લાલ સાડી પહેરીને જયારે દુલ્હન બુલેટ લઈને ભાગી અને વરરાજો પાછળ આવ્યો ત્યારે આ થયુ
પુણેના દૌંડ વિસ્તારના કેડગાંવનાં એક અનોખાં લગ્નની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. આ અનોખા લગ્નમાં કોમલ દેશમુખ નામની કન્યા પોતાના થનાર પતિના ઘરે બુલેટ લઈને આવી પહોંચી હતી. લાલ ઘરચોળું અને કાળાં ગોગલ્સ પહેરીને દુલ્હન જાનૈયાઓની આગળ બુલેટ ચલાવતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે વરરાજા બાઈક લઈને વહુને લેવા માટે જાન લઈને આવે છે પરંતુ અહીં તો સાવ જ ઉલ્ટું જોવા મળ્યું છે.

જેના ફોટો અને વિડીયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો જોતા તમને પણ એવું જ લાગશે કે આ કોઈ ફિલ્મનો સીન છે. ખેડૂતની આ પુત્રીનું સપનું હતું કે તે બુલેટ પર સવાર થઈને પોતાના લગ્ન મંડપ પર પહોંચે.
આ બાબતે જ્યારે દુલ્હનને પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યુ હતુ કે, જાન લઇને જવાની પ્રથાનો કોપીરાઇટ માત્ર વર પાસે જ નથી. આ વિચારને બદલવા માટે કન્યાએ આ પગલું ભર્યુ છે.
દુલ્હન કોમલના પિતા ખેડૂત છે. એમણે મીડિયાને કહ્યું કે એમની દીકરી કોમલે પોતે જ વરઘોડો કાઢવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એણે કહ્યું કે એ જાતે બુલેટ ચલાવીને લગ્ન-મંડપ સુધી જશે. પરિવારજનોએ કોમલની આ ઈચ્છા સહર્ષ વધાવી લીધી. સાથોસાથ કોમલનાં સાસરિયાંએ પણ આ બાબતે કોમલને પ્રોત્સાહન આપ્યું હતું. આ સફરમાં કોમલે પાંચ કિલોમીટર સુધી બુલેટ ડ્રાઈવ કરી હતી. આ સમગ્ર સફર દરમિયાન એ જે જે વિસ્તારોમાંથી પસાર થઈ ત્યાં ત્યાં લોકોએ તેનું જોરશોરથી સ્વાગત કર્યું હતું.
આ રીતે બાઈક પર જતા જોઈને અનેક લોકોએ દુલ્હનની પ્રશંસા પણ કરી અને કહ્યું કે આમ કરીને તેણે પુત્રીને ચૂપચાપ પરણાવી દેવાની માન્યતા પણ તોડી છે. સરકાર પણ નારીને આગળ લાવવા માટે ઘણું પ્રોત્સાહન આપે છે.
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.