દિકરીઓનાં છુટાછેડા થવાના ખુબ જ સામાન્ય પણ મુખ્ય કારણો : અચૂક વાંચવા જેવા છે

લગ્ન એ ભારતીય સંસ્કૃતિનાં સૌથી પવિત્ર સંસ્કાર છે. જેમાં બે અલગ-અલગ વ્યક્તિએ જીવનભર સાથે રહેવાનું હોય છે. પહેલાના સમયમાં માતા-પિતા જે કહેતા એમ જ થતું. ઘરના વડીલો જ છોકરો કે છોકરી જોવા જતા અને યોગ્ય લાગે એટલે સવા રૂપિયો અને નારીયેળ આપી સગપણ નકકી કરી નાખતા. એ સમયમાં છોકરી-છોકરો જોવા જવાનું ચલણ બિલકુલ નહોતું. આજે હજાર વાર જોયા બાદ પણ લગ્ન-સંબંધો તૂટી જાય છે. પહેલાના સમયમાં માતા-પિતા દિકરીનાં ઘરનું પાણી પણ નહોતા પીતા. દિકરી પણ પતિના ઘરને સંભાળી લેતી અને સાસુ-સસરાને માતા-પિતાનો દરજ્જો આપતી. પણ હવે જમાનો એકદમ બદલાય ગયો છે. હાલમાં દિકરીનું લગ્નજીવન લાંબુ ટકતું નથી. જો કે, એના માટે ઘણા કારણો જવાબદાર છે. તેથી જ આજે અમે તમને દિકરીઓનાં છુટાછેડા થવાના કારણો જણાવીશું. જો આપણે આ કારણો વ્યવસ્થિત રીતે સમજી જશું તો ઘણી દિકરીઓના ઘર-સંસાર બચી જશે. તો ચાલો જાણીએ જીવન ઉપયોગી જ્ઞાન….

માતાની દખલગીરી :


લગ્ન કરવાથી માતા પુત્રીનાં સંબંધ મટી નથી જતાં, માતાને સાથ આપવો, તેની સેવા કરવી એ દરેક દીકરીનું કર્તવ્ય છે, તેની ના નથી, પરંતુ જો માતાની દખલગીરી દીકરીનાં સંસારમાં વધારે પડતી હોય તો તે ચોક્કસ દીકરીએ જ પારખવી જોઈએ અને માતાની દખલગીરીને કારણે પોતાનો સંસાર ન ડૂબે તે જોવું જોઈએ.

સાચી-ખોટી સલાહ :


કહેવાય છે કે, જે ઘરમાં મા-દિકરી વચ્ચે લગ્ન પછી લાંબી લાંબી વાતો થતી હોય ત્યાં દિકરીની પિયરમાં પરત આવવાની પુરી શક્યતા છે. એટલે દિકરીની માતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્ન પછી દિકરીને સાચી-ખોટી સલાહ આપવાનું ટાળવું જોઈએ.

ગેરસમજણ :


લગ્નજીવનમાં થયેલી નાની-નાની ભૂલો અને ગેરસમજણનાં કારણે દાંપત્યજીવનમાં તિરાડ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘર હોય ત્યાં નાના-મોટા ઝઘડા તો થતા જ રહે પણ એનો મતલબ એવો નથી કે એના લીધે આપણે અલગ થઈ જઈએ. આવા સંજોગો ઉભા થાય તો હંમેશા શાંતિથી કામ લેવું અને સાથે બેસીને વાત કરવી. કારણ કે, વાત કરવાથી દરેક સમસ્યાનો ઉકેલ નીકળે છે.

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ આ પંક્તિ સાચી છે પણ પરણ્યા પછી પુત્રીના જીવનમાં માતા કરતાં પતિનું સ્થાન વધી જાય એ પણ એક નક્કર હકીકત છે. જો કોઈ માતા કે દીકરી આ વાત ન સ્વીકારે તો તેઓ ચોક્કસ અવળી દિશામાં જઈ રહ્યાં છે તેવું કહી શકાય. જ્યારે કોઈ નાનું પક્ષી જન્મે છે ત્યારે તેની માતા તેને ખોરાક ચાંચમાં આપીને ખવડાવે છે, પરંતુ જેવું તે થોડું મોટું થાય અને ઉડતા શીખે એટલે તેને સ્વતંત્ર રીતે વિહરવા છોડી દે છે. લગભગ મોટાભાગના પશુ-પક્ષીઓમાં આવું જ હોય છે, એક માત્ર મનુષ્ય જ એવું પ્રાણી છે કે જે ગમે તેટલું મોટું થાય તો પણ તેના પાલનહાર પર આધારિત રહે છે. તેની પાછળ જવાબદાર મહ્દઅંશે માતા જ હોય છે. જો માતા ઈચ્છે તો બાળકને અતિશય પ્રેમ આપી સદંતર પાંગળા કરી શકે અને માતા ઈચ્છે તો સમય આવે કઠણ કાળજુ કરી જીજાબાઈ પણ બની શકે.

કન્યા વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે આનાથી તેઓ એમ કહેવા માંગે છે કે, હે દીકરી ! તેં તારી સેવા, શુશ્રૂષા અને સદ્‍ગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે એવી જ રીતે તું આ સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે. આ પ્રકારની શીખ પોતાની દિકરીને તેની માતા કન્યા વિદાય ટાણે આપે છે. બસ, આ વસ્તું દરેક માતા-પિતા સમજી જાય તો દિકરીનું લગ્નજીવન સુખી થઈ જાય.

દિકરીને વહાલ જરૂર કરીએ પણ એટલું વહાલ ન કરવું કે એનો ઘર-સંસાર ડૂબી જાય.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ જીવન-ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!