આ છે ગુજરાતનું સૌથી ધનિક ગામ, દરેક વ્યક્તિની બેન્ક ડિપોઝીટ વિશે વાંચીને હોશ ઉડી જશે

ગુજરાતનાં કચ્છ જિલ્લાનાં પાટનગર ભુજથી લગભગ 3 કિ.મી. અંતરે આવેલ માધાપર ગામનું મંડાણ કોઇ એવાં શુભ ચોઘડિયે થયું હશે કે, આ ગામ સ્થાપનાથી માંડીને આજ દિન સુધી ઉત્તરોતર પ્રગતિ જ કરતું રહ્યું છે.

કચ્છનાં રા હમીરનાં સમયમાં કચ્છના ધાણેટી ગામેથી આવીને માધા કાના સોલંકી (માધવજી કાનજી સોલંકી) એ ગોખરૂ બુવાર જમીન પર પ્રથમ તોરણ બાંધેલ જેથી તેમનાં નામ ઉપરથી ગામનું નામ માધાપર પડેલ છે. તોરણ કોઇ શુકનવંતા હાથે અને શુભ ઘડીએ બંધાયું કે, આજે આ ગામ એક વિકાસશીલ અને સુખી-સમૃદ્ધ ગામ તરીકે જાણીતું થયું છે.

ગામની બેન્ક ડિપોઝીટ 5 હજાર કરોડ છે:


માધાપર ગામની વસ્તી 50 હજાર કરતાંયે ઓછી છે એમ છતાં એક સર્વે મુજબ આ ગામ પાસે 5000 કરોડની બેંક અને પોસ્ટ ડિપોઝીટ છે. આ ગામમાં મુખ્યત્વે NRIs દર વર્ષે કરોડો રૂપિયા ડિપોઝીટ કરાવે છે. આ ગામમાં 18 થીયે વધુ બેન્ક આવેલી છે અને હજી પણ નવી બેન્ક પોતાની શાખાઓ ખોલવા તત્પર છે. કોઈ એક ગામમાં આટલી બધી બેન્ક્સ હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એક માત્ર ગામ હશે.

આ ગામની આટલી સમૃદ્ધી પાછળનું કારણ વિદેશમાં વસતા લોકો છે. માધાપર ગામના લગભગ પાંચેક હજારથી પણ વધુ લોકો વિદેશમાં વસવાટ કરે છે. જેમાં આફ્રિકાનાં દેશો મુખ્ય છે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, અમેરિકા, ન્યુઝીલેન્ડમાં પણ મોટાભાગના લોકો વસવાટ કરે છે.

વ્યક્તિ દીઠ 12.50 લાખ રૂપિયાની ડીપોઝિટ:


આ ગામમાં કોઇ ગરીબ નથી બધા લાખોપતિ છે. આ ગામ એશિયાનું સૌથી ધનવાન ગામ ગણાય છે. માધાપર ગામની વસ્તી 40 હજાર જેટલી છે. આ રીતે દરેક વ્યક્તિની બેન્ક ડિપોઝિટ લગભગ 12.50 લાખ રૂપિયા થાય છે.

સુખ-સુવિધાથી સમૃદ્ધ ગામ :


ગામની સમૃદ્ધિનો અંદાજ તેના રસ્તા અને ઘર પરથી લગાવી શકાય છે. માધાપર ગામમાં આર્થિક સમૃદ્ધિને કારણે ચારેબાજુ આલિશાન બંગ્લોઝ જોવા મળે છે. આ ગામમાં પાણી, સેનિટેશન, રોડ-રસ્તા, તળાવ, હોસ્પિટલ વગેરે સુવિધા છે. ઉપરાંત બાળકોનાં અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ગામમાં સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ પણ છે.

ગામની મહિલાઓ છે બહાદુર:


કહેવાય છે કે, પટેલ કણબી સમુદાયના લોકો ગામમાં વસ્યા ત્યારથી ગામ સુખી અને સમૃદ્ધ બન્યું છે.


વર્ષ 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન માધાપર ગામની 300 મહિલાઓએ હવાઇ પટ્ટીના સમારકામમાં અગત્યનો ભાગ ભજવીને માત્ર 3 દિવસમાં પુન:નિર્માણનું કાર્ય કર્યું હતું. તેમના સન્માનમાં અહીં વીરાંગના સ્મારક બનાવવામાં આવ્યું છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!