કુંભ 2019 : પોતાનું શ્રાદ્ધ કરીને બને છે ‘નાગા સાધુ’… ક્લિક કરી જુવો રહસ્યમય ફોટા

પ્રયાગરાજમાં કુંભનો પ્રારંભ થઈ ગયો છે અને મોટી સંખ્યામાં સાધુ સંતો અહી આવી રહ્યા છે. જેમાં વધુ રહસ્યમય છે ‘નાગા સાધુ’. હંમેશની જેમ આ વખતે પણ તેમની અનોખી દુનિયા ચર્ચામાં છે. પ્રયાગરાજથી લઇને સોશિયલ મીડિયા પર પણ તેની જ ચર્ચા છે. નાગા સાધુની રોચક જિંદગી વિશે દરેક વ્યક્તિ જાણવા અને સમજવા માંગે છે. નાગા સાધુ બનવું એટલું સરળ નથી હોતું તેમના માટે અનેક પાડવો પાર કરવા પડતા હોય છે.

સામાન્ય વ્યક્તિની નાગા સાધુ બનવા સુધીની રસપ્રદ માહિતી તમને આ લેખમાં જાણવા મળશે અને તેમના વિષે જાણ્યા પછી તેમના ત્યાગ અને લગ્નના વખાણ કર્યા વિના નહી રહી શકો.

કઇ રીતે થઈ હતી અખાડાની સ્થાપના ?

માનવામાં આવે છે કે જ્યારે વિદેશી આક્રમણકારીઓ ભારત આવવા લાગ્યા ત્યારે આદિ શંકરાચાર્યે અખાડાની સ્થાપના કરી હતી. આદિ શંકરાચાર્ય માનતા હતા કે સાધુઓને પૂજા પાઠવી સાથે શારીરિક શ્રમ અને અસ્ત્ર શાસ્ત્રનું જ્ઞાન પણ હોવુ જોઇએ જેથી કરીને આક્રમણકારીઓનો સામનો કરી શકાય. આ માટે આદિ શંકરાચાર્યે 7 અખાડાની સ્થાપના કરી. જો કે હવે આ અખાડાની સંખ્યા 13 થઇ ચૂકી છે.

પોતાનું જ કરવું પડે છે શ્રાદ્ધ :

નાગા સાધુ બનવા માટેની દિક્ષા લેતા પહેલા વ્યક્તિએ પોતાનું જ શ્રાદ્ધ રીતિ રિવાજ પ્રમાણે કરવાનું હોય છે. શ્રાદ્ધની વિધી પૂર્ણ થયા પછી અખાડાની ગુરૂ જે નામ આપે એ નામથી જ તે વ્યક્તિ ઓળખાય છે. આ ઉપરાંત દિક્ષા પહેલા તે વ્યક્તિનું તેના પરનું નિયંત્રણ પારખવામાં આવે છે. ત્રણ વર્ષ સુધી બ્રહ્મચર્ય અને માનસિક નિયંત્રણની પરીક્ષામાં જે વ્યક્તિ સફળ થાય તો જ તેને નાગા સાધુની દિક્ષા આપવામાં આવે છે.

હિન્દુ ધર્મની વ્યક્તિ જ બની શકે છે નાગા સાધુ :

જૂના અખાડાના આંતરાષ્ટ્રીય મહામંત્રી મહંત પરશુરામ ગિરીનું કહેવું છે કે નાગા સાધુની દિક્ષા એ જ વ્યક્તિને આપવામાં આવે છે કે જે હિન્દુ હોય. પછી તે કોઇ પણ સમાજનો કેમ ન હોય. આ ઉપરાંત અન્ય ધર્મનો વ્યક્તિ જો નાગા સાધુ બનવા માંગે તો અખાડાની નિયમ પ્રમાણે તે બની ન શકે.

માનવ વસાહતની બહાર કરે છે નિવાસઃ

નાગા સાધુઓ માનવ વસાહતની બહાર વસવાટ કરતા હોય છે. નાગા સાધુ તરીકે તેઓ કોઇને પ્રણામ કરી શકતા નથી કે નથી કોઇની નિંદા કરી શકતા. તેમને એક સન્યાસીની જેમ જ જીવન વ્યતિત કરવાનું હોય છે. નાગા સાધુની દિક્ષા ગ્રહણ કરનાર દરેક સાધુને આ નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે.

ભિક્ષા ભાગીને જ ભોજન ગ્રહણ કરે છે :

નાગા સાધુના નિયમ પ્રમાણે તેઓ દિવસમાં એક જ વખત ભોજન ગ્રહણ કરી શકે છે. આ ભોજન પણ તેમણે ભિક્ષા માંગીને લીધુ હોવું જોઇએ. આ ઉપરાંત નાગા સાધુ એક દિવસમાં માત્ર 7 ઘરમાંથી જ ભિક્ષા માંગી શકે છે. તેથી જો તેમને 7 ઘરમાંથી ભિક્ષા ન મળે તો તેમણે તે દિવસે ભૂખ્યું રહેવું પડે છે.

ભસ્મ અને રૂદ્રાક્ષ કરે છે ધારણ :

નાગા સાધુઓ માત્ર ભસ્મ અને રૂદ્રાક્ષ ધારણ કરી શકે છે. જો કોઇ કપડા પહેરવા ઇચ્છે તો તેઓ માત્ર એક જ ગેરુ રંગનું વસ્ત્ર ધારણ કરી શકે. તેના સિવાય તેઓ શરીર પર ભસ્મ લગાવે છે અને રૂદ્રાક્ષ ધારણ કરે છે.

સુરેશ સોમપુરા એ લખેલા અલગારીઓ પરના ઘણા પુસ્તકો ગુજરાતીમાં ઉપલબ્ધ છે. ઘરે બેઠા આ પુસ્તકો ઓર્ડર કરવા 7405479678 નંબર પર વોટ્સએપ કરો અથવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!