જાન્યુઆરી રાશિફળ 2019 – જાણી લો આ રાશિના લોકોને થશે જમીન સંબંધિત ફાયદો થશે

મેષ રાશિ –

નવી યોજના લાભકારી રહેશે. વાહનના ખરીદ વેચાણમાં સાવધાની જરૂરી છે. આરોગ્ય પ્રત્યે સચેત રહો. પરિવારમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ રહેશે. વાણી અને ક્રોધ પર કાબુ રાખો. ધર્મ કર્મ પ્રત્યે રુચિ વધશે.

વૃષભ રાશિ –

વ્યવસાયિક યોજનાઓ સફળ થશે. સમાજ અને પરિવારમાં માન સન્માનની તક મળશે. બાળકો તરફથી ચિંતામુક્ત રહેશો. મન લગાવીને કાર્ય કરો. અધિકારી ખુશ રહેશે. મિત્રો સાથે ફરવા જઈ શકો છો.

મિથુન રાશિ –

બીમારી પર પૈસા ખર્ચ થઈ શકે છે. યોજના મુજબ કામ પૂરા કરી શકશો. ધાર્મિક કાર્યો અને ગતિવિધિયોમાં ઉત્સાહથી ભાગ લેશો. વિદ્યાર્થીઓને આશામુજબ સફળતા મળહે. જમીન મકાનના કામ બનશે. યાત્રા શુભ રહેશે.

કર્ક રાશિ –

નવા કાર્ય સમજી વિચારીને શરૂ કરો. સામાન્ય કાર્યોમાં વધુ ઉર્જા લાગવાવી પડશે. રોકાણમાં જોખમ વધુ રહેશે. ખર્ચ વધુ રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે.
પત્નીનો પ્રેમ અને સહયોગ મળશે.

સિહ રાશિ –

વાદ વિવાદથી નુકશાન થઈ શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવો. આરોગ્યમાં ઉતાર ચઢાવ થઈ શકે છે. મિત્રોનો વ્યવ્હાર સારો નહી રહે. વેપાર અને નોકરી સામાન્ય રહેશે. યાત્રાથી મન ખુશ રહેશે.

કન્યા રાશિ –

કેટલીક કાયદાકીય તકલીફ આવી શકે છે. રોકાયેલો પૈસો આવવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં પરસ્પર પ્રેમ અને સહયોગ વધશે. વેપારમાં પ્રતિસ્પર્ધા વધશે. કોઈ તરફથી ભેટ મળી શકે છે.

તુલા રાશિ –

રોકાણ સમજી વિચારીને કરો. પ્રેમ સંબંધોમાં ખટાશ આવી શકે છે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા થઈ શકે છે. શૈક્ષણિક કાર્યોમાં રુચિ વધશે. જમીન સંપત્તિના સંબંધમાં દગો થઈ શકે છે. મન પરેશાન રહેશે.

વૃશ્ચિક રાશિ

પરિશ્રમથી કાર્ય સિદ્ધ થશે. આવકના સાધનોમાં વધારો થશે. આસપાસનુ વાતાવરણ ખુશનુમા રહેશે. સકારાત્મક વિચાર સારા સાબિત થશે.પરિવાર સાથે ધાર્મિક યાત્રા ની યોજના બનશે. રોકાણથી સારો લાભ મળશે.

ધનુ રાશિ

જીવનને સારો બનાવવાનો પ્રયાસ કરો. સામાજીક જીવનમાં નવી તાજગી આવશે. મનોબળ મજબૂત થશે. અધિકારી પ્રસન્ન થશે. બાળકોના સારા માટે ધન ખર્ચ થશે. ઈશ્વર પ્રત્યે આસ્થા વધશે.

મકર રાશિ –

વેપારમા પ્રતિસ્પર્ધા વધી શકે છે. આવક ખર્ચનુ સંતુલન બનાવીને ચાલો વડીલોનો આશીર્વાદ મળશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. સમાજમાં તમારુ માન સન્માન વધશે.

કુંભ રાશિ –

વેપારમાં પરિવાર્તનની યોજના બની શકે છે. મનોબળ અને આત્મવિશ્વાસ કાયમ રાખો. પારિવારિક સુખમાં કમી આવી શકે છે. ભાઈ બહેન વચ્ચે પ્રેમ વધશે.
રાજનીતિના ક્ષેત્રમાં સફળતા મળશે.

મીન રાશિ

આરોગ્ય ખરાબ થવાથી તકલીફ વધી શકે છે. જીવનસાથીનો ભરપૂર સહયોગ અને પ્રેમ મળશે. યાત્રા સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. વાણી અને ક્રોધ પર કાબુ રાખો. રોકાણ લાભદાયક.

Leave a Reply

error: Content is protected !!