ક્રેશ ડાયેટીંગ, કસરત અને સર્જરી વગર માત્ર મધ અને રોટલીથી આ રીતે વજન ઘટાડો

આજકાલ યુવાનોમાં જંકફૂડના વધુ પડતા વપરાશને કારણે તેમનામાં મેદસ્વીતાનું પ્રમાણ વધી ગયું છે. અનેક યુવાનો પોતાનું વજન ઘટાડવા માટે જીમમાં પરસેવો પણ પાડતા હોય છે અને અમુક યુવાનો ક્રેશ ડાયટિંગ પણ કરતા હોય છે. તેમ છતાં તેમના વજનમાં કોઈ ખાસ ફરક પડતો નથી અને ઘણી વખત તો વજન ઘટવાને બદલે ઉલ્ટાનું વધી જતું હોય છે.

અમુક યુવાનો એવા પણ હોય છે જેઓ વજન ઘટાડવા માટે મોંઘીદાટ દવાઓ અને સર્જરીનો પણ સહારો લેતા હોય છે. પરંતુ આ નુસખાઓ ઘણી વખત શરીર માટે હાનિકારક સાબિત થાય છે. આવા યુવાનો માટે દ્વારકાના વકીલ દિનેશભાઈ વજન ઘટાડવા માટેનો એક ઘરેલુ પ્રયોગ પ્રયોગ બતાવ્યો છે. દિનેશભાઈ નો દાવો છે કે આ પ્રયોગથી એક મહિનામાં જ 10 થી 12 કિલો વજન ઘટાડી શકાય છે. દિનેશભાઈના જણાવ્યા અનુસાર, ભોજનમાં થોડી પરેજી રાખવામાં આવે તો ગમે તેટલી ચરબીવાળુ શરીર સ્લિમ-ટ્રીમ થઈ શકે છે.

આ પ્રયોગ શરૂ કરતા પહેલા પોતાનું વજન તપાસી લેવું અને બાદમાં આ પ્રયોગ શરૂ કરવો. વજન ઘટાડવા માટે સૌથી પહેલાં તો જંકફૂડનો ઉપયોગ ટાળવો અને એટલું જ નહીં ઘરમાં પણ સાત્વિક ભોજનનો જ આગ્રહ રાખવો. આ સાથે જ દૂધ, દહીં, છાશ જેવા ખટાશ ધરાવતા પદાર્થોનો ઉપયોગ સદંતર બંધ કરી દેવો. જમવામાં લેવાતી રોટલીમાં ઘીના બદલે ચોખ્ખા મધનો ઉપયોગ કરવો. બજારમાં મળતાં 100-200 રૂપિયા કિલો મધ વજન ઘટાડવાના કામમાં ખાસ લાભદાયી નીવડતા નથી. પરંતુ ગોંડલ તાલુકાના વાડધરી ગામમાં હજાર રૂપિયે કિલો મધ મળે છે જે સંપૂર્ણ સાત્વિક છે અને વજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે.

સ્વામિનારાયણ મંદિરના સંતના વજન ઘટાડ્યા પછી અનેક લોકો દ્વારા અવારનવાર વજન ઘટાડવાને લઈને ફોન આવતા રહે છે. આવા લોકોએ બે મહિના સુધી સતત મધ વાળી રોટલીનો ઉપયોગ કરવો.

 

અનેક લોકોને જમતી વખતે અથાણાનો ઉપયોગ કરવાની ટેવ હોય છે આવા લોકોએ આ પ્રયોગ દરમિયાન અથાણાના વપરાશ પર સદંતર પ્રતિબંધ મૂકી દેવો. આ પરેજી પાડ્યા પછી એક બે મહિના બાદ તમારું વજન ચેક કરાવવુ, તમને ચોક્કસ પરિણામ મળશે.

આ પ્રયોગથી પેટ, હાથ પર જામેલા ચરબીના થર ઘટવા લાગશે. મોટાભાગના લોકો મેદસ્વિતાથી પીડાતા હોય છે તેમના માટે આ ઘરેલુ પ્રયોગ સચોટ સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાના દિનેશભાઈ વિરાણી ૩૪ વર્ષની મહેનત બાદ અમૃત પુષ્પની શોધ કરી છે જેમાં તેઓ લૂણી, તરબૂચના બીજ, વરસાદી પાણી, ગળામાંથી આ પ્રવાહી બનાવ્યું છે. તેમનો દાવો છે કે આ અમૃત પુષ્પ શરીરમાંથી કચરો બહાર કાઢે છે તેમજ અનેક રોગોમાં અકસીર છે.

હાર્ટ બ્લોકેજ માં પણ ઉપયોગી છે. આ અમૃત પુષ્પ ની મદદથી જૂનાગઢના સ્વામિનારાયણના સંત એ માત્ર ૨૦ દિવસમાં જ 7 કિલો વજન ઉતાર્યું હતું આશ્ચર્યની વાત તો એ છે કે તેમણે ઉપવાસ કરવાના બદલે બન્ને ટાઇમ ભોજન કરીને આ વજન ઉતાર્યું છે વજન ઊતરવાની સાથે જ ઘણા સમયથી સતાવતો સાંધાનો દુખાવો પણ ગાયબ થઈ ગયો હતો.

Leave a Reply

error: Content is protected !!