એક મુસ્લિમ કલાકારે બનાવી દુનિયાની સૌથી ઊંચી દુર્ગા મૂર્તિ, લિમ્કા રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું

આસામ રાજ્યનાં શિલ્પી દિન નિમિત્તે દુનિયાની સૌથી ઊંચી માતા દુર્ગાની મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિ એક એવા વ્યક્તિએ બનાવી છે કે, જેનું નામ સાંભળીને બધી બાજુ એમના વખાણ થઈ રહ્યા છે. આ મૂર્તિ બનાવનાર કારીગરનું નામ નુરુદ્દીન અહમદ છે. માં દુર્ગાની આટલી ઊંચી મૂર્તિ બનાવ્યા બાદ એનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાઈ ચૂક્યું છે.

સપ્ટેમ્બરમાં બનાવી હતી મૂર્તિ :


ગંગા-જમના સંસ્કૃતિને દર્શાવતા નુરુદ્દીન અહમદે સપ્ટેમ્બર 2018માં આ મૂર્તિનું નિર્માણ કર્યું હતું. આ મૂર્તિની ઊંચાઈ 98 ફૂટ છે. જણાવી દઈએ કે જ્યારે આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે આ સમાચાર ખૂબ વાયરલ થયા હતા.

કોણ છે અહમદ?


અહમદ ગુવાહાટીનાં કાહિલીપાડા વિસ્તારના રહેવાસી છે. અહમદ જણાવે છે કે, ઘણા લોકો એમની આ અનોખી કલાનાં વખાણ કરે છે. એમણે કહ્યું કે, મોટાભાગે લોકો પૂછતાં હોય છે કે તમારો ધર્મ તમારા કામમાં બાધા નથી બનતો? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ‘આ કામમાં ધર્મની વાત ક્યાંથી આવી જાય છે? શિલ્પીઓ (કલાકાર)નો કોઈ ધર્મ નથી હોતો. કલા જ એમનો ધર્મ હોય છે.’ જણાવી દઈએ કે, આ વિશાળ મૂર્તિ હિન્દૂ-મુસ્લિમ એમ બંને સમુદાયનાં કુલ 40 લોકોએ મળીને બનાવી છે. જેને જોવા માટે લાખો લોકો ઉમટી પડ્યા હતા.

તમને જાણીને નવાઈ લાગશે કે, અહમદે આ મૂર્તિ ફક્ત 7 અઠવાડિયામાં બનાવી હતી. અહમદે જણાવ્યું કે, આ મૂર્તિ અમે 40 દિવસમાં બનાવી હતી. પરંતુ વાવાઝોડું આવવાથી દુર્ગા પૂજાનાં એક અઠવાડિયા પહેલા જ બધુ તૂટી ગયું. ત્યારબાદ અમે બધું જ શરૂઆતથી બનાવ્યું હતું. જેના માટે ફક્ત 7 દિવસ લાગ્યા હતા.

લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ :


જણાવી દઈએ કે, અહમદને મૂર્તિ બનાવવા માટે લિમ્કા રેકોર્ડ્સનાં અધિકારીઓ તરફથી ગયા મહિને લેટર મળી ગયો છે. પરંતુ એમણે આ વાતનો ખુલાસો હમણાં બુધવારે સોશિયલ મીડિયાનાં માધ્યમથી કર્યો. અહમદ ગુવાહાટીનાં સૌથી મોટા દુર્ગા પંડાલમાં આર્ટ ડાયરેક્શનનું કામ પણ સંભાળે છે. અહમદ પોતાનાં કામમાં વાંસનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે આસામમાં વાંસ સરળતાથી મળી રહે છે. આ જ કારણ છે કે, તેઓ વાંસની આ અનોખી કલાને પ્રોમોટ કરવા માંગે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ એકતા-ભાવના અને ભાઈચારો ભરેલી પોસ્ટ પસંદ આવી હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!