આ છે ટીવીનાં સૌથી વધુ ભણેલા-ગણેલા કલાકાર, નં. 10 તો સિવિલ સર્વિસીઝની પરીક્ષા પણ આપી ચુક્યા છે

આજના જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. કહેવાય છે કે આપણે જેટલું વધુ જ્ઞાન મેળવીએ એટલો જ આપણા જીવનનો વિકાસ વધુ થાય છે. વધુ ભણેલા-ગણેલા હોવાનો મતલબ ફક્ત એવો નથી કે પ્રતિષ્ઠિત અને માન્યતા પ્રાપ્ત સંગઠન કે સંસ્થામાં નોકરી કરવી. શિક્ષિત હોવાનો મતલબ થાય છે કે જીવનમાં સારા, સમજુ અને સામાજીક વ્યક્તિ બનવું.

બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની દુનિયામાં એક્ટર કે એક્ટ્રેસને એમના અભિનય અને પોપ્યુલારીટીથી ઓળખવામાં આવે છે. એક વખત તેઓ પ્રખ્યાત થઈ જાય પછી લોકો એમના શિક્ષણ તરફ ધ્યાન નથી આપતા. જો કે એવું નથી કે આ ઈન્ડસ્ટ્રીમાં ભણેલા-ગણેલા સ્ટાર્સ નથી. બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર છે કે જેની ગણના ખૂબ જ ભણેલા-ગણેલા લોકોમાં થાય છે. તો વળી, કેટલાક એવા સ્ટાર્સ પણ છે કે જે ખૂબ ઓછું ભણેલા છે. બોલીવુડનાં કલાકારો વિશે તો લગભગ બધા જ જાણે છે પરંતુ આજનાં આ આર્ટિકલમાં અમે તમને ટીવીનાં કેટલાક મશહૂર સ્ટાર્સ વિશે જણાવીશું. તો ચાલો જાણીએ કોણ છે ટીવીના ટોપ-12 સૌથી ભણેલા-ગણેલા સ્ટાર્સ….

સૌથી વધુ ભણેલા-ગણેલા કલાકારો:

(1) કરણ સિંહ ગ્રોવર :


ટીવીના હેન્ડસમ હન્ક કરણસિંહ ગ્રોવરે IHM, મુંબઈથી હોટેલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. કરણસિંહ બિપાશા બાસુનાં પતિ દેવ છે અને તે સિરિયલો ઉપરાંત ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

(2) અનસ રાશિદ :


‘દિયા ઔર બાતી’ સિરિયલમાં અભણ મીઠાઈવાળાનો રોલ કરનાર અનસ રાશિદે સાયકોલોજીમાં માસ્ટર્સ કર્યું છે. આ સિવાય એમને પર્શિયન અને અરેબિક ભાષા પણ આવડે છે.

(3) દિપીકા સિંહ :


સિરિયલ ‘દિયા ઔર બાતી’ ની લીડ હિરોઈન દિપીકા સિંહ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે.

(4) મૌની રોય :


સિરિયલ ‘નાગીન’ અને અક્ષયની ફિલ્મ ‘ગોલ્ડ’માં કામ કરનાર મૌની રોય ઘણી બ્યુટીફૂલ છે. મૌની રોયએ દિલ્હીની મીરાંડા હાઉસ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તેણીએ જામીયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીથી માસ કમ્યુનિકેશનમાં માસ્ટર્સ કર્યું.

(5) રામ કપૂર :


ટીવીનાં સૌથી જાણીતા અભિનેતા રામ કપૂર લોસ એન્જેલસથી એક્ટિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી ચુક્યા છે.

(6) શરદ કેલકર :


ટીવી એક્ટર શરદ કેલકરે જયપુરના રેપ્યુટેડ કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ માર્કેટિંગમાંથી MBAની ડિગ્રી મેળવી છે. સિરિયલ ‘કુચ તો લોગ કહેન્ગે’માં તમે શરદ કેલકરને જોયા હશે.

(7) કરણ પટેલ :


સિરિયલ ‘યે હૈ મહોબ્બતે’ નાં લીડ એક્ટર કરણ પટેલ લંડન સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ છે.

(8) મુનમુન દત્તા :


તારક મહેતામાં ‘બબીતા’ નાં નામથી જાણીતી મુનમુન દત્તાએ ઈંગ્લીશ સબ્જેક્ટમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

(9) નેહા મેહતા :


ટીવી એક્ટ્રેસ નેહા મેહતાએ માસ્ટર ઇન પર્ફોર્મિંગ આર્ટ્સ, ભરતનાટ્યમમાં સ્પેશ્યલાઇઝેશન અને ડ્રામામાં ડિપ્લોમા હાંસિલ કર્યો છે. તારક મહેતામાં અંજલીનો રોલ કરનાર નેહા મહેતા ગુજરાતી છે.

(10) દિવ્યાંકા ત્રિપાઠી :


સિરિયલ ‘યે હૈ મહોબ્બતે’ ની લીડ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી પણ ખૂબ જ ભણેલ-ગણેલ છે. દિવ્યાંકાએ ઉત્તર કાશીનાં નહેરુ સ્કૂલ ઓફ માઉન્ટેનિયરિંગથી માઉન્ટેનિંગનો કોર્સ કર્યો છે. એટલું જ નહીં તેણીએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેણી ભોપાલમાં રાઇફલ એકેડમીમાં એક્ઝેક્યુટિવ ઓફિસર પણ રહી ચુકી છે. દિવ્યાંકા સિવિલ સર્વિસીઝની પરીક્ષા પણ આપી ચુકી છે.

(11) સાક્ષી તંવર :


ટીવીની મશહૂર એક્ટ્રેસ સાક્ષી તંવરે દિલ્હીનાં લેડી શ્રીરામ કોલેજથી પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. સાક્ષી કહાની ઘર-ઘર કી, બડે અચ્છે લગતે હૈ જેવી સિરિયલો તેમજ ફિલ્મ દંગલમાં પણ કામ કરી ચુકી છે.

(12) વિવિયન ડિસેના :


આજકાલ વિવિયન ‘શક્તિ એક કવચ’ માં કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિવિયન એક અનુભવી એન્જિનિયર છે અને તેમણે દિલ્હી જામીયા હમદર્દ યુનિવર્સિટીમાંથી એન્જીનયરીંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!