કસીનોમાં ભાન ભૂલ્યો સાઉદી પ્રિન્સ : 250 મિલીયન ડોલર અને 5 પત્ની હારી ગયો !

મહાભારતની વાર્તાથી તો મોટા ભાગનો લોકો વાકેફ જ હશે જેમાં કૌરવો અને પાંડવો વચ્ચે ધર્મયુધ્ધ થયું હતું. મહાભારતના યુધ્ધ પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું જાણવા મળે છે પરંતુ તેમાં દ્રૌપદીના થયેલા અપમાનનું કારણ વધુ જવાબદાર માનવામાં આવે છે. જો ભરેલી સભામાં દ્રૌપદીનું અપમાન થયું ન હોત તો કદાચ આ યુધ્ધ પણ થયું ન હોત.

કૌરવો અને પાંડવો વચ્ચે રમાયેલી જુગટુની રમતમાં યુદ્ધિષ્ઠર બધુ હારી ગયો હતો જે પછી પણ જીતવાની લાલચ ન રોકી શકતા પત્ત્નીને પણ દાવ પર લગાવી દીધી હતી અને પરિણામ એવું આવ્યું કે તે પત્ત્નીને પણ હારી ગયો હતો. આવો જ કેસ કિસ્સો કળીયુગમાં પણ સામે આવ્યો છે. પરંતુ આ કિસ્સામાં યુવક એક નહી પણ પાંચ પાંચ પત્ત્ની હારી ગયો છે.

કસીનોમાં હાર્યો પ્રિન્સ :

પ્રિન્સ માજેદ બિન અબ્દુલ્લા બિન અબ્દુલ્લાજીજ અલ સઉદને તેના જુગાર અને ડ્રગને કારણે ઓળખવામાં આવે છે. જો કે આ વખતે તેણે જે રમતમાં ભૂલ દાખવી છે તે તેના માટે પણ વિચારવાની બાબત છે. પ્રિન્સ માજેદે સિનાઇ ગ્રાન્ડ કસિનોમાં અનેક સપ્તાહ વિતાવ્યા અને આખરે હારનો સામનો કરવો પડ્યો. પ્રિન્સ છ કલાક સુધી અનલિમિટેડ સ્ટેકસ પર પોકર રમત રમ્યો અને તે જેટલું હાર્યો તેનો અંદાજો લાગવવો પણ કઠીન બની ગયું.

એક દિવસમાં જ પ્રિન્સ મજેદ સો મિલિયન ડોલર જેટલું હારી ચૂક્યો હતો, આટલી મોટી રકમ કમાવવા માટે અનેક લોકો પોતાની જિંદગી પૂરી કરી દેતા હોય છે. એટલું જ નહી પ્રિન્સે આટલી મોટી રકમ હાર્યા પછી પોતાની પત્ત્નીને પણ દાવ પર લગાવી દીધી. તે પોતાની ૯ માંથી પાંચ પત્ત્નીઓને હારી ગયો.
કેસીનોના ડાયરેકટરે માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રિન્સે પાંચ મિલિયન ડોલરની સામે પોતાની પાંચ પત્ત્નીઓને ગિરવે રાખી હતી અને જ્યારે હારી ગયો ત્યારે પોતાની પત્ત્નીને ત્યાં જ છોડીને જતો રહ્યો.

જાણકારી અનુસાર, પત્ત્નીઓને આ રીતે દાવ પર લગાવવી અનેક જગ્યાએ કાયદાકીય રીતે વ્યાજબી માનવામાં આવે છે. જો કે પ્રિન્સનું તેની પત્ત્નીઓને આ રીતે દાવ પર લગાવવું સિનાઇ ગ્રાન્ડ કેસીનો અને ઇજિપ્તની સરકાર માટે ઘણું શરમજનક ગણાય. જો કે હજુ સુધી એ વાત સામે નથી આવી કે પ્રિન્સની પત્ત્નીઓનું શું થશે ? અમુક લોકોના જણાવ્યા અનુસાર તેમની પત્ત્નીઓને સાઉદી અરબમાં જ કોઇક ખરીદી લેશે અને જો તેમ નહી થાય તો યમન અથવા તો કતારમાં તેમની હરાજી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી જ્યારે પ્રિન્સની આવી ધૃણાસ્પદ બાજુ સામે આવી હોય. વર્ષ ર૦૧પમાં પ્રિન્સે કોઇ વ્યક્તિ સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવાનો પ્રયત્ત્ન કર્યો હોવાની બાબત પણ સામે આવી હતી. આ સાથે જ કોકીનનું સેવન અને મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પણ પ્રિન્સનું નામ ઉછળી ચૂક્યું છે. જો કે આ વખતે પ્રિન્સ પોતાની મિલકતનો મહત્તમ ભાગ ગુમાવી ચૂક્યો છે.

થોડા દિવસો પછી જ્યારે આ બાબતો મીડિયા મારફતે સામે આવી તો પ્રોસીક્યુટરે જણાવ્યું કે તેમના પર કોઇ ચાર્જ લગાવી ન શકાય. તેઓ દેશમાંથી જવા માંગે તો જઇ શકે છે.

Leave a Reply

error: Content is protected !!