રાજા મહારાજાઓ જેવી જીંદગી જીવે છે આ બોલીવુડ સ્ટાર્સ – એક તો ખરેખર ના નવાબ જ છે – જોવો ફોટા

મિત્રો આજે દરેક વ્યક્તિ તેનું જીવન રાજા મહારાજની જેમ જીવવાનું ઈચ્છતા હોઈ છે પરંતુ આવું દરેક માટે શક્ય હોતું નથી કારણકે, દરેકની કિસ્મત એવી નથી હોતી કે તેનો જન્મ કોઈ મોટા ખાનદાનમાં થાય અથવા તેની મહેનત એવો રંગ લાવે જેવું તે ઈચ્છતા હોય. બોલીવૂડમાં અમુક સિતારાઓની કમાણી કરોડોમાં હોઈ છે કેમ કે તેની ફિલ્મોનો કારોબાર જ કરોડો માં હોય છે. તેમની ફિલ્મો કાંઈક ને કાંઈક રેકોર્ડ બનાવી જ દે છે અને એવામાં એક્ટરની કમાણી પણ જોરદાર થાય છે. એવામાં તેની ધન દોલતમાં વધારો થવાનો જ છે અને ધન દોલત વધવાથી તે તેની જિંદગી રાજા-મહારાજાની જેમ જીવવા નું ચાલુ કરે છે. બોલીવૂડના આ 5 સુપરસ્ટાર્સ, એમાંથી એક નવાબ છે, જયારે એક તેના પિતાના માર્ગદર્શનથી ફિલ્મોમાં આવ્યા છે અને અમુક ફિલ્મોમાં તેની પોતાની મહેનત થી આજે આ સ્થળ હાંસલ કર્યું છે.

રાજા-મહારાજાની જીંદગી જીવે છે બોલીવુડના આ 5 સુપરસ્ટાર્સ

1.શાહરૂખ ખાન

એક સમયે દિલ્લીમાં નાના એવા ફ્લેટમાં રહેનાર શાહરૂખ ખાનનું નામ આજે દુનિયાના અમીર એક્ટરમાંથી એક હશે તે તેમને પોતે પણ નહિ વિચાર્યું હોય. પોતાની રીઅલ લાઇફમાં શાહરૂખ ખાન કોઈ બાદશાહથી ઓછો નથી અને તેમની પાસે આરબોના બંગલા છે અને તેના સિવાય પણ ઘણી જગ્યાએ તેમની પ્રોપર્ટી છે. શાહરૂખ ખાનની જીંદગી કોઈ રાજાથી ઓછી નથી બસ શાહરૂખ ખાનની કુલ પ્રોપર્ટી 4000 હજાર કરોડની આસપાસ છે.

2.સલમાન ખાન

છેલ્લા 10 વર્ષોથી સલમાનની બધી ફિલ્મોએ 100 કરોડથી વધુ કારોબાર કર્યો છે, સલમાનની ફી 50 કરોડ ની આસપાસ છે અને વધુમાં ફિલ્મના પ્રોફિટ નો અમુક હિસ્સો પણ તેનમે આપવામાં આવે છે. સલમાન ની લાઈફ સ્ટાઈલ પણ રજાઓ થી ઓછી નથી અને તે કરોડોની ગાડીઓ માં ફરે છે તેમજ આજે પણ તેમના પરિવાર સાથે રહેવાનું પસંદ કરે છે.

3.અમિતાભ બચ્ચન

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે પણ કરોડોની સંપતિ છે. મુંબઈમાં તેમના બેબંગલા છે જેની કિંમત લગભગ 300 કરોડ છે અને તેના સિવાય પણ તમની ઘણી જગ્યાએ સંપતિ છે. અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોમાં કામ કરીને પૈસા કમાય છે અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના રાજા જ છે તેમની આગળ બધા એક્ટર અને એકટ્રેસ પણ જુકે છે.

4.સૈફ અલી ખાન

સૈફ અલી ખાનના સિક્કા બોલીવુડ માં તો ઓછો જ હાલે છે પરંતુ તે હકીકતમાં જ નવાબ પરિવારના વારસદાર છે. તેમના પિતા પટૌડી પરિવારના નવાબ રહી ગયા છે અને સૈફને “છોટે નવાબ” નું નામ આપ્યું છે. અલી ખાનને મુંબઈ અને દિલ્લીમાં મહેલ જેવા પટૌડી પેલેસ છે અને આ પેલેસની સુંદરતા અલગ જ છે અને ત્યાં ફિલ્મોનું શૂટિંગ પણ થાય છે.

5.રણવીર સિંહ

આ સમયે બોલીવુડમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના જ સિક્કા ચાલે છે. રણવીરની બધી જ ફિલ્મો સેન્ચ્યુરી મારી રહી છે. તેથી તેનમી ફ્રિ પણ કરોડોમાં છે. તેમના પિતા પણ સારા બિઝનેસમેન છે અને રણવીર રાજકુમાર ની જેમ તેની જીંદગી વિતાવી રહ્યો છે. હાલમાં જ રણવીરે દીપિકા સાથે લગ્ન કર્યા છે અને તેમને 50 કરોડનો બંગલો પણ ગીફ્ટ કર્યો છે.

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત” ના આર્ટીકલ પસંદ આવે તો આગળ શેર કરતા રેજો…

ધન્યવાદ…!!!

Leave a Reply

error: Content is protected !!