100 કરોડની કલબમાં શામેલ સિમ્બા ફિલ્મની આ બધી મિસ્ટેક પર તમારુ ધ્યાન ગયું કે નહી ?

રણવીર સિંહ હાલમાં તેની રિલીઝ થયેલી ફિલ્મ ‘સિમ્બા’ કે જેણે ટૂંકાગાળામાં જ 100 કરોડના કલબમાં શામેલ થઈ ગઈ છે તેની ઉજાણી કરી રહ્યો છે. ‘સિમ્બા’ ફિલ્મે બોકસ ઓફિસ પર સારી પકડ જમાવી છે અને ફરી એક વખત રણવીર સિંહે દર્શકોને પોતાની અભિનય કળાથી અભિભૂત કર્યા છે. આ ફિલ્મમાં રણવીરની સાથે સૈફઅલી ખાનની પુત્રી સારા અલી ખાન પણ જોવા મળી છે. સાથે જ સોનુ સૂરે વિલનના પાત્રમાં જોવા મળ્યો છે. રોહિત શેટ્ટીની તમામ ફિલ્મમાં જોવા મળતા એકશન દ્રશ્યો આ ફિલ્મમાં પણ જોવા મળે છે. એકશનની સાથે ડાન્સ, રોમાન્સ અને ઈમોશન્સથી ભરપૂર આ ફિલ્મ દર્શકોને છેલ્લે સુધી જકડી રાખવામાં કામયાબ થઈ છે. આ બધાની સાથે ફિલ્મમાં અઢળક ભૂલ પણ જોવા મળે છે જેના પર કદાચ પહેલી નજરે તમારું ધ્યાન નહી ગયું હોય.

અજય દેવગણની એન્ટ્રી :

સામાન્ય રીતે રોહિત શેટ્ટીની તમામ ફિલ્મમાં અજય દેવગણ લીડ રોલમાં હોય છે પરંતુ આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે. જો કે આ ફિલ્મમાં અજયનો પણ નાનો પરંતુ સોલીડ રોલ છે. અજયની જ્યારે ફિલ્મમાં એન્ટ્રી થાય છે ત્યારે થિયેટરો લોકો ચીચીયારીઓ અને સિટીથી ગુંજી ઉઠ્યા હતા. અજય જે કારમાં બેસીને કાચની દિવાલ તોડીને ગોડાઉનમાં પ્રવેશ કરે છે જો કે બીજા જ સીનમાં કાર પરથી કાચ ગાયબ થઇ જાય છે અને કાર અને જમીન પર માત્ર ધૂળ જ જોવા મળે છે.
ફાટેલી પોલીથીન :

ફિલ્મમાં એક એવો સીન છે જેમાં અમુક ગુંડા સિમ્બાનું મોં પોલીથીન વડે ઢાંકીને તેને ગુંગળાવવામાં આવે છે પરંતુ તમે આ સિન ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે પોલીથીન થોડી ફાટેલી છે તો સિમ્બાની ગુંગળામણ પ્રશ્ન જ નથી આવતો !

ઘરની બારીઓ :

સોનુ સૂદના એક સીનમાં સોનુની પાછળ બારીઓ ખૂલ્લી જોવા મળે છે પણ જેવો તે ઊઠે કે પાછળની બારીઓ બંધ થઈ જાય છે !

બાઇકની હેડલાઇટ :

ફિલ્મના એક ગીતના સીનમાં સારા રણવીરના બાઇક પર પાછળ બેઠેલી જોવા મળે છે. આ સમયે બાઇકની હેડલાઇટ બંધ જોવા મળે છે. જો કે બીજા જ સીનમાં હેડલાઇટ ચાલુ જોવા મળે છે !
ફરી હેડલાઇટ :

આ હેડલાઇટની ભૂલ એકવાર નહી પણ અનેક વખત ફિલ્મમાં જોવા મળે છે. જ્યારે ફિલ્મમાં સિમ્બાની એન્ટ્રી થાય છે ત્યારે એક ગીત શરૂ થાય છે જેમાં અનેક મહિલાઓ બાઇક પર બેસીને સિમ્બાની આસપાસ દેખાય છે. એક સિવાય તમામના બાઇકની હેડલાઇટ ચાલું દેખાય છે અને બીજા જ સીનમાં જેની હેડલાઇટ બંધ હોય છે તેની લાઇટ પણ ચાલું થઈ જાય છે.

વોટરપ્રુફ વર્દી :

એક સીનમાં સિમ્બા પોલીસનો ગણવેશ પહેરીને ગુંડાની પીછો કરતો બતાવવામાં આવે છે. જેમાં સિમ્બા પાણીમાં પગ મૂકતો જોવા મળે છે પરંતુ તેમ છતાં પણ સિમ્બાના બૂટ કે તેનું પેન્ટ પલળતું નથી !

Leave a Reply

error: Content is protected !!