કોઈ પેટ્રોલ પંપ પર આ 5 સર્વિસ ફ્રી નો આપે તો કેન્સલ થઇ શકે છે પંપનું લાયસન્સ

મિત્રો શું તમે જાણો છો પેટ્રોલ પર અમુક સુવિધાઓ ફ્રી મળે છે અને મહત્વની વાત એ છે કે તમને આ સુવિધાઓ ન મળે તો તેની ફરિયાદ કરી શકો છો અને જો તમારી ફરિયાદ યોગ્ય હશે તો પંપનું લાઇસન્સ રદ પણ થઇ શકે છે.

જો તમને તમારા અધિકારો પેટ્રોલ પંપ પર ના મળે તો તમે લોક ફરિયાદ અને મોનીટરીંગ સીસ્ટમ પાશે જઈને ફરિયાદ નોંધાવી શકો છો. તમે https://pgportal.gov.in/ વેબસાઈટ પર જઈ ને ફરિયાદ નોંધાવી શકો છો. તમારી આ ફરિયાદને આધારે પંપનું લાઈસન્સ રદ પણ થઇ શકે છે.

ક્વૉલિટી ટેસ્ટ

તમને ફ્યુલની ગુણવતાને લઈને કાઈ શંકા થતી હોય તો તમે ફિલ્ટર પેપર ટેસ્ટની માંગ પણ કરી શકો છો. અને આ બિલકુલ ફ્રિ હશે. જેના તમારી પાસેથી કોઈ પણ પૈસા નહિ લેવામાં આવે. અને જો તમને ફ્યુલની માત્રાને લઈને કાઈ શંકા હોય તો તમે કવોન્ટિટી પણ ટેસ્ટ કરાવી શકો છો.

વાહનમાં ફ્રિ હવા ભરવી

તમને જણાવી દઈએ કે તમામ પેટ્રોલ પંપ પર વાહનોમાં હવા ભરવાની સુવિધા આપવી ફરજિયાત છે. તેના માટે પેટ્રોલ પંપ ડીલરે પંપ પર હવા ભરવાની ઇલેક્ટ્રોનિક મશીન અને વાહનોમાં હવા ભરનાર વ્યક્તિની નિયુક્તિ કરવી પણ જરૂરી છે. તમારા વાહનમાં હવા ભરવાના પેટ્રોલ પંપના માલિક અથવા નિયુક્ત વ્યક્તિ તમારી પાસે તેના પૈસા ન માંગી શકે, આ સેવા લોકોને ફ્રીમાં આપવામાં આવે છે. જો કોઇ પંપ પર આ માટે પૈસા માંગવામાં આવે તો તમે સંબંધિત ઓઇલ કંપનીને ફરિયાદ કરી શકો છો.

ફર્સ્ટ એઇડ બૉક્સ

દરેક પેટ્રોલ પંપ પર એક ફર્સ્ટ એઇડ બૉક્સ હોવું જરૂરી છે. જેથી સામાન્ય જનતાને જરૂરિયાત ઉભી થતાં તેનો ઉપયોગ કરી શકાય. આ બૉકસમાં જીવનરક્ષક દવાઓ અને પાટા હોવા જોઇએ. આ સાથે તમામ દવાઓની એક્સપાયરી ડેટ પણ લખેલી હોવી જોઇએ. આ બૉક્સમાં દવાઓ એક્સપાયર થયેલી ન હોવી જોઇએ. જો પેટ્રોલ પંપ તમારી માંગ પર ફર્સ્ટ એઇડ બૉક્સ આપવાની ના પાડે તો તમે તેની લેખિતમાં ફરિયાદ કરી શકો છો.

ઈમરજન્સી ફોન કૉલ

તમને જણાવી દઈએ કે જો તમારે મફતમાં કોઈ પણ પેટ્રોલ પંપ પરથી ઇમરજન્સી ફોન કૉલ કરવો હોય તો તમે કરી શકો છો. તમે તમારા પરિચિતને કૉલ કરો અથવા માર્ગ અકસ્માતના પીડિત વ્યક્તિના પરિજનને કૉલ કરવો હોય તો કોઈ પણ પેટ્રોલ પંપથી કરી શકો છો. જો તમારે રસ્તા વચ્ચે કોઈ પણ જરૂરી કૉલ કરવો હોય, મદદ માંગવી હોય તો પેટ્રોલ પંપ પર જઈ શકો છો.

પીવાનું શુદ્ધ પાણી

પેટ્રોલ પંપ ડીલરને પોતાના પંપ પર સામાન્ય લોકોની સુવિધા માટે ફ્રી પીવાના પાણીની સુવિધા આપવી જરૂરી બનશે. તેના માટે પેટ્રોલ પંપ ડીલરે આરઓ મશીન,વૉટર કૂલર અને પાણીનું કનેક્શન પોતે લગાવવાનું ફરજીયાત રહેશે. જો કોઇ પંપ પર પીવાના પાણીની સુવિધા ન મળે તો તેના માટે તેની જે તે  માર્કેટિંગ કંપનીને ફરિયાદ કરી શકો છો.

Leave a Reply

error: Content is protected !!