ લો. જો તમે આ ઘરેલુ ઉપાય અજમાવશો તો ફક્ત 2 દિવસમાં જ તમને અંડરઆર્મ્સમાં ઘણો ફર્ક દેખાશે.

તો મિત્રો, રાહ શાની જુવો છો ? ઉપરોક્ત નુસ્ખો અપનાવો અને ચમકાવી દો બગલ, પછી જે મનગમતાં કપડાં પહેરવા હોય તે પહેરો બિન્દાસ્ત !!

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!