કેરેલાના યુવકે પોતાના બાળકો માટે બનાવી મીની ઓટો રિક્ષા – ક્લિક કરી જુવો ફોટા

દરેક માતા પિતા પોતાના બાળકની ખુશી માટે કોઇ પણ હદ સુધી જઈ શકે છે કારણ કે દરેક માતા પિતા માટે તેમના બાળકો જ સર્વસ્વ હોય છે. બાળકના જન્મ પહેલા બે ગણી મજૂરી કરીને માતા પિતા પોતાના બાળકને કોઇ ખોટ ન સાલવે તેની ચિંતા કરતા હોય છે અને તેમની આ ચિંતા છેલ્લા શ્વાસ સુધી યથાવત રહે છે.

કેરાલાના અરૂણ પરુષોત્તમનીએ પોતાના બાળકોની ખુશી માટે એક ખાસ ગિફટ તૈયાર કરી છે. જે આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ છે. આ ગિફટ છે મીની ઓટો રિક્શા જે અરૂણ પુરુષોત્તમનીએ પોતાના બે વ્હાલ સોયા બાળકો માટે બનાવી છે. અરૂણના પુત્ર માધવ ક્રિષ્નાએ વર્ષ 1990માં આવેલી ‘એ ઓટો’ નામની ફિલ્મ જોયા પછી પોતાના માટે પણ તેમાં બતાવેલી મિની રિક્ષા બનાવે તેવો આગ્રહ કર્યો હતો.

પાંચ વર્ષના માધવ ક્રિષ્ના અને તેની બહેન દ્વારા ચલાવવામાં આવી રહેલી આ મિની ઓટો રિક્ષાનો વિડીયો વાયરલ થતાં જ લોકો દિલ પર છવાઇ ગયો હતો અને હવે તમામ સોશિયલ મીડિયા પર તેમની જ ચર્ચાઓ છે.

મલયાલી લોકો વર્ષ 1990 માં આવેલી મ્યુઝીકલ રોમેન્ટીક ફિલ્મની ઓટો રિક્ષા અને તેના ગીતના દિવાના છે. આ ફિલ્મ જેમણે જોઇ હશે તે લોકો આ ફિલ્મના દરેક દ્રશ્યોને મન ભરીને માણ્યા હશે. ઇડુકીના રહેવાસી અરૂણે ‘સુંદરી’ ઓટો રિક્ષાનું મીની વર્ઝન તૈયાર કર્યું છે અને આ રિક્ષા સાથે શૂટ કરાયેલા વીડિયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે એવરગ્રીન ‘સુંદરી સુંદરી’ ગીત વાગી રહ્યું છે.

આ વિડીયોમાં અરૂણ સમજાવે છે કે તેણે આ મીની રિક્ષા કઇ રીતે બનાવી અને લોકો પણ તેના આ કૌશલ્યના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

અરૂણને હંમેશા રમકડાની કાર બનાવવાનો શોખ હતો. તેણે પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે જ્યારે હું નાનો હતો ત્યારે મને વાહનો પ્રત્યે ખૂબ લગાવ હતો અને મને પણ આવા રમકડાની હંમેશા અપેક્ષા રહેતી. પરંતુ મારા પરિવારના આટલા મોંઘા રમકડાં પોષાય તેમ ન હતા.

મારા પિતા જે કાર્પેન્ટર હતા તેમણે મારા માટે જૂની સાયકલમાં લાકડાના પૈડા લગાવીને તેને સુંદર ઓપ આપ્યો હતો. મેં પણ અનેક નાના રમકડા બનાવ્યા હતા, ખાસ કરીને પૈડા.

હું જયારે ધોરણ 10માં હતો ત્યારે જેસીબીનું વર્કીંગ મોડલ બનાવવા બદલ મને સ્ટેટ લેવલની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું હતું. આ પછી મેં કયારેય પાછુ વળીને નથી જોયું.

અરૂણના ઉચ્ચ અભ્યાસ શરૂ થતા જ તેનો આ શોખ પાછલી પાટલીએ ધકેલાય ગયો. આગળ જતાં તે પોંડીચેરી શિફટ થઈ ગયો જયાં જવાહરલાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં નર્સિંગ ઓફિસર તરીકે નિમણૂંક થઇ.

અરૂણે પોતાના પુત્ર માટે એસયુવી અને પુત્રી માટે ત્રણ પૈડાવાળું બાઇક બનાવી આપ્યું હતું. કારના મોડલ બનાવવાનું તેનું કૌશલ્ય હંમેશા યથાવત રહ્યું. તેને પોતાના પુત્ર માટે મીની રિક્ષા બનાવવામાં 7 મહિના જેટલો સમય લાગે છે.

આ મિની રિક્ષાને વાસ્તવિક ટચ આપવા માટે અંદાજે 15 હજારનો ખર્ચ થયો હતો. અરૂણ હાલમાં કેરેલાના કટ્ટપ્પનામાં રહે છે અને તેનો મીની ઓટો રિક્ષા સાથેનો વિડીયો વાયરલ થતાં તેબનાવવા માટેની પૂછપરછ શરૂ થઈ ગઈ છે. પરંતુ પોતાના બાળકો માટે બનાવેલા આ સુંદર રમકડાને વાંચવાનું કોઇ આયોજન ન હોવાનું અરૂણે જણાવ્યું હતું.

Leave a Reply

error: Content is protected !!