પોતાની જાત મહેનતે આ 6 કલાકારોએ ઉભી કરી અરબો રૂપિયાની સંપત્તિ, જેમાંનાં એક છે 5000 કરોડના માલિક

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે પ્રકારના કલાકારો હોય છે, એક કે જેના ગોડફાધર હોય છે અથવા તેઓ સ્ટારકિડ્સ હોય છે અને બીજા જે દિવસ-રાત મહેનત કરીને જાતે અહીંયા પહોંચે છે. આપણાં બોલીવુડમાં પણ ઘણા સ્ટાર્સ એવા છે કે જેઓ કોઈપણ બેકગ્રાઉન્ડ સપોર્ટ વગર પોતાની મહેનત અને લગનથી પોતાના દમ પર બોલીવુડમાં રાજ કરે છે. એમની પાસે એટલી સંપત્તિ છે કે તેઓ બીજાને પણ કામ આપી શકે પરંતુ એમનો નમ્ર સ્વભાવ આજે પણ જોઈ શકાય છે. એમણે પોતાના શ્રેષ્ઠ અભિનય વડે લાખો લોકોનાં દિલ જીત્યા છે.

બોલીવુડમાં કોઈ ગોડફાધર નહોતા, પોતાની જાત મહેનતે ઉભી કરી અરબો રૂપિયાની સંપત્તિ.
બોલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે કે જેમના કોઈ ગોડફાધર નહોતા એમ છતાં એમણે પોતાની મહેનત, સંઘર્ષ અને બહેતરીન એક્ટિંગ દ્વારા લોકોના દિલ જીત્યા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ઓળખાણ બનાવી. આજે આ પોસ્ટમાં અમે તમને એવા જ 6 કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમણે જાત મહેનતે કરોડો રૂપિયાની પ્રોપર્ટી ઉભી કરી છે.

નવાઝુદ્દીન સીદ્દીકી :


રઇસ, કિક, તલાશ, ગેંગ્સ ઓફ વાસેપુર, બાબુમોશાય, બંદૂકબાજ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા નવાઝુદ્દીન સીદ્દીકીનો અભિનય લાજવાબ હોય છે, એ તો આપણે બધા જાણીએ જ છીએ. નાના શહેરમાંથી આવનાર નવાઝુદ્દીન સીદ્દીકી પાસે આજે ફિલ્મોની લાઈનો લાગી છે અને મુંબઈમાં એમની કરોડોની સંપત્તિ પણ છે. હાલમાં એમની આગામી ફિલ્મ ‘ઠાકરે’ છે, જે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.

જેકી શ્રોફ :


બોલિવૂડનાં જેકી દાદાનો પણ ઈન્ડસ્ટ્રીમાં કોઈ બેકગ્રાઉન્ડ સપોર્ટ નહોતો એમ છતાં તેઓ હિટ રહ્યા. તેઓ જાત મહેનતે આગળ આવ્યા. આજે એમની પાસે કરોડોની સંપત્તિ છે. જેકીએ રામ લખન, ખલનાયક, સિર્ફ તુમ, હીરો જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ આજે પણ ઘણા લોકપ્રિય એક્ટર છે.

સુનિલ શેટ્ટી :


બોલીવુડમાં સુનીલ શેટ્ટીની એક અલગ જ ઓળખ છે. આજે પણ એમના લાખો ચાહકો છે. સુનીલે વર્ષ 1992માં ફિલ્મ ‘બલવાન’થી પોતાના કરિયરની શરૂઆત કરી અને ત્યારબાદ એમની બધી ફિલ્મો એક્શનથી ભરપૂર રહી. સુનીલ પાસે આજે કરોડોની પ્રોપર્ટી છે અને હવે એમનો દિકરો અયાન શેટ્ટી પણ સાઉથ ઈન્ડિયનની એક હિન્દી રિમેક દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. આ પહેલા એમની દિકરી આથિયા શેટ્ટીએ ફિલ્મ ‘હીરો’ દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું.

અક્ષય કુમાર :


બોલીવુડમાં પોતાની જાત મહેનતે ‘ખિલાડી’નો ખિતાબ મેળવનાર અક્ષય કુમારે વર્ષ 1986માં ફિલ્મ ‘આજ’ દ્વારા પોતાનાં કરિયરની શરૂઆત કરી હતી પરંતુ આ ફિલ્મમાં એમનો રોલ ફક્ત 5 સેકેન્ડનો હતો. ત્યારબાદ તેઓ પોતાની કાબિલિયતને કારણે આગળ વધ્યા અને આજે ખૂબ જ સફળ એક્ટર છે. એમની કુલ સંપત્તિ 150 મિલિયન એટલે કે 1000 કરોડ રૂપિયાથી વધુ છે.

અમિતાભ બચ્ચન :


વર્ષ 1969માં પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેતા અમિતાભ બચ્ચનની ઉંમર લગભગ 75 વર્ષ થઈ ગઈ છે. એમણે કુલી, મર્દ, શોલે, જંજીર, ખૂન-પસીના, મુકદ્દર કા સિકંદર, શરાબી, યારાના જેવી ઘણી સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મ કરીને મહાનાયક બની ગયા છે. આજે એમની પાસે 400 મિલિયન ડોલરની સંપત્તિ છે અને હાલમાં પણ ફિલ્મોમાં કામ શરૂ છે અને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.

શાહરૂખ ખાન :


દિલ્હીમાં ઘણા થિએટર કર્યા પછી ટીવી સિરિયલ ફૌજીમાં કામ મળ્યું, પછી સર્કસ જેવી પોપ્યુલર સીરિયલમાં કામ કર્યું. ત્યારબાદ ધીરે-ધીરે દિલ્હીથી મુંબઈ પહોંચ્યા અને આજે બોલીવૂડમાં રોમાન્સ કિંગ બની ગયા છે. આજકાલ ભલે શાહરુખની ફિલ્મો વધુ નથી ચાલતી પણ એમ છતાં એમની નેટ વર્થ 740 મિલિયન ડોલર એટલે કે 5177 કરોડ છે. આવું એટલા માટે કારણ કે ફિલ્મો સિવાય પણ તેઓ ઘણા પ્રકારના બિઝનેસ કરે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ફિલ્મી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!