આર્મીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી જીપ્સીનો ‘સેલ’ : કિંમત માત્ર 1 લાખ

રણ પ્રદેશથી લઇને પર્વતો સુધી ભારતીય આર્મીને સાથ આપી રહેલી જિપ્સી હવે આઉટડેટેડ થઈ ગઇ છે. જેને લીધે આ ગાડીને બદલવા માટે અનેક વખત ચર્ચા વિચારણા થઈ. આખરે હવે આ જીપ્સીઓને બદલવા માટેનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે. તેથી જો તમને પણ જો આ જીપ્સી પ્રત્યે ક્રેઝ હોય તો તમારા માટે સુંદર તક છે. માત્ર 1 લાખથી 2 લાખની કિંમત ચૂકવીને તમે આ જીપ્સીને પોતાની બનાવી શકો છો. આ વાત ખુદ આદિત્ય પટેલે ફેસબુકના માધ્યમથી જાહેર કરી છે. આદિત્ય પટેલની દેખરેખ હેઠળ જ આ જીપ્સી વેચવામાં આવી રહી છે. દરેક જીપ્સીની કન્ડીશન અને તેના ઉપયોગના આધારે તેની કિંમત અલગ અલગ હશે. મારૂતિ જીપ્સી અનકૈપ ક્રેશ ટેસ્ટમાં નિષ્ફળ જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાણકારી અનુસાર ભારતીય જવાનો પાસે વર્ષ 1999થી 2008 વચ્ચે બનેલી એસયુવી છે. આ જીપ્સીનું વેચાણ પૂણેમાં થઇ રહ્યું છે. જો તમે આ જીપ્સી ખરીદવા માંગતા હોવ તો તેને 15 વર્ષ સુધી નવા વાહનના રૂપમાં રજીસ્ટર કરાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ભારતીય આર્મીને 3,192 સફારી સ્ટોર્મ આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં સફારી સ્ટોર્મ ઇસ્ટર્ન કમાન્ડને આપવામાં આવશે. જેનું હેડકવાર્ટર કોલકાતામાં આવેલું છે. ત્યાર બાદ આ અરુણાચલ અને સિક્કિમમાં મોકલવામાં આવશે. ઉબડ ખાબડ રસ્તામાં પણ આ ગાડીઓ સરળતાથી ચાલી શકવા માટે સક્ષમ છે. સેનાની સુરક્ષાને ધ્યાનમાં લઇને સફારી સ્ટોર્મનો પસંદગી કરવામાં આવી છે. વરસાદ અને બરફીલા ક્ષેત્રમાં પવનોના સૂસવાટા વચ્ચે સફર કરવા માટે આ ગાડી શ્રેષ્ઠ છે. સેના માટે આ ગાડીને લીલા રંગમાં સજાવવામાં આવી છે.

કંપનીએ કારની ડાબી બાજુમાં કૈંસિટર કેરીયર પણ લગાવ્યું છે. જ્યારે ફ્રન્ટ બમ્પર પર સ્પોટલાઇટસ અને પાછળ એક પિંટર હુક પણ લગાવવામાં આવ્યું છે. સેનામાં શામેલ કરતાં પહેલા આ ગાડીઓનું છેલ્લા 15 મહિનાઓથી ઉબડ ખાબડ રસ્તાઓ અને પ્રતિકૂળ વાતાવરણમાં ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. ખાસ બાબત તો એ છે કે આ ગાડીઓ સંપૂર્ણ રીતે ભારતમાં જ બની છે. એટલું જ નહી કંપનીએ તત્કાલ બેક અપ સ્પૈર, પાર્ટસ, સર્વિસ અને સમયાંતરે મેઇન્ટેનન્સ કરી આપવાની ખાતરી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની સેના પાસેથી ગાડીઓનો ઓર્ડરમેળવવા માટે ટાટા મોટર્સની સાથે મહિન્દ્રા કંપની પણ શામેલ હતી. ભારતીય સેનાએ આ બંને કંપનીઓની ગાડીઓનું કડક ટેકનિકથી પરીક્ષા કર્યું અને તેમાં ટાટા મોટર્સ ખરી ઉતરી.

 

Leave a Reply

error: Content is protected !!