જીયોના ગ્રાહકો માટે આવ્યા ખુશીના સમાચાર : આ રીતે જોડાઈ શકશે Non Jio ગ્રાહકો પણ

રિલાયન્સ જીયો અન્ય કંપની કરતા હંમેશા એક ડગલું આગળ રહેવા માંગે છે. આ જ કારણ છે કે, તે સતત નવી-નવી ઓફર રજું કરતું રહે છે. હવે જીયોએ નવી અને ઉપયોગી એવી ત્રણ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ ત્રણેય એપ્લિકેશન એકદમ મફત છે. ચાલો જાણીએ આ નવી એપ્લિકેશન વિશે…..

(1) Jio Group Talk (જીયો ગૃપ ટોક) :

જીયોની આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એક સાથે 10 વ્યક્તિ ગૃપ વોઈસ કોલ કરી શકે છે. મતલબ, આ એપથી કોનફરન્સ કોલ એકદમ સરળ થઈ જશે. આ એપની મદદથી મિત્રો વચ્ચે મીટીંગ પણ થઈ જશે. આમાં તમે ગૃપ પણ બનાવી શકો છો અને સિંગલ ક્લિકથી કોનફરન્સ કોલ થઈ જશે.

(2) Jio Meet (જીયો મીટ) :
આ એપની મદદથી HD વિડીયો કોલિંગ થઈ શકશે. જેમાં એકસાથે 5 વ્યક્તિ ગૃપમાં વિડીયો કોલ કરી શકશે. રિટેઈલ યુઝર્સ 5 લોકો સાથે જોડાઇ શકશે જ્યારે કોર્પોરેટ યુઝર્સ એકસાથે 25 વ્યક્તિ સાથે વિડીયો મિટિંગ કરી શકશે. જ્યારે તમે એપ્લિકેશનમાં સાઈન ઈન કરશો ત્યારે કોર્પોરેટ સાઈન ઇનનો વિકલ્પ પણ જોવા મળશે.

(3) Jio Motive (જીયો મોટીવ) :
આ એપ્લિકેશનની મદદથી તમે તમારી બાઈક કે કારને નેવિગેશન અને ટ્રેક કરી શકશો. તમારા વાહનની સર્વિસ, રીપેર, પેટ્રોલ બિલ, ડોક્યુમેન્ટ મેઈન્ટેનન્સ વગેરે સરળ થઈ શકશે. જેમાં તમને ટ્રીપ એનાલિસિસ, રૂટ, વગેરે જોવા મળશે.

ઉપરોક્ત બધી જ એપ્લિકેશન રોજીંદા જીવનમાં ઘણી ઉપયોગી થાય એવી છે. આ અગાઉ પણ જીયોએ ઘણી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. જેમ કે, Jio Browser, Jio Money, Jio News Paper, Jio Cloud વગેરે… જો કે આ બધી ઓફરની વિવિધતામાં યુઝર્સને ઘણો ફાયદો થાય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!