મહિલાએ PM મોદીને પૂછ્યો PUBGનો સવાલ, વીડિયોમાં જુઓ PMનો જવાબ

મિત્રો તમને જણાવી દઈએ કે આજરોજ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીની સ્કુલના વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા 2.0’માં સંબોધન કર્યું હતું. મોદીજી બાળકોને આ શિક્ષણ બહારની દુનિયા વિષે જણાવ્યું હતું. માત્ર પરીક્ષા બધું નથી તેની બહાર પણ દુનિયા છેસાથે તેમને વિદ્યાર્થીઓને કીધું હતું કે પરીક્ષાને સ્કુલની જ પરીક્ષા સમજો જિંદગીની નહી.

Image result for MODI JI PARIXA PE CHARCHA

ભણતર સિવાય બીજું કાઈ નથી એવું વિચારો નહિ. સાથે સાથે તેમને માતા-પિતા દ્રારા બાળકો પર આપવામાં આવતા દબાણ વિષે પણ વાત કરી હતી કે બાળકને સારું માત્ર દેખાડવા માટે તેના માતા-પિતા તેના પર દબાણ કરતા હોય છે. આ કાર્યક્રમ દરમિયાન મોદીજીને એક સવાલ પૂછવામાં આવ્યો કે બાળકોને ઓનલાઈન ગેમથી કેમ દુર રાખવા જોઈએ? હજી તો પ્રશ્ન પૂછ્યો કે તરત ક PM સાહેબ બોલ્યા કે, “આ PUBG વાળો જ છે કે? એટલું બોલ્યા ત્યાં તો લોકો ખુબ તાળીયો પાડવા લાગ્યા અને PUBGનું નામ લેતા જ બધા જોસમાં આવી ગયા.

વીડીઓમાં તમે જોઈ શકો છો કે મોદીજીએ કહ્યું કે આ પ્રકારની ઓનલાઈન ગેમ સમસ્યા પણ છે અને સમાધાન પણ છે. બને તો તમે તમારા બાળકને ફોનથી દુર રાખો. માતા-પિતા દ્રારા તેમના બાળકોને ટેક્નોલોજીની સાચી સમજ અને માહિતી આપવી જોઈએ. ઓનલાઈન ગેમ કરતા બાળકો પ્લે-હાઉસ પર જાય તો વધુ સારું. બાળકને સારું દેખાડવા તેમના પણ દબાણ ન કરવું જોઈએ અને ટેન્સનમાં ન આવવું જોઈએ.

Leave a Reply

error: Content is protected !!