પિતા સૈફ સાથે કામ કરવા તૈયાર છે દીકરી સારા અલી ખાન પરંતુ રાખી છે એક શરત

બોલીવુડના નવાબ એટલે કે સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાને વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ ફિલ્મ પછી તુરંત જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘સિમ્બા’એ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યા છે. સારાની પહેલી બે ફિલ્મો સુપર હીટ સાબિત થતાં હાલમાં તેની પાસે ફિલ્મોની અઢળક ઓફરો.આવી રહી છે. આ ઉપરાંત ‘કોફી વિથ કરણ’માં સારા અલી ખાન અને સૈફ અલી ખાન વચ્ચેની બોન્ડીગ ઘણી ચર્ચામાં રહી હતી. જે પછી સારાના ફેન્સ પણ આ પિતા-પુત્રની જોડીને રૂપેરી પડદે જોવા માગે છે. આ તમામ ફેન્સ માટે એક સારી ખબર છે કે સારા અલી ખાન પિતા સૈફ અલી ખાન સાથે કામ કરવા માટે તૈયાર છે.પરંતુ આ માટે તેણે એક શરત રાખી છે તો આ લેખમાં અમે તમને તેના વિશે જણાવીશું.

સાંભળવામાં આવી રહ્યું છે કે સારા જલ્દી જ પોતાના પિતા સૈફ અલી ખાન સાથે ફિલ્મ ‘લવ આજ કલ’ના બીજા ભાગમાં નજર આવી શકે છે. પરંતુ સૈફે આ વાતનો ઇનકાર કરી દીધો છે. સુત્રો અનુસાર સૈફ અલી ખાન આ સમાચારો સાંભળીને ઘણો ખુદ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, આ સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે. તેમને આપવા ક્યાંથી ફેલાઈ રહી છે તે વાત સમજાતી નથી.

બીજી બાજુ સારાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે તે પોતાના પિતા સાથે કામ કરવાનું પસંદ કરશે પરંતુ તે એવી ફિલ્મમાં કામ કરશે જેમાં તેના અને તેના પિતા બંન્નેનો રોલ દમદાર હોય.

ફિલ્મ ‘લવ આજ કલ’ની વાત કરીએ તો તેના પહેલા ભાગમાં સૈફ અલી ખાન અને દીપિકા પદુકોણ લિડ એક્ટર તરીકે હતા. આ ફિલ્મમાં ઋષિ કપૂરે પણ અભિનયના ઓજસ પાથર્યા હતા. જ્યારે આ ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે તો સાંભળવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સૈફ અલી ખાન એક મહત્વનો રોલ ભજવતા જોવા મળશે.

સારા અલી ખાનની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કર્યા પછી હાલમાં તેમની પાસે અનેક ફિલ્મોની ઓફર છે તો બીજી બાજુ સૈફ અલી ખાન નેટફ્લિકસની સુપર હિટ વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સિઝનના શૂટિંગમાં વ્યસ્ત છે.

Leave a Reply

error: Content is protected !!