બાળકો થી લઈને મોટાઓના ફેવરીટ પીઝા માટે હવે ઘરે જ બનાવો પીઝા સોસ, વાંચી લો સરળ રીત

બાળકોને ભાવતા એવા પીઝા આજકાલ ખૂબ જ અલગ-અલગ વેરાઈટીમાં બને છે. પીઝા ઉપર લગાડવામાં આવતો સોસ પણ એટલો જ સ્વાદિષ્ટ હોય છે. સોસ વગર પીઝા અધૂરા છે. પિઝામાં ઉપયોગમાં લેવાતા ટોમેટો સોસમાં લિકોપીન નામનો એક ઘટક હોય છે, જે એન્ટીઑકિસડન્ટથી ભરેલો હોય છે. જે હૃદયના રોગો અને કેન્સરને અટકાવે છે. પીઝા હંમેશા ગરમા-ગરમ ખાશો તો તમને એના ઘણા ફાયદા મળી શકે છે.

સામાન્ય રીતે પીઝા સોસ માર્કેટમાં તૈયાર મળી જાય છે. જો કે ઘરે પણ એકદમ સરળતાથી શુદ્ધ અને ટેસ્ટી પીઝા સોસ બનાવી શકાય છે.

પીઝા સોસ ઘરે કેવી રીતે બનોવશો?

પીઝા સોસ બનાવવા માટે જરૂરી સામગ્રી :

ડુંગળીની પેસ્ટ : 1 ચમચી

ટોમેટો સોસ : અડધો કપ

ટોમેટો પ્યુરી : 2 કપ

લસણની પેસ્ટ : 1 ચમચી

લાલ મરચું પાવડર : 2 ચમચી

કાળા મરી પાઉડર : અડધી ચમચી.

ઓલિવ તેલ : 2 ચમચી.

મીઠું : સ્વાદ અનુસાર

પીઝા સોસ બનાવવાની રીત :

સૌથી પહેલા એક વાસણમાં 2 ચમચી ઓલિવ તેલ નાખી ગરમ કરો. હવે તેમાં ડુંગળી અને લસણની પેસ્ટ નાખો અને એક મિનિટ સુધી તેને ફ્રાય કરો.

ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી નાખીને હલાવતા રહો, ધીમી આંચે પાકવા દેવું. હવે એમાં મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરીને હલાવો.

પછી એમાં કાળા મરી પાઉડર, ટોમેટો કેચઅપ ઉમેરો. બધું વ્યવસ્થિત મિક્ષ થઈ જાય ત્યાં સુધી હલાવો અને ચૂલો બંધ કરી દો.

તો તૈયાર છે પીઝા સોસ. ઘરે બનાવેલ પીઝા પર પ્રેમથી સોસ લગાવીને ઝાપટવાનો આનંદ અલગ જ હોય છે. એકદમ શુદ્ધ અને સાત્વિક. બાળકો પણ હોંશે-હોંશે ખાશે…

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!