લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોકઃ બહેન પ્રિયંકાને સોંપ્યું મોટું પદ

કોંગ્રેસે લોકસભાની ચુંટણી પહેલા જ પોતાનો સૌથી મોટો દાવ રમ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે UPA ચૅરપર્સન સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા ગાંધીએ હવે સત્તાવાર રીતે રાજનીતિમાં એન્ટ્રી લઇ લીધી છે. તેની નિમણુક રાહુલ ગાંધીએ જ બુધવારે કોંગ્રેસ મહાસચિવ તરીકે કરી. પૂર્વ ઉત્તરપ્રદેશની જવાબદારી પણ  પ્રિયંકા ગાંધીને સોપવામાં આવી છે  પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી પોતાની તમામ જવાબદારીઓ સાંભળી લેશે.

પ્રિયંકાને રાજનીતિમાં શામેલ કરવાનું કારણ છેલ્લાં ઘણા સમયથી કોંગ્રેસ કાર્યકર્તાઓની માંગ હતી કે પ્રિયંકા ગાંધીને રાજનીતિમાં શામેલ કરવામાં આવે તેને પૂરી કરવા માટે પ્રિયંકાને રાજનીતિમાં શામેલ કરવામાં આવી. પ્રિયંકા ગાંધીએ આ પહેલાં પણ રાયબરેલી અને અમેઠીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે પ્રચાર કરેલો છે તમને બતાવી દઈએ કે, કોંગ્રેસમાં પ્રથમ વખત એવું બનેલ છે કે પ્રિયંકા ગાંધીને સત્તાવાર પદ અપાયું હોય.

https://www.facebook.com/vtvgujarati/videos/144090426485534/

 

મહત્વની વાત એ છે કે 2019ની લોકસભા નિર્ણાયક સાબિત થવાની છે, એવામાં સૌથી મહત્વની ભૂમિકા ઉત્તરપ્રદેશની છે. ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી સાથે આવતા આખું સમીકરણ બદલાઈ ગયું હતું. અને બીજી વાત કે આ બન્ને પાર્ટીઓએ કોંગ્રેસને ગઠબંધનમાં શામેલ કરી ન હતી.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે લોકો અત્યારે કોંગ્રેસ ની મજાક બનાવી રહ્યા છે અને હલકામાં લઇ રહ્યા છે સાથે તેમને જણાવ્યું હતું કે તે 2019ની ચુટણી તે પુરા જોશથી લડશે અને જનતાને સરપ્રાઈઝ પણ કરી દેશે. અને સાથે સાથે કોંગ્રેસે જાહેરાત કરી છે કે તે રાજ્યની તમામ 80 લોકસભા સીટો પરથી એકલા જ ચુંટણી લડશે.

ત્યારબાદ વાત કરીએ આગમનની તો પ્રિયંકાના  કોંગ્રેસમાં આગમન  થયું ત્યારે નેતા મોતીલાલ વોરાએ કહ્યું કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પુરા જોશથી ચૂંટણી લડશે અને પ્રિયંકાનું કોંગ્રેસમાં આગમનની અસર સંપૂર્ણ પ્રદેશમાં પડશે. સાથે સાથે તેમને એવું પણ જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધીને ભલે પૂર્વીય ઉત્તરપ્રદેશની જવાબદારી અપાઈ હોઈ પણ તેની અસર પુરા પ્રદેશમા પડશે.

જાણવા મળ્યું છે કે, પ્રિયંકા ગાંધીના લગ્ન રોબટ વાડ્રા સાથે થયા છે અને તેમને 2 સંતાન પણ છે. પ્રિયંકા ગાંધીએ મનોવિજ્ઞાનની ડિગ્રી દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી મેળવેલ છે.

 

Leave a Reply

error: Content is protected !!