દિશા પટણી કરતાંયે વધુ ખૂબસૂરત છે એની બહેન, ખૂબસૂરતી જોઈને આંખો પહોળી થઇ જશે

દિશા પટણી બોલીવુડની એક જાણીતી અદાકારા છે. તેણીએ વર્ષ 2016માં આવેલ ફિલ્મ ‘ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એમાં તે ધોનીની ગર્લફ્રેન્ડ ‘પ્રિયંકા’ની ભૂમિકામાં દેખાય હતી. દર્શકોને તેનો આ રોલ ખૂબ પસંદ આવ્યો હતો. આજકાલ દિશા પટણી બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફને ડેટ કરી રહી છે. 26 વર્ષીય દિશાનો જન્મ 13 જૂન 1992નાં રોજ થયો હતો. દિશા ખૂબ જ બ્યુટીફૂલ છે અને અવારનવાર એના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તેણી સ્વાસ્થય અને ફિટનેસની બાબતમાં ઘણી ગંભીર છે. તેણી મોટાભાગે જીમમાં જોવા મળે છે.

તેણી પોતાના ખાન-પાનનું ખૂબ જ ધ્યાન રાખે છે. દિશા પોતાની ખૂબસૂરતીની સાથોસાથ પોતાના આકર્ષક ફિગરને લીધે પણ પ્રખ્યાત છે. પણ શું તમે જાણો છો કે દિશાની એક ખૂબસૂરત બહેન પણ છે જે સુંદરતાની બાબતમાં દિશા કરતાયે બે ડગલાં વધુ આગળ છે. ભાગ્યે જ તમને આ વિશે ખ્યાલ હશે. જણાવી દઈએ કે, દિશાની એક મોટી બહેન પણ છે જેનું નામ ખુશ્બુ પટણી છે.

દિશા કરતા વધુ સુંદર છે એની બહેન :

જી હાં, સુંદરતાની બાબતમાં દિશાની મોટી બહેન ખુશ્બૂ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. જોકે એમ પણ કહી શકાય કે, તેણી એના કરતાંયે વધુ ખૂબસૂરત છે. જણાવી દઈએ, દિશા ત્રણ ભાઈ-બહેન છે જેમાં સૌથી મોટી ખુશ્બુ પટણી છે. ત્યારબાદ નંબર આવે છે દિશાનો અને સૌથી નાનો એનો ભાઈ છે જેનું નામ સૂર્યાંશ પટણી છે.

ખુશ્બુ શાંત સ્વભાવની છે :

દિશા એકદમ બિન્દાસ્ત અને બેબાક છે તો વળી એની બહેન એનાથી બિલકુલ અલગ છે. ખુશ્બુનો સ્વભાવ એકદમ શાંત અને ગંભીર છે અને સેલિબ્રિટીની બહેન હોવા છતાં તેણી લાઈમલાઈટથી દુર રહે છે. દિશાના સંબંધીઓનાં કહ્યા મુજબ, એની મોટી બહેન ખુશ્બુ પોતાની માતાથી એકદમ નજીક છે. તેણી પોતાની દરેક વાત મમ્મી સાથે શેર કરે છે. જ્યારે દિશા પોતાના પપ્પાથી ક્લોઝ છે. તેણી કોઈપણ બાબત અંગે પોતાના પપ્પા સાથે ખુલીને વાત કરે છે.

ગ્લેમરથી દુર રહે છે :
નાની બહેનની જેમ ખુશ્બુને લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી. ખૂબસૂરત હોવા છતાં તેણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુર રહે છે. દિશા બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી ચુકી છે જ્યારે ખુશ્બુ કેમેરાથી દુર રહેવાનું પસંદ કરે છે. ખુશ્બુ એક સાધારણ છોકરીની જેમ જીવન જીવવાનું પસંદ કરે છે. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે ખુશ્બુ પટણીની ખૂબસૂરત તસવીરો લઈને આવ્યા છીએ. આ ફોટો જોઈને તમને પણ એવું લાગશે કે ખુશ્બુ પણ પોતાની નાની બહેન દિશાની જેમ બોલીવુડમાં એન્ટ્રી માટે સંપૂર્ણ સક્ષમ છે. ચાલો જોઈએ ખુશ્બુ પટણીની કેટલીક આકર્ષક તસવીરો :

દિશા પટણી :

સ્કુલ ટાઈમમાં દિશા અને ખુશ્બુ:

પિંક સલવાર સૂટમાં ખુશ્બૂ પટણી:

ટેલિફોન હાથમાં લઈને દિશા નહીં પરંતુ એની બહેન ખુશ્બૂ છે:

પહાડોની ઉંચાઈએ ખુશ્બુ:

માતા સાથે ખુશ્બુ:

દોસ્ત સાથે ખુશ્બુ :

દિશા અને ખુશ્બુ પોતાના પરિવાર સાથે:

ભાઈ-બહેન સાથે તસવીર:

મમ્મી, પપ્પા અને ભાઈ સાથે ખુશ્બૂ :

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ફિલ્મી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!