અનેક બોલિવુડ અભિનેતા છે કે જેમના સાચા નામ કોઇ નથી ખબર ! આ યાદીમાં સલમાન ખાનનું નામ પણ છે શામેલ

બોલિવુડમાં કામ કરવું એ અનેક યુવાઓનું સપનું હોય છે અનેતેથી જ આવા સપના લઇને દર વર્ષે અનેક યુવાઓ માયાનગરી મુંબઇ તરફ પ્રયાણ કરતાં હોય છે. બોલિવુડમાં પણ અનેક એવા ઉદાહરણ મળી આવશે જેમણે અભિનેતા બનવાનું સપનું જોયુ અને તેને પૂરુ કરવા માટે ઘણા દિવસો સુધી રસ્તાઓ પર જીવન વ્યતીત કરતા હોય છે.

આ લોકોએ સપનું જોયા પછી તેમને વાસ્તવિક રીતે પણ જીવી બતાવ્યું. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓ એવી છે જેમનું સાચુ નામ કંઇક બીજું છે પણ તેમના ચાહકો તેમને અલગ નામથી જ ઓળખે છે. આજે આ લેખમાં તમને એવા જ અભિનેતા-અભિનેત્રીનું સાચુ નામ જણાવીશું જેના વિશે કદાચ તમને પણ ખબર નહી હોય.

અજય દેવગન :

અજય દેવગન બોલિવુડનું જાણીતું નામ છે ખાસ કરીને રોહિત
શેટ્ટીની ફિલ્મો તેના વગર અધુરી જ ગણાય ! અજય દેવગનનો જન્મ દિલ્હીમાં થયો હતો જો કે તે મૂળ પંજાબના છે. જો વાત કરી ‘સિંઘમ’ અજય દેવગનની તો તેનું સાચુ નામ વિશાલ દેવગન છે.

આમિર ખાન :

મિસ્ટર પર્ફેકશનીસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનના નામે બોલિવુડની અનેક હીટ ફિલ્મો છે. આમિર ખાનની મિ. પર્ફેકશનની છબીના લીધે તેમનું ફેન ફોલોઇંગ પણ ખાસુ મોટું છે. ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી બોલિવુડમાં કારકિર્દી શરૂ કરનાર આમિર ખાનનું સાચુ નામ મોહમ્મદ આમિર હુસૈન ખાન છે.

સલમાન ખાન :

જો વાત કરીએ દબંગ અને બજરંગી ભાઇજાન સલમાન ખાનની તો તેમનું સાચુ નામ પણ બહુ જૂજ લોકોને ખબર છે. અનેક ચાહકોને પણ તેમના સાચા નામની ભાગ્યે જ ખબર હશે. સલમાન ખાનનું સાચુ નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે.

જિતેન્દ્ર :

હિન્દી ફિલ્મ જગતના જુના અભિનેતાઓમાં શામેલ જિતેન્દ્રએ અનેક હીટ ફિલ્મો આપી છે. પોતાના જમાનાના હેન્ડસમ હંક તરીકે જાણીતા જીતેન્દ્રનું સાચુ નામ રવિ કુમાર છે. નિર્દેષક વી શાંતારામે તેને જિતેન્દ્ર નામ આપ્યું હતું.

શિલ્પા શેટ્ટી :

અનેક ફિલ્મોમાં પોતાના અભિનયના કામણ પાથરનાર અભિનેત્રી શિલ્પા શેટ્ટીને કોઇ ઓળખની જરૂર નથી. વર્ષ ૧૯૯3માં આવેલી ‘બાઝીગર’ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બોલિવુડ સિવાય શિલ્પાએ તેલુગુ, હિન્દી, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. શિલ્પા શેટ્ટીનું સાચુ નામ અશ્વિની શેટ્ટી છે.

પ્રિટી ઝીન્ટા :

પોતાના ડિમ્પલ માટે જાણીતી પ્રિટી ઝિન્ટા બોલિવૂડની અનેક ખૂબસૂરત અભિનેત્રીમાંની એક છે. હાલમાં તે બોલિવૂડથી દૂર છે અને પોતાની વ્યક્તિગત જિંદગીમાં વ્યસ્ત છે. પ્રિટીને અભિનયની સાથે ક્રિકેટમાં પણ ઘણો રસ છે અને તેથી તેણે આઇપીએલની કિંગ્સ ઇલેવન પંજાબની માલિક પણ છે. પ્રિટી ઝિન્ટાનું સાચુ નામ પ્રિતમ સિંહ ઝિન્ટા છે.

રેખા :

બાળ કલાકાર તરીકે વર્ષ ૧૯૬૬માં બોલિવુડમાં કારકીર્દી શરૂ કરનાર અભિનેત્રી રેખા ૬3 વર્ષની છે. તેમ છતાં તેમની ખૂબસુરતી આજે પણ બરકરાર છે. રેખાનું સાચુ નામ ભાનુરેખા ગણેશન છે.

મધુબાલા :

મધુબાલા ભારતીય સિનેમાની સૌથી મહાન અભિનેત્રીઓમાંની
એક છે. તેમણે પહેલાંના જમાનામાં પોતાના અભિનયથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. પરંતુ તેમનું માત્ર 3૬ વર્ષની ઉંમરે નિધન થઇ ગયું હતું. તેમનું સાચુ નામ મુમતાઝ જહાં
બેગમ દેહલવી હતું.

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત”નો આર્ટીકલ સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહિ…

 

Leave a Reply

error: Content is protected !!