ગુજરાતમાં EBCનો લાભ મેળવી શકે તે માટે આ નવી જ્ઞાતીઓનો સમાવેશ, જુઓ યાદી

મિત્રો તમે જાણો જ છો કે ગુજરાત સરકાર દ્રારા સવર્ણોને અનામતનો લાભ આપવાની જાહેરાત કરાયા બાદ હવે સરકાર દ્વારા બિનઅનામત વર્ગની જાતિઓના લીસ્ટમાં નવી જાતિઓનો સમાવેશ કરાયો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બિનઅનામત વર્ગ માટે નવી જાતિઓની યાદી જાહેર કરવામાં આવી છે. સાથે જ પર્યાયવાચી શબ્દોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલી બિનઅનામત હિન્દુ જાતિઓમાં રાજપૂત ગરાસિયા, ગરાસિયા, હિન્દુ દરબાર, કચ્છી ભાનુશાળી, સિંધી ભાનુશાળી, હાલારી ભાનુશાળી, કંસારા, મોઢ પટેલ, ખમાર, કંદોઇ, સુખડીયાનો સમાવેશ થાય છે. તો બિનઅનામત મુસ્લિમ જાતિઓમાં મલેક, રંગરેજ, લીલગર (મુસ્લિમ) તેમજ નાગોરી લુહાર (મુસ્લિમ)નો સમાવેશ થાય છે.

સરકારે જાહેર કરેલી બિનઅનામત હિન્દુ જાતિઓની યાદી 

રાજપૂત ગરાસિયા

ગરાસિયા

હિન્દુ દરબાર

કચ્છી ભાનુશાળી

સિંધી ભાનુશાળી

હાલારી ભાનુશાળી

કંસારા

મોઢ પટેલ

ખમાર

કંદોઇ

સુખડીયાનો

બિનઅનામત મુસ્લિમ જાતિઓ

મલેક

રંગરેજ

લીલગર (મુસ્લિમ)

નાગોરી લુહાર (મુસ્લિમ)

મિત્રો મહત્વનું છે કે રાજ્યમાં દસ ટકા ઈબીસીને અનામતનો અમલ કરી દેવાયો છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે કહ્યું છે કે ગુજરાત સરકારની તમામ સરકારી ભારતીઓ થોડા સમય પૂરતી રોકવામાં આવી છે. કોઈને અન્યાય ન થાય એ માટે ભરતી રોકવાનો સરકારે નિર્ણય લીધો છે. ભારત સરકાર ગેઝેટ બહાર પાડે અને તેના નિયમો સામે આવે ત્યારબાદ જ ગુજરાતમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નવા કાયદાનો લાભ તમામને મળે તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે પરંતુ કોંગ્રેસ સમજ્યા વગર આક્ષેપો જ કર્યા કરે છે.

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત” ની આ પોસ્ટ તમને મદદરૂપ થઇ હોઈ તો શેર જરૂર કરજો…

Leave a Reply

error: Content is protected !!