2015 સુધી જેને કોઈ ઓળખતું ના હતું એવા હાર્દિક પટેલનાં આંદોલનથી લઈને અત્યાર સુધીની ફોટો સફર

2015 સુધી હાર્દિક પટેલને કોઇ ઓળખતું નહોતું પણ આજે હાર્દિક પટેલ ખૂબ મોટું નામ બની ગયું છે.

ગુજરાતમાં હાર્દિક પટેલે 3 વર્ષનાં ટૂંકા ગાળામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. અને તે આ વખતની લોકસભાની ચૂંટણીમાં એક મહત્વનું ફેક્ટર બનીને બહાર આવ્યો છે. જુલાઇ 2015થી શરુ થયેલા પાટીદાર સમુદાયના અનામત આંદોલનથી એક નાનકડો છોકરો હીરો બની ગયો છે. જે તમે અહીંયા આપેલા ફોટોમાં જોઈ શકો છો.

(1) વિરમગામમાં હાર્દિકભાઈ બંદૂક સાથે. છે ને એકદમ નાનકડો…છોકરો !!

(2) આંદોલનનાં શરૂઆતનાં દિવસોમાં સંબોધન કરી રહેલ હાર્દિક પટેલ :

(3) અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલની ધરપકડ :

(4) હાર્દિક પટેલ પોતાના પિતા ભરતભાઈ પટેલ સાથે:

(5) હાર્દિક પટેલ સહીત 51 પાટીદારોએ બોટાદના લાઠીદડ ગામે મૂંડન કરાવી સરકારનો વિરોધ નોંધાવ્યો હતો.

(6) ઉપવાસ પર બેઠેલા હાર્દિકને મળવા માટે પૂર્વ કેન્દ્રિય મંત્રી યશવંત સિન્હા તેમજ ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા પહોંચ્યા હતા.

(7) શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ પણ હાર્દિક પટેલના આંદોલનને સમર્થન આપ્યું હતું.

(8) હાર્દિક પટેલે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને સૌરાષ્ટ્રમાં યોજાનારા ખેડૂત સંમેલનમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. જે નીતિશ કુમારે સ્વીકાર્યું હતું અને ગુજરાત આવ્યા હતા.

(9) 19 દિવસનાં આમરણાંત ઉપવાસ કર્યા પછી હાર્દિક પટેલે ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ અને સીકે પટેલના હસ્તે સાદુ પાણી, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીને પારણાં કર્યા હતા. હાર્દિકનાં પારણાં કરાવવા માટે પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ પહોંચ્યા હતા.

(10) ઉપવાસ આંદોલન દરમિયાન હાર્દિક પટેલની તબિયત લથડી હતી.

(11) રક્ષાબંધનનાં તહેવાર દરમિયાન હાર્દિક પટેલ ઉપવાસ પર બેઠા હતા ત્યારે એમની બહેન મોનીકાએ એમને રાખડી બાંધી હતી

(12) કોંગ્રેસનાં નેતા દિગવિજયસિંહ સાથે હાર્દિક પટેલ.

(13) ગુજરાતના અનામત આંદોલનથી આ ત્રણ યુવાનો નેતા બની ગયા.

(14) કલકત્તાનાં મહાગઠબંધન પ્રોગ્રામમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી હાર્દિકને જમવાનું પીરસી રહ્યા છે.

(15) હાર્દિક પટેલ અને એમની થનાર પત્ની કિંજલ.

Leave a Reply

error: Content is protected !!