વસંત પંચમીના દિવસે આ 5 કામ ભૂલથી પણ ન કરવા, નહીતર માં સરસ્વતીની કૃપા મળતી થઈ જશે બંધ

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. માતા સરસ્વતી આ દિવસે પોતાના ભક્તોને નિરાશ કરતાં નથી. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વનો હોય છે, તેમની સાથે જ તેમના ભક્તો માટે પણ આ દિવસ ઘણો મહત્વનો હોય છે. આ દિવસે તમામ લોકો માતા સરસ્વતીને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા હોય છે. જેથી કરીને માતા સરસ્વતીના આશીર્વાદથી તમામ કામ સફળ થાય.

ક્યારે છે વસંત પંચમી? :

દર વર્ષની જેમ આ વર્ષે પણ માતા સરસ્વતીની પૂજા ફેબ્રુઆરીમાં થશે. વસંત પંચમીની પૂજાનો પ્રસંગ હંમેશા ફેબ્રુઆરીમાં જ હોય છે. આ દિવસે સ્કૂલ, કોલેજ વગેરે જગ્યાએ માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓને બુદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.

જેથી કરીને તેઓ તેમનું ભવિષ્ય ઉત્કૃષ્ટ બનાવી શકે. આ વર્ષે વસંત પંચમી 10મી ફેબ્રુઆરીએ આવે છે. સમગ્ર દેશમાં આ દિવસે માતા સરસ્વતીની પૂજા ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે અમુક સાવધાની રાખવી જોઈએ. જેની ચર્ચા અમે આજે આ લેખમાં કરીશું.

વસંત પંચમીના દિવસે શું કરવું જોઈએ? :

સૌપ્રથમ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ તેના વિશે જાણીએ,

1) વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું,

2) માતા સરસ્વતીની પૂજા કરવી,

3)પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા,

4) પુસ્તકો ની પૂજા કરવી ગરીબોને દાન આપવું.

વસંત પંચમીના દિવસે આ કામ ભૂલથી પણ ન કરવા :

માનવામાં આવે છે કે વસંત પંચમીની પૂજા માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે અને જે વ્યક્તિ આ નિયમનો ભંગ કરે છે, તેમનાથી સરસ્વતી માતા નિરાશ થઇ જાય છે અને પછી તેમના ઘરે ખુશીઓ મળવી મુશ્કેલ બની જાય છે. તેથી આજે અમે તમને જણાવીશું કે આ દિવસે શું ન કરવું જોઇએ.

1) કાળા વસ્ત્રો :

વસંત પંચમીના દિવસે ભૂલથી પણ કાળા વસ્ત્રો ન પહેરવા. જો તમે આ દિવસે કાળા રંગના કપડાં પહેરશો તો માતા સરસ્વતી તમારા ઉપર ક્રોધિત થઈ શકે છે અને તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. તેથી આ દિવસે કાળા વસ્ત્રો ભૂલથી પણ ન પહેરવા.

2) માંસાહારનો ત્યાગ :

વસંત પંચમીના દિવસે માંસાહારી ભોજનનો ત્યાગ કરવો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે માંસાહાર કરવાથી માતા સરસ્વતી નિરાશ થઈ જાય છે અને પછી તેમને પ્રસન્ન કરવા ખૂબ અઘરા થઈ પડે છે.

3) વૃક્ષો છોડવાઓ ન કાપવા :

વસંત પંચમીના દિવસે વૃક્ષો અને છોડવાઓ ન કાપવા. આવું કરવાથી માતા સરસ્વતીની સાથે માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે.

4) સ્નાન કરવું :

વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા પહેલાં મોંમાં કંઈ નાખવું પણ પાપ ગણાય છે. એવું કરવાથી માતા સરસ્વતી નિરાશ થઈ જાય છે અને ખરાબ પરિણામ ભોગવવું પડે છે.

5) ગુસ્સો ન કરવો :

વસંત પંચમીના દિવસે વ્યક્તિએ ગુસ્સો ન કરવો. જો આમ કર્યું તો માતા સરસ્વતીના પ્રકોપનો સામનો કરવો પડે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!