હવે ક્યારેય સાંભળવા નહી મળે ‘હે..મા..માતાજી’, આ કારણથી દયાબેને ‘તારક મહેતા’ છોડવા વિચાર્યું

તમારો સૌથી પ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના ચાહકો માટે  એક નિરાશાજનક ખબર સામે આવી છે. અને એનું કારણ છે શૉના સૌથી લોકપ્રિય રોલ દયા બેન એટલે કે દિશા વાકાણીએઅ શૉને અલવિદા કહેવાનો નિર્ણય લઇ લીધો છે હવે આગળ તે  શો માં જોવા નહિ મળે. મિત્રો તમને જણાવી દઈએ કે પાછલા ઘણા સમય થી  દિશા વાકાણી આ શૉથી દુર છે. પહેલા કહેવામાં આવતું  હતું કે તે ફરી પાછા શો માં આવશે અને પોતાનો દયા બેનનો  રોલ સંભાળશે પરંતુ હવે તેને ફાઈનલ નિર્ણય લઇ લીધો કે તે હવે આ શોમાં પરત નહિ આવે.

ટીવીનો સૌથી લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ શોમાં પરત ફરવાનો સ્પષ્ટ રીતે ઇન્કાર કર્યો છે. એવું જાણવા મળ્યું છે કે દિશા વાકાણીએ શોમાં આવવા માટે ઇન્કાર કરી દીધો છે. તે પોતાનો મોટાભાગનો સમય 1 વર્ષની દિકરી સ્તુતિ સાથે પસાર કરવા માટે  ઈચ્છા ધરાવે છે અને તેના માટે તેમને આ શો મુકવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોનુસાર, જયારે દિશા વાકાણીએ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં શોમાં કમબેક સિકવન્સ શૂટ કર્યો હતો ત્યારે ફેન્સ ઘણા ખુશ થઇ ગયા હતા. ત્યારે કમબેક સીન ઇન્ટરનેટ પર લીક થઇ ગયો હતો. ત્યાં સુધી કે મેકર્સ નવરાત્રિના સ્પેશિયલ એપિસોડની સાથે તેની પરત આવવાની તૈયારી પણ કરી ચૂક્યા હતા, પરંતુ કમબેક સિકવન્સ પછી તે પાછા આવી શક્યા નહિ અને તે સમયથી શો માંથી ગાયબ જ છે. તમને જણાવી દઈએ કે મેકર્સ અને ચેનલ્સે પરત લાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા તેમ છતાં દિશા પોતાની પર્સનલ લાઇફ ખાસ કરીને પોતાની દિકરીના ઉછેર પર ધ્યાન આપવાની વાત કહીને શોમાં આવવાની ના પડી દીધી.

જયારે આ વાત વિષે શોના પ્રોડ્યુસર અસિત મોદીને પૂછવામાં આવ્યુ તો કહ્યુ કે, લગ્ન અને બાળક પછી દિશાની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઇ ગઇ છે. તેમના પતિ અને સાસરાના લોકો તેમને કામ કરવા માટે સહજ નથી તો કોઈ કંઈ કરી શકે તેમ નથી. આટલું જ નહીં હું તેના અંગત જીવન પર કમેન્ટ કરી શકું નહીં. જો હવે તે આ શોમાં કામ કરવા નથી માંગતો તો મને તેના નિર્ણય માટે માન છે.”

જયારે અસિત મોદીને પૂછવામાં આવ્યું કે નવા દયાભાભીની શોધ શરૂ થઈ ગઈ છે? તો અસિત મોદીએ તરત જવાબ આપ્યો હતો, “દયાબેન વગર છેલ્લાં દોઢ વર્ષથી આ શો ચાલી જ રહ્યો છે. અને હજી આગામી છ મહિના તેઓ દયાવગર શો ચલાવી શકે તેમ છે. છ મહિનાની અંદર શું બને તે કોઈને ખબર નથી. જો દિશા આવે તો સૌથી સારું પરંતુ જો તે નહીં આવે તો તેના સ્થાને નક્કી કોઈ નવું આવશે. જ્યારે પણ નવા દયાબેનને લેવામાં આવશે, ત્યારે ચોક્કસથી હું તેની જાહેરાત કરીશ.”

ઉલ્લેખનીય છે કે તારકમહેતા કા ઉલ્ટા ચશ્માને 10 વર્ષ પૂરા થઇ ગયા છે. આ શો જુલાઈ 2008થી શરુ થયેલો હતો અને ટેલિવિઝન હિસ્ટ્રીમાં સૌથી લાંબો ચાલનાર પાંચમો શૉ છે. આ શૉના આશરે અઢી હજાર એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવેલા છે.

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત”નો આ આર્ટીકલ સારો લાગે તો શેર જરૂર કરજો…

Leave a Reply

error: Content is protected !!