સલમાન ખાનની વેનિટી વેન સામે તો બંગલો પણ ઝાંખો પડે – વેનિટી વેનમાં આ પણ હોઈ છે ??

બૉલીવુડમાં સિતારાઓની કમી નથી. અહીં એકથી એક પ્રતિભાશાળી સિતારાઓ છે. કેટલાક સિતારાઓ એવા છે કે જેમની લોકપ્રિયતા આજદિન સુધી જળવાઈ રહી છે, જેમ કે શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન વગેરે. આ બોલીવુડની એવી ખાન ત્રિપુટી છે કે જેમની ફિલ્મ જોવા માટે દર્શકોની લાંબી-લાંબી લાઈનો લાગતી અને આજે પણ દર્શકોની ભીડ જમા થઈ જાય છે.

આજની આ પોસ્ટમાં અમે આમાંના જ એક ખાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આજના આ આર્ટિકલમાં આપણે બૉલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન વિશે વાત કરીશું. સલમાન બૉલીવુડના એક એવા અભિનેતા છે કે જે અવારનવાર મીડિયા હેડલાઈન્સમાં ચમકતા રહે છે. સલમાનનો ગુસ્સો પણ કોઈથી છુપાયેલો નથી. સલમાનના ગુસ્સા વિશે દરેકને ખબર છે. એમનો ગુસ્સો ક્યારે અને કોના ઉપર ઉતરશે એ કહી ન શકાય.

સલમાન ખાન બોલીવુડના જાણીતા સ્ટાર્સ પર પોતાનો ગુસ્સો ઠાલવી દે છે. અનુરાગ કશ્યપ, અરજીત સિંહ, વિવેક ઓબેરોય, ઋષિ કપૂર અને રેણુકા શહાણે જેવા જાણીતા સ્ટાર્સ સલમાનનાં ગુસ્સાનો શિકાર બની ચુક્યા છે. સલમાન ખાન એમના ગુસ્સા ઉપરાંત તેમની ઉદારતા માટે પણ જાણીતા છે. એ વાત નકારી શકાય નહીં કે, સલમાન બોલીવુડનો એકમાત્ર દરિયાદિલ અભિનેતા છે કે જે લોકોની મદદ માટે હંમેશા આગળ રહે છે. તે હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે.

રાજા-મહારાજા જેવી લાઈફ જીવે છે સલમાન:

સલમાન ખાન બોલીવુડનાં સુપર સ્ટાર છે તો એ વાત તો નક્કી છે કે એમની લાઈફ સ્ટાઈલ પણ રાજા-મહારાજા જેવી જ હશે. જણાવી દઈએ, સલમાન મુંબઈમાં બેન્ડસ્ટેન્ડ, બાંદ્રા સ્થિત ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’માં પોતાના પરિવાર સાથે રહે છે. સલમાનનું આ ઘર કોઈ મહેલથી ઓછું નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ઘરની જેમ સલમાન ખાનની વેનિટી વેન પણ મહેલ જેવી જ છે. સલમાનની વેનિટી વેન રાજ-મહેલથી ઓછી નથી.

એમની વેનિટી વેનમાં એ દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે કે જે એક આલિશાન બંગલામાં હોય છે. અમારા આજના આર્ટિકલમાં અમે તમને સલમાન ખાનની લગ્ઝરીયસ વેનિટી વેનનાં ફોટો દેખાડીશું કે જે દરેક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ વેનિટી વેન એટલી ખૂબસૂરત અને શાનદાર છે કે ન પૂછો વાત. આ વેનિટી વેનમાં એક વખત ઘુસી ગયા હોય તો ઘર પણ યાદ ન આવે એવી જોરદાર છે.

તમને જણાવી દઈએ કે, સલમાનની વેનિટી વેન મોરફેસે ડિઝાઈન કરી છે. વેનમાં સલમાન ખાનના ઘણા ફોટો લાગેલા છે. એટલું જ નહીં, આ વેનમાં કાર પાર્કિંગની પણ જગ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વેનિટી વેનની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. સલમાનની આ વેનમાં મેકઅપ રૂમ, સ્ટડી રૂમ, ટીવી, કિચન સહિતની સુવિધાઓ પણ સામેલ છે

વેનિટી વેનના ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો. તો ચાલો જોઈએ સલમાન ખાનની વેનિટી વેન…..

જુઓ ફોટા –

સલમાનનો બેડરૂમ:

મીટિંગ રૂમ / લિવિંગ રૂમ:

બાથરૂમ :

કિચન:

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

error: Content is protected !!