જન્મથી દ્રષ્ટિહીન હોય એમને પણ સપના આવે છે. આવા સપના આવી રીતે આવે છે

સપના દરેક માણસ જુવે છે પછી ભલે તે માણસ સંપૂર્ણ દ્રષ્ટિહીન જ કેમ ન હોય. જી હાં, અંધ વ્યક્તિને પણ સપના આવે છે. પરંતુ એમના સપના સામાન્ય માણસ કરતા થોડા અલગ હોય છે.

તમને પણ જાણવાની ઉત્સુકતા હશે કે, જે સપના દ્રષ્ટિહીન વ્યક્તિને આવે છે, એ કેવા હોય છે? આ નિર્ભર કરે છે કે એમની દ્રષ્ટિ ક્યારે ચાલી ગઈ હતી. એ મુજબ તેઓ સપના જુવે છે.

દ્રષ્ટિહીન વ્યક્તિને આવે છે આ પ્રકારના સપના:
જે લોકોની દ્રષ્ટિ જન્મથી અથવા 5 વર્ષની ઉંમર પહેલા જતી રહે તો એમને પૂર્ણ સપના નથી આવતા. એમને ફક્ત ધૂંધળી આકૃતિ કે રોશની દેખાય છે. કારણ કે, જે સપના નોર્મલ વ્યક્તિ જુવે છે તે આંતરિક વિચાર, કલ્પના, ઈચ્છા, ડરનો પ્રતિબિંબ હોય છે. પરંતુ જે વ્યક્તિ જન્મથી દ્રષ્ટિહીન હોય છે એમને સપનામાં કોઈપણ રંગીન વસ્તું કે સ્પષ્ટ ચિત્રો નથી દેખાતા.

જે વ્યક્તિની દ્રષ્ટિ 7 વર્ષ પછી જતી રહે એમને પણ નોર્મલ માણસ જેવા જ સપના આવે છે. તેઓ રંગીન સપના જોઈ શકે છે કારણ કે તેમણે એક હદ સુધી પોતાની જીંદગી જીવી લીધી હોય છે. ત્યારબાદ તેઓ અંધ બને છે જેના કારણે એમને રંગીન અને ચિત્રાત્મક સપના આવે છે.

જે માણસની દ્રષ્ટિ 5 થી 7 વર્ષની વચ્ચે જતી રહે એમને મિશ્રિત સપના વધુ આવે છે. જેમ કે ક્યારેક-ક્યારેક રંગીન સપના આવવા, ચિત્રાત્મક સપના આવવા. એમને આ પ્રકારના સપના આવે છે. હવે જેમની પાસે દ્રષ્ટિ છે એમના માટે તો કલ્પના કરવું અસંભવ છે કે દ્રષ્ટિહીન લોકોને કેવા વિચિત્ર અને બ્લેક એન્ડ વ્હાઈટ સપના આવે છે.

જે વ્યક્તિ પાસે દ્રષ્ટિ નથી હોતી એમનું મસ્તિષ્ક કેટલીક નવી ઉર્જા પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. એમના અંદર કેટલીક સંવેદી શક્તિઓ હોય છે. સાંભળવાની શક્તિ, સૂંઘવાની શક્તિ, સ્પર્શ કરવાની ક્ષમતા. એવી ઘણી બધી શક્તિ છે કે જે નોર્મલ વ્યક્તિ પાસે ઓછી હોય છે. જે લોકો દ્રષ્ટિહીન હોય છે તેઓ દુનિયાને એકદમ અલગ દ્રષ્ટિકોણથી જુવે છે. તેઓ દુનિયાને ચિત્ર અને રોશની દ્વારા નથી જોતા પણ સુગંધ, અવાજ, સ્પર્શ, સ્વાદ આ બધી રીતે દુનિયાને ઓળખે છે અને તેથી આ પ્રકારના જ સપના તેઓને આવે છે.

જે વ્યક્તિ જોઈ શકતો હોય એના સપનામાં કલ્પના, અપેક્ષાઓ અને ડર હોય છે. એવા જ સપના દ્રષ્ટિહીન વ્યક્તિને પણ સામાજિક કલ્પના, ઈચ્છાઓ અને વિચાર મુજબ આવે છે. જે લોકો અંધ હોય તેઓ ગાડી સાથે ભટકાય જવું, ક્યાંક પડી જવું, ક્યાંક ખોવાય જવું વગેરે જેવા સપના વધુ જુવે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!