વાહ…. આ ફિલ્મી કલાકારોને પ્લેન ઉડાવતા પણ આવડે છે, નંબર-4 પાસે તો લાઈસન્સ પણ છે

બૉલીવુડ સ્ટાર્સ કંઈપણ કરી શકે છે, તેઓ શ્રેષ્ઠ અભિનય કરે છે, સમાજ-કલ્યાણનાં કામો કરે છે, કાર અને બાઇક ચલાવે છે અને તેઓ એરોપ્લેન પણ ચલાવે છે. કદાચ એવું એકપણ કામ નહીં હોય કે તેઓ ન કરી શકે. આપણે મોટાભાગની ફિલ્મોમાં જોઈએ છીએ કે હીરો બધી રીતે પારંગત હોય છે. પછી ભલેને તે હિરોઈન સાથેનું ઈલુ-ઈલુ હોય કે પર્વત તોડીને લાવવાનો હોય. હીરો માટે કંઈપણ અશક્ય નથી હોતું. તો વળી, આજની હિરોઈનો પણ કંઈ ઓછી નથી, જ્યાં તેમની ઇચ્છાઓ અને શોખને પૂર્ણ કરવાની વાત આવે છે, તો તેઓ તેમને પરિપૂર્ણ કરવા માટે કંઇપણ કરી શકે છે. એરોપ્લેન પણ ઉડાવી શકે છે. જી હાં, મિત્રો, તમે બરાબર સાંભળ્યું છે, આપણા ફિલ્મી હીરો-હિરોઈનો રિયલ લાઈફમાં પણ ઘણું બધું કરી શકે છે. તેથી આજના આ પોસ્ટમાં અમે તમને એવા કલાકારો વિશે જણાવીશું કે જેમને ખરેખર ઍરોપ્લેન ઉડાવતા આવડે છે. જેમાં જાંબાઝ હિરોઈનો પણ સામેલ છે.

બોલિવુડના આ 5 કલાકારો ઍરોપ્લેન પણ ઉડાવી શકે છે:
સાચો કલાકાર એ જ હોય છે કે જે પોતાની જીંદગીમાં દરેક પ્રકારના રોલ નિભાવી જાણે. ઘણા બધા કલાકારોને તમે ફિલ્મમાં પ્લેન ઉડાવતા જોયા હશે પણ કેટલાક કલાકારો એવા પણ છે કે જે હકીકતમાં પ્લેન ઉડાવવાનું હુન્નર જાણે છે. રિયલ જીંદગીમાં એમને પ્લેન ઉડાવતા આવડે છે. ચાલો જાણીએ…

(1) અમિતાભ બચ્ચન :


બોલીવૂડના મહાનાયકે પોતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પહેલા તેઓ ભારતીય વાયુસેનામાં પાઈલોટ બનવા માંગતા હતાં. જો પ્લેનમાં મુસાફરી દરમિયાન કોઈ ઈમરજન્સી આવે, તો એવા સમયે તેઓ પ્લેનને લેન્ડ પણ કરાવી શકે છે. મતલબ, અમિતાભ બચ્ચનને પ્લેન ઉડાવતા આવડે છે, શું વાત છે ! બિગ બી, તમે તો મલ્ટી ટેલેન્ટેડ નીકળ્યા.

(2) શાહિદ કપૂર :


તમે શાહિદ કપૂરને ફિલ્મ મૌસમમાં પ્લેન ઉડાવતા જોયા હશે. એમણે આ ફિલ્મમાં ભારતીય વાયુસેનામાં એક ફાઈટર પાઈલોટનો રોલ નિભાવ્યો હતો. આ શૂટિંગ દરમિયાન એમણે એક પ્રોફેશનલ પાઈલોટ બનવા માટેની ટ્રેનીંગ પણ લીધી હતી. એમણે આ તાલીમ એટલી સફળતાપૂર્વક પૂર્ણ કરી કે ત્યારબાદ એમણે રિયલમાં F-16 ફાઈટર પ્લેન ઉડાવ્યું હતું.

(3) અસીન :


બોલીવુડમાં થોડીક ફિલ્મો કર્યા પછી અભિનેત્રી અસીને એક બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા. પણ અસીન પાસે ટેલેન્ટની કોઈ ખામી નથી, એટલે જ તો તેણીએ પ્લેન ઉડાવીને એક દાખલો બેસાડ્યો છે. જ્યારે તે વેકેશન દરમિયાન ઈટાલી ગઈ હતી ત્યાં જ તેણી સી-પ્લેન ઉડાવતા શીખી હતી. વાહ ! હમ કિસી સે કમ નહીં.

(4) ગુલ પનાગ :


ટીવી હોસ્ટ અને એક્ટ્રેસ ગુલ પનાગનું હુન્નર તો તમે એનાં અભિનય દ્વારા જોયું જ છે. એની પાસે એક બીજું પણ હુન્નર છે. તેણી પ્લેન ઉડાવવાની ટ્રેનિંગ પણ લઈ ચુકી છે. તેણી પાઈલોટ બનવાનું પોતાનું સપનું પૂરું કરી ચુકી છે. આ સાથે જ એની પાસે પ્રાઇવેટ પ્લેન ઉડાવવાનું લાઈસન્સ પણ છે. બહોત અચ્છે.

(5) વિવેક ઓબેરોય :


વિવેક ફિલ્મ ક્રિશ-3 નાં શૂટિંગ દરમિયાન પ્લેન ઉડાવવાનું શીખ્યો હતો. અને ખરેખર રિયલ પ્લેન ઉડાવ્યું પણ હતું. ત્યારબાદ તેઓ પ્રાઈવેટ લાઈસન્સ કઢાવવાનું પણ વિચારી રહ્યા હતા, કારણ કે એને પ્લેન ઉડાવવાની ખૂબ જ મજા પડી હતી. એમણે સેસ્ના ક્રાફટ પ્લેન ઉડાવ્યું પણ હતું, આ એક નાનકડું બે સીટવાળુ વિમાન હોય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ અનોખી પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!