આ છે આપણી સૌથી નાની આંગળીના ત્રણ ભાગો નું રહસ્ય – આવું ક્યારેય વિચાર્યું પણ નહિ હોય

કહેવાય છે કે આપણી કિસ્મત આપણા જ હાથમાં હોય છે પરંતુ તમે ક્યારેય પોતાની હાથોની આંગળીઓ ઉપર નજર ફેરવી છે ખરા? સામાન્ય રીતે આપણે આ બાબત પર ધ્યાન આપતા નથી. આપણી હાથોની આંગળીઓ વચ્ચે થોડું અંતર રહેલું હોય છે અલગ અલગ વ્યક્તિ વચ્ચે તેમાં ક્યારેક વધારો-ઘટાડો હોઈ શકે છે. એટલું જ નહીં તમામ આંગળીનો આકાર પણ અલગ હોય છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે નાની આંગળી જેને લિટલ ફિંગર પણ કહેવામાં આવે છે. જેનો આકાર તમામ આંગળીઓ કરતા ઘણો અલગ હોય છે અને અન્ય આંગળીઓ વચ્ચેનું અંતર પણ વધારે હોય છે. આ અંતર પાછળ એક રહસ્ય છે અને આ રહસ્ય માટે ઘણું મોટું કારણ જવાબદાર હોય છે. આ લેખમાં અમે તમને તે જ કારણ વિશે જણાવીશું.

નાની આંગળીઓમાં આવેલા ભાગોનું રહસ્ય :

ઘણી વખત અનેક લોકો સામેની વ્યક્તિના હાથ અને તેની આંગળીઓ જોઈને તેમનો સ્વભાવ માપી લેતા હોય છે. પરંતુ તમે ક્યારે તમામ આંગળીઓ વચ્ચે આવેલા ભાગો તરફ નજર કરીને કોઈ વ્યક્તિના વ્યક્તિત્વને પારખવાની કોશિશ કરી છે ખરા ? જો તમે એવું ક્યારેય કર્યું ન હોય તો હવે પ્રયત્ન કરજો, આમ કરવાથી તમને તે વ્યક્તિની દ્રઢતાની જાણ થશે.

નાની આંગળીઓ વિશે વિશેષજ્ઞોનું તર્ક :

વિશેષજ્ઞો અનુસાર તમામ આંગળીઓ કરતા આપણા હાથની સૌથી નાની આંગળી આપણા વિશે ઘણી રોચક વાતો તરફ ઈશારો કરે છે. એવું કહેવામાં આવે છે કે આ અંગે અનેક રહસ્યો થી ભરપૂર હોય છે.

આંગળીમાં બનેલા ભાગોની વિવિધતા :

જાણકારો અનુસાર દરેક વ્યક્તિની નાની આંગળીઓ વચ્ચે આવેલા ત્રણ વિભાગ એક સમાન હોતા નથી. ત્રણ હિસ્સાઓમાં વહેંચાયેલા આ ભાગમાં કોઈ એક ભાગ નાનો હોય છે તો બાકીના બે મોટા હોય છે. તો ક્યારેક વચ્ચે આવેલો ભાગ મોટો હોય છે અને ક્યારેક ઉપરનો ભાગ નાનો હોય છે. આ અસમાનતાને લઇને પણ અનેક વિશેષજ્ઞો દ્વારા ખાસ ટિપ્પણી કરવામાં આવી છે.

શું છે નાની આંગળીનું રહસ્ય? :

1) પહેલો ભાગ લાંબો હોય તો :

જો છેલ્લી આંગળીના તમામ ભાગ કરતા પહેલો ભાગ લાંબો હોય તો તમે સામેની વ્યક્તિને જલ્દીથી આકર્ષી શકો છો અમારી વાતચીત કરવાની રીતથી અનેક લોકોને પ્રભાવિત કરી શકો છો. એટલું જ નહીં તમે સામેવાળી વ્યક્તિની ઉંડાઇને જલ્દીથી માપી શકો છો.

2) જો વચ્ચેનો ભાગ લાંબો હોય તો :

જો નાની આંગળી ના વચ્ચેના ભાગની વાત કરીએ, તો જો તમારી આંગળીના પ્રથમ અને ત્રીજા ભાગ કરતા વચ્ચેનો ભાગ લાંબો હોય તો તમારો સ્વભાવ ‘કેરિંગ’ છે. આવા લોકો પોતાના કરતાં પણ સામેની વ્યક્તિનું વધુ ધ્યાન રાખતા હોય છે. આવા લોકો બહુ જૂજ હોય છે. સંબંધો સાચવવા મામલે પણ આવા લોકો હંમેશા આગળ પડતા હોય છે.

3) જો ત્રીજો ભાગ ઘણો નાનો હોય તો :

જો કોઇ વ્યક્તિની નાની આંગળીનો ત્રીજો ભાગનો નાનો હોય તો તે તેમનું સારુ પાસુ બતાવે છે. આ લોકો સામેની વ્યક્તિ માટે હંમેશા વફાદાર હોય છે. આવા લોકો વાતચીત કરવામાં પણ ખૂબ સારા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આવા લોકો કોઈ ને દગો આપતા નથી.

4) જો તમામ ભાગ નાના હોય તો :

જો નાની આંગળીના તમામ ભાગ નાના હોય તો આવા લોકો ભીડમાં સમાઇ જવા વાળા વ્યક્તિ હોય છે. તેમની હાજરી ગેરહાજરીથી સામેની વ્યક્તિને કોઈ ફરક પડતો નથી.

5) જો વચ્ચેનો ભાગ નાનો હોય તો :

જો કોઇની આંગળીનો પ્રથમ અને ત્રીજો ભાગ લાંબો હોય અને વચ્ચેનો ભાગ નાનો હોય તો તેમનો સ્વભાવ જિદ્દી હોય છે. આવા લોકો જલ્દીથી પરિવર્તનને સ્વીકારી શકતા નથી. તેઓ એક વખત જે નક્કી કરી લે છે તે કરીને રહે છે પછી તે સાચું હોય કે ખોટું !

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!