આ મહિલા પાસે 3 કરોડનો બંગલો – 20 લાખની ગાડી છે છતાં ‘છોલે-કુલચે’ વેચે છે, કારણ જાણીને ચોંકી ઉઠશો

જાણો…આ કરોડપતિ મહિલા શા માટે છોલે-કુલચે વેચી રહી છે?

દેશમાં કેટલાંય લોકો એવાં છે જેમની નાનકડી કોશિશ બીજા લોકો માટે મિસાલ બની જાય છે. આવી મિસાલ બતાવે છે કે જિંદગી કોઈ પણ મુશ્કેલી સામે ઘૂંટણ ટેકવી નથી દેતી. ગુરુગ્રામની ઉર્વશી યાદવની જિંદગી પણ આવી મિસાલરૂપ છે. દંભ અને ડોળની આ દુનિયામાં ‘કરોડપતિ’ ઉર્વશી કંઈક એવું કરે છે કે, જે જાણીને તમને ગર્વ થશે.

ગુડગાંવમાં ઉર્વશીનું જે ઘર છે તેની કિંમત 3 કરોડ રૂપિયા છે. તેની પાસે પોતાની 2 SUV પણ છે. એમ છતાં તેણી પોતાના પરિવાર માટે રસ્તાના કિનારે રેંકડી લગાવી છોલે-કુલચા અને પરોઠા વેચે છે. ચાલો જાણીએ આ કામ કરવા પાછળનું કારણ…

‘છોલે-કુલચા’ વેચવાનો નિર્ણય લીધો:


હકિકતમાં ગુરુગ્રામની રહેવાસી 34 વર્ષીય ઉર્વશી યાદવનાં પતિ થોડા સમય પહેલાં જ અકસ્માતમાં ઘાયલ થયા છે. અકસ્માત ખૂબ જ ખતરનાક હતો. ડૉક્ટરે કહ્યું કે, એમના કુલ્હા રિપ્લેસ કરવા પડશે. આ ઘટના બાદ પોતાના પતિનાં ઈલાજ અને પરિવારની જવાબદારી સ્વીકારીને ઉર્વશીએ કંઈક કામ કરવાનું વિચાર્યું.

પહેલા તેણીએ એક સ્કૂલમાં ભણાવવાનું શરૂ કર્યું પણ પછી એને લાગ્યું કે, આમાં સારી કમાણી નહીં થાય. એટલે ઉર્વશીએ છોલે-કુલચે વેચવાનો નિર્ણય લીધો. ઉર્વશી જણાવે છે કે, ‘આજની તારીખે અમારી આર્થિક સ્થિતિ ખરાબ નથી, પરંતુ હું ભવિષ્યનું જોખમ લેવા નથી માંગતી. ખરાબ સમય આવવાની રાહ જોવા કરતાં સારું છે કે, આજથી જ એવી પરિસ્થિતિ સામે લડવાનું આયોજન તૈયાર કરું.’ ઉર્વશીના પતિ અમિત યાદવ એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીમાં એક્ઝિક્યુટીવ છે. તેમના સસરા ભારતીય વાયુસેનાનાં રિટાયર્ડ કમાન્ડર છે.

રૂ.2500 થી 3000 દરરોજની કમાણી:


ઉર્વશીને હંમેશાથી રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના શોખને તેણીએ પ્રોફેશન બનાવવાનું વિચાર્યું. તે ગુડગાંવ સેક્ટર 14માં એક પીપળાના ઝાડ નીચે સવારે 8.30થી સાંજે 4.30 સુધી પોતાની રેંકડી લગાવે છે. તેજ ગરમી, ઠંડી કે ખૂબ જ વરસાદ હોય તો પણ ઉર્વશી પુરી લગનથી કામ કરે છે. રેકડી લગાવી એને હજુ થોડો સમય જ થયો છે પરંતુ અત્યારથી જ તેણી પોતાના સ્વાદિષ્ટ ટેસ્ટને લીધે ફેમસ થઈ ગઈ છે. ઉર્વશીએ જણાવ્યું કે, એમની રોજની કમાણી 2500 થી 3000 રૂપિયા સુધી થઈ જાય છે.

તમને જણાવીએ કે, ઉર્વશી ગ્રેજ્યુએટ છે અને તેણી કડકડાટ અંગ્રેજી બોલે છે. ઉર્વશીનાં બે બાળકો છે જેના ભવિષ્યને લઈને તેણી ચિંતિત હતી. એમને લાગતું હતું કે, પૈસાની કમીને કારણે કંઈક બાળકોની સ્કૂલ બદલવી ન પડે. પણ આજે પોતાની કમાણીને લીધે તેણી ખૂબ જ ખુશ છે.

ઘણું પડકારરૂપ હતું:


ઉર્વશીએ જણાવ્યું કે, શરૂ-શરૂમાં કામ કરવું ઘણું પડકારરૂપ હતું. પરિવાર એમના આ નિર્ણયથી ખુશ નહોતો અને તેણી પોતે પણ અસમંજસમાં હતી. પરંતુ જ્યારે એમણે કામ શરૂ કર્યું તો ઘણો સારો પ્રતિસાદ મળ્યો. ત્યારબાદ એમનો આત્મ-વિશ્વાસ ધીરે-ધીરે વધવા લાગ્યો. ઉર્વશી ભવિષ્યમાં પોતાનું એક રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!