આપણા દેશની શાન સમાન ખુબસુરત બગીચા – મોહી લેશે તમારું મન

કુદરતી સુંદરતાની વાત જ અનોખી છે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધી જાય, પણ કુદરતી સુંદરતાનો મુકાબલો ન કરી શકે. હરિયાળી, ફૂલ, ઝાડ આ બધું માનવ જીવનને એક નવી ઉર્જા આપે છે. બધાની ઈચ્છા હોય છે કે તે જ્યાં રહે છે એની આજુબાજુ કુદરતી માહોલ હોય. આપણે સૌ જાણીએ જ છીએ કે ભારતમાં સૌથી વધુ પ્રાકૃતિક વિવિધતા છે. અહીં પ્રકૃતિનાં જુદા-જુદા રંગો માનવજીવન સાથે જોડાયેલા છે. ગ્રામીણ વિસ્તારોમાં તો દરેક જગ્યાએ હરિયાળી જોવા મળે છે. ફળ-ફુલના બગીચા, ખેતરોમાં લહેરાતા કપાસના ધોળા ફૂલ, સરસવનાં પીળા ફૂલ અને જીરુંની મહેક તો ગમે તેને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.

આ બગીચાઓ કુદરતનાં ખોળે બનેલા છે જે આપણને પ્રકૃતિનો અહેસાસ કરાવે છે :


પણ શહેરી ક્ષેત્રે પ્રકૃતિનાં દર્શન ભાગ્યે જ થતા હોય છે. તેથી શહેરોમાં સુંદર બગીચા બનાવવામાં આવે છે, જેથી લોકો કુદરતની અજાયબીનો લ્હાવો લઈ શકે. લોકો સવાર-સાંજ ત્યાં જઈને તાજી હવા લઈ શકે અને પરિવાર સાથે હરીફરી શકે. તેથી આજે અમે તમને ભારતના સૌથી સુંદર બગીચાઓ વિશે જણાવીશું. તો ચાલો જાણીએ કંઈક નવું, ફક્ત ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર :

આ છે દેશના સૌથી સુંદર બગીચાઓ :

(1) બોટેનિકલ ગાર્ડન (ઊટી) :


તમને જણાવી દઈએ કે આ ગાર્ડન ભારતના સૌથી જુના ગાર્ડનમાનો એક છે. આ ગાર્ડનનું નિર્માણ વર્ષ 1847માં થયું હતું. વર્તમાન બોટેનિકલ ગાર્ડન્સને લોઅર ગાર્ડન, ન્યુ ગાર્ડન, ઇટાલીયન ગાર્ડન, કન્ઝર્વેટરી, ફાઉન્ટેન ટેરેસ અને નર્સરીસ જેવા 6 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ગાર્ડનમાં વિદેશી વનસ્પતિ અને છોડ, ઝાડીઓ, ફર્ન્સ, વૃક્ષો, હર્બલ અને બોંસાઈ છોડની લગભગ 2000 પ્રજાતિઓ છે. અહીં દર વર્ષે સમર ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. જેને જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે.

(2) હેંગિંગ ગાર્ડન (મુંબઈ) :


મુંબઈ સ્થિત આ ગાર્ડન પોતાની સુંદરતાને લીધે જાણીતું છે. આ ગાર્ડનમાં નત-નવા ફૂલ-ઝાડ લગાવેલ છે. જે ખૂબ જ મનમોહક લાગે છે. આ હેંગિંગ ગાર્ડન્સ કે જેને ફિરોઝશાહ મહેતા બગીચા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બગીચો માલબાર હિલ્સની ટોચ પર આવેલો છે. જ્યાંથી સૂર્યાસ્તનાં દૃશ્યો જોવા એટલે એક લ્હાવો છે.

(3) વૃંદાવન ગાર્ડન (મૈસૂર) :


આ બગીચો મૈસૂરથી 20 કિલોમીટર દૂર કૃષ્ણારાજ સાગર ડેમની નીચે બનાવવામાં આવ્યો છે. આ બગીચો ખૂબ જ મોટો છે. જે 60 એકર જમીનમાં પથરાયેલ છે. તે ઉપરાંત 110 એકર બાગાયતી ખેતરો પણ જોડાયેલ છે. આ પણ મુગલ આર્કિટેક્ટની સુંદર રચના છે. દર વર્ષે આશરે 2 મિલિયન પ્રવાસીઓ આ બગીચાની મુલાકાત લે છે.

(4) નિશાત બાગ (શ્રીનગર) :


તમને જણાવી દઈએ કે શ્રીનગરમાં સ્થિત આ બગીચો ભારતનો બીજા નંબરનો સૌથી મોટો બગીચો છે. આ બગીચામાંથી તમે ડલ તળાવની ખૂબસૂરતીને માણી શકો છો. આ બગીચો ખૂબ જ સુંદર છે. આ બગીચો 46 એકર જમીનમાં ફેલાયેલો છે. આ મુગલકાળનો ઘણો જૂનો બગીચો છે. ‘નિશાત બાગ’ એ ઉર્દૂ શબ્દ છે, જેનો અર્થ થાય છે – “આનંદનો બગીચો”.

(5) ઈન્ડિયન બોટેનિકલ ગાર્ડન (કોલકત્તા) :


કોલકત્તામાં આવેલ આ ગાર્ડન હુગલી નદીના કિનારે બનાવવામાં આવ્યું છે. આ ગાર્ડનમાં દુનિયાભરનાં ફૂલ-છોડ ઉગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ ગાર્ડનમાં દુનિયાનું સૌથી પહોળું વડનું ઝાડ પણ છે. આ વડનું ઝાડ 2,800 જેટલા મૂળ ધરાવે છે. આ ગ્રેટ બનીયન ટ્રી 250 વર્ષ જૂનું છે. આ ઝાડ 14,500 ચોરસ મીટર (3.5 એકર) જમીનમાં ફેલાયેલું છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ માહિતી-સભર પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!