વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ 6 જાન્યુઆરીએ – જાણી લો શું પ્રભાવ પડી શકે છે તમારી રાશિ ઉપર જુઓ…

આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહિ મળે પરંતુ તેની અસર 12 રાશિમાં જોવા મળશે. કઈ રાશિ માટે શુભ ફળ મળશે અને કઈ રાશિને અશુભ ફળ મળશે.

1.મેષ રાશિ:-

મેષ રાશિના જાતકો પર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ સારું ફળ આપવાવાળુ છે. પારિવારિક સંબંધોમાં મજબૂતી આવશે. સંતાન પક્ષ તરફથી જે પણ ચિંતા છે તે દૂર થશે. રાજકીય કારોબાર મા લાભ થશે.

2)વૃષભ રાશી:-

વૃષભ રાશિ માટે પહેલું સૂર્યગ્રહણ સામાન્ય રહેશે. તમારે તમારી સ્વાસ્થ્યનો ધ્યાન રાખવાનું રહેશે. સૂર્યગ્રહણ ના કારણે સ્વાસ્થ્ય ખરાબ થવાના યોગ બની રહ્યા છે. ઠંડીમાં બહાર નીકળવાનો ઓછું રાખવુ.

3) મિથુન રાશિ

મિથુન રાશિવાળા જાતક અને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ખૂબ જ સારું રહેશે. પરિવારિક સ્થિતિમાં થોડો તણાવ રહેશે. વાદ-વિવાદથી બચવુ. નોકરીમાં પરિવર્તન યોગ બની રહ્યા છે. જે તમારા માટે સારા રહેશે. કોઈ મોટા વ્યક્તિ સાથે તમારો સંપર્ક થશે અને તેનાથી તમારા કાર્યમાં સફળતા મળશે.

4) કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો નહિ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ સારું રહેશે. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું રહેશે. જો સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો આર્થિક સ્થિતિ સારી રહેશે. પરિવારમાં માન-સન્માન મળશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે પરંતુ તમારે ક્રોધથી બચી ને રહેવાનું.

5) સિંહ રાશી

સિંહ રાશિવાળા જાતકો માટે વર્ષનો પહેલો સૂર્યગ્રહણ લાભકારક રહેશે. જે નોકરીની તલાશમાં છે તેના માટે સમય સારો છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો છે. તેમને તેમનુ ધાર્યું પરિણામ મળશે. સ્વાસ્થ્ય નુ થોડું ધ્યાન રાખવાનું રહેશે.

6) કન્યા રાશિ

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ કન્યા રાશિવાળા જાતકો માટે ખૂબ જ સારું રહેશે. ધન લાભ થશે. તેમજ તેના યોગ પણ બની રહ્યા છે. વેપારમાં લાભ થશે. કોઈપણ કામ કરો તો મનની વાત પહેલા સાંભળવી. જેનાથી લાભ થશે.

7) તુલા રાશિ:-

તુલા રાશિવાળા જાતકો માટે પ્રેમ સંબંધોમાં સકારાત્મકતા આવશે. તેમજ પ્રેમ સંબંધ દ્રઢ બનશે. નોકરીમાં લાભ થશે અને ધન ના પણ યોગ બની રહ્યા છે.

8) વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ગુસ્સો ના કરો નહીં તો કાર્યમાં વિઘ્ન આવશે. રાજકીય સંબંધો માં થોડા પ્રોબ્લેમ આવી શકે છે. તમારા ઉપર જિમ્મેદારી આવી શકે છે. તેમજ તમારી પદોન્નતિ થશે. સમાજ મા માન સન્માન વધશે.

9)ધનુ રાશિ

સ્વાસ્થ્ય ના થોડું ધ્યાન રાખવાનો રહેશે. ખાવા-પીવામાં પણ ધ્યાન રાખો. કારણ કે પેટ સંબંધિત બીમારી થવાના યોગ છે. વાયરસ થવાના યોગ છે. પરિવારમાં ખુશી નો પ્રસંગ બનશે. તમારો પરિવાર તમારાથી ખુશ થશે.

10)મકર રાશિ

મકર રાશિવાળા લોકોને અચાનક ધનપ્રાપ્તિના યોગ બની રહેશે. લાંબી યાત્રાના યોગ બની રહ્યા છે. અવસર આપો નવી નોકરીના યોગ પણ બની રહ્યા છે.

11)કુંભ રાશિ

કુંભ રાશિવાળા જાતકોને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. નોકરી તેમજ વ્યાપારમાં નવા નવા સ્રોત તમને મળશે. તમારે ખાલી થોડુ સ્વાસ્થ્યના ધ્યાન રાખવાનું રહેશે.

12)મીન રાશિ

મીન રાશિવાળા જાતકોને સંતાન સંબંધિત સમસ્યા શતાવશે. સંતાનના સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકશે. દાંપત્યજીવન ઉતાર-ચઢાવ વાળો રહેશે.કરિઅરમાં કોઈ ઉતાવળ નિર્ણય ન લેવો.

Leave a Reply

error: Content is protected !!