સંદેશે આતે હૈ…… ભારતીય જવાનના કંઠે ગવાયેલા ગીતે લોકોનું મન મોહી લીધું

આ વિડિયોમાં ગીત ગાઇ રહેલા જવાનનું નામ સુરીન્દર સિંહ હોવાનું જાણવા મળે છે. જે ગત વર્ષે ઇન્ડીયન આઇડલમાં જોવા મળ્યા હતા. સુરીન્દર આ વિડિયોમાં વર્ષ 1997માં આવેલી ‘બોર્ડર’ ફિલ્મનું ગીત ‘સંદેશા આતે હૈ….’ ગાતા જોવા મળે છે.

તાજેતરમાં સોશિયલ મીડિયામાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં બીએસએફ જવાન આ ગીત ગાતા જોવા મળે છે. જયારે ભારતીય સેનાના પોષાકમાં સજ્જ અન્ય સાથીદારો તેમનો ઉત્સાહ વધારતા જોવા મળે છે. પરિવારથી દૂર રહેવાનું દુઃખ જવાનોની આંખો અને અવાજમાં સ્પષ્ટ રીતે વિડિયોમાં જોઈ શકાય છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર આ વિડીયો રિટ્વિટ કરતાં જ વિડીયો લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ગીત એક જવાનના કંઠે જ ગવાતા તેમાં લાગણીઓનો સ્પર્શ ઉમેરાયો હતો.

પોતાના ઘરથી દૂર બીએસએફના જવાનો જ એકબીજાના પરિવારની ખોટ પૂરી પાડવાનો પ્રયત્ન કરતા હોય છે. બીએસએફના જવાનો આ વિડીયો અનેક લોકોએ લાઇક કરવાની સાથે શેર પણ કરી રહ્યા છે.

અનેક લોકોએ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી પણ હતી. જેમાંથી એક વ્યક્તિએ લખ્યુ હતું કે ‘જવાનના કંઠે ગવાયેલું આ ગીત સાંભળતા જ મારા રૂંવાડા ઊભા થઈ ગયા.’

સામાન્ય રીતે અલગ અલગ સુરક્ષાદળોમાં ફરજ બજાવતા જવાનો જાહેર જીવનમાં સામે આવતા નથી પરંતુ જ્યારે જવાનો દ્વારા આ રીતે પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવે ત્યારે દેશવાસીઓને તેમના કર્તવ્ય નિષ્ઠા પ્રત્યેનું માન ઓર વધી જાય છે.

ભારતીય જવાનનું ગીત સાંભળીને માત્ર ફૌજી જ નહી પણ દેશવાસીઓ પણ ભાવુક થઇ ગયા હતા. જવાનોની કર્તવ્ય નિષ્ઠા માટે તેમને સલામી તો આપવી જ પડે.

Leave a Reply

error: Content is protected !!